liveLIVE NOW

બજેટ પછી News18 સાથે વિત્તમંત્રીનું EXCLUSIVE ઇન્ટરવ્યૂ, અર્થવ્યવસ્થા વિશે કરી આવી વાત

બજેટ રજૂ કર્યા પછી ન્યૂઝ 18 નેટવર્ક સમૂહ (News18 Network)ના એડિટર ઇન ચીફ રાહુલ જોશી (Rahul Joshi)નાણા મંત્રી નિર્મલા સીતારમણ સાથે ખાસ વાતચીત કરી

  • News18 Gujarati
  • | February 01, 2021, 20:15 IST |
    facebookTwitterLinkedin
    LAST UPDATED: 2 YEARS AGO

    હાઇલાઇટ્સ

    19:32 (IST)
    વિત્ત મંત્રી નિર્મલા સીતારમણે કહ્યું એક ડેવલપમેન્ટ ફાઇનેંશિયલ ઇંસ્ટીટ્યૂશન (ડીએફઆઈ) આકાંક્ષી ભારત માટે પ્રયાપ્ત નથી. સંશોધનોમાં ખાનગી એમએફઆઈ આવવાની જોગવાઇ હશે. હું ખાનગી ડીએફઆઈ માટે સ્થાન બનાવીશ

    19:32 (IST)
    વિત્ત મંત્રીએ કહ્યું - અર્થવ્યવસ્થામાં વધારે કુશળ બેંકોની આવશ્યકતા છે. જેમાં પાછળ રહી શકીએ નહીં. અમે RBI સાથે બેંકના ખાનગીકરણ પર મોટા પ્રમાણમાં કામ કર્યું છે.

    19:14 (IST)
    બેંકોની સ્ટ્રેસ્ડ એસેટ્સ પર ધ્યાન આપવા માટે એક એકમ સ્થાપિત કરવા પર નાણામંત્રીએ કહ્યું - અમે હોલ્ડિંગ કંપની ઇચ્છીએ છીએ જે આપેલા ફોર્મ્યુલેશન સાથે બેંકોથી ખરાબ સંપત્તિને લઈ શકે છે અને તેને હોલ્ડિંગ કંપનીમાં મુકી શકે છે. જેમાં સરકારની ભાગીદારી રહેશે જોકે મોટા પ્રમાણમાં આઈબીએ આ કરશે

    19:2 (IST)
    કોરોના વોરિયર્સે મુશ્કેલ સમયમાં પણ મહેનત સાથે દેશની સેવા કરી- નાણા મંત્રી નિર્મલા સીતારમણ

    19:2 (IST)
    સરકારનું જોર આત્મનિર્ભર ભારત તરફ છે- નાણા મંત્રી નિર્મલા સીતારમણ

    18:59 (IST)
    કૃષિ કાનૂનો પર વિત્ત મંત્રીએ કહ્યું કે 2014થી સતત એમએસપી વધી છે. સરકાર કાનૂનોમાં ફેરફાર કરવા તૈયાર છે. કૃષિ કાનૂનમાં સંશોધન માટે સરકાર તૈયાર છે. ખેડૂતોમાં કાનૂનોને લઈને ભ્રમ ફેલાવવામાં આવી રહ્યો છે

    18:55 (IST)
    મને આશા છે કે બજેટના ત્રણ પ્રમુખ બિંદુઓને સારી રીતે લેવામાં આવ્યા છે. જો તે આમ કરી ચૂક્યા છે તો મને ખુશી થશે કારણ કે હું ઇચ્છું છું કે દેશ આ સરકારની ભાવનાને જાણે- નાણા મંત્રી નિર્મલા સીતારમણ

    FM Nirmala Sitharaman Exclusive Interview LIVE Updates: નાણા મંત્રી નિર્મલા સીતારમણ (Nirmala Sitharaman) આજે મોદી સરકાર (Modi Government)નું નવમું બજેટ રજૂ( Union budet 2021) કર્યું હતું. બજેટ રજૂ કર્યા પછી ન્યૂઝ 18 નેટવર્ક સમૂહ (News18 Network)ના એડિટર ઇન ચીફ રાહુલ જોશી (Rahul Joshi)નાણા મંત્રી નિર્મલા સીતારમણ સાથે ખાસ વાતચીત કરી હતી.

    કૃષિ કાનૂનો પર વિત્ત મંત્રીએ કહ્યું કે 2014થી સતત એમએસપી વધી છે. સરકાર કાનૂનોમાં ફેરફાર કરવા તૈયાર છે. કૃષિ કાનૂનમાં સંશોધન માટે સરકાર તૈયાર છે. ખેડૂતોમાં કાનૂનોને લઈને ભ્રમ ફેલાવવામાં આવી રહ્યો છે.

    આ બજેટને શેર માર્કેટે (Share market) વધાવી લીધું છે. કોરોના કાળમાં દેશની અર્થવ્યવસ્થા (Economy) માટે આ બજેટને સંજીવની કહેવામાં આવે છે. જોકે, નાણામંત્રીએ પગારદાર વર્ગ માટે કોઈ રાહત આપી નથી. કારણ કે ઇન્કમ ટેક્સ સ્લેબ (Income Tax Slab in Budget 2021) માં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો વધુ વાંચો