Home /News /business /

Budget 2021 : નાણા મંત્રી નિર્મલા સિતારમન આજે રજુ કરશે બજેટ, શું અપેક્ષા પર ખરું ઉતરશે?

Budget 2021 : નાણા મંત્રી નિર્મલા સિતારમન આજે રજુ કરશે બજેટ, શું અપેક્ષા પર ખરું ઉતરશે?

બજેટ દિવસની ફાઈલ તસવીર

2020માં કેન્દ્ર સરકાર દ્વારા વિભિન્ન નાણાંકીય જાહેરાત અને આર્થિક પેકેજે અર્થવ્યવસ્થાને ચલાવી રાખી તો બજેટ 2021ને ઐતિહાસિક ઘટનાના રૂપમાં દેખવામાં આવે છે.

  નવી દિલ્હી : દેશની અર્થવ્યવસ્થા ધીરે ધઈરે કોરોના વાયરસની મહામારીમાંથી (Coronavirus) ઉભરી રહી છે. અને સામાન્ય માણસ ટેક્સપેયર ફ્રેન્ડલી બજેટની આશા રાખીને બેઠાં છે. 2020માં કેન્દ્ર સરકાર દ્વારા વિભિન્ન નાણાંકીય જાહેરાત અને આર્થિક પેકેજે અર્થવ્યવસ્થાને ચલાવી રાખી તો બજેટ 2021ને (Union Budget 2021) ઐતિહાસિક ઘટનાના રૂપમાં દેખવામાં આવે છે. જે ભારતીય અર્થવ્યસ્થાને (Indian Economy) એક ઉછાળો અને ગતિ આપી શકે છે. ચાલો જાણીએ સામાન્ય માણસ બજેટમાં શું આશા રાખે છે.

  રિમોટ વર્કિંગ સેટઅપમાંથી છૂટ
  કોરોના વાયરસ મહામારી વચ્ચે પ્રોફેશનલ વર્ગમાં મોટો ફેરફાર જોયો છે. કામ કરવાની રીત બદલાઈ ગઈ છે. કંપનીઓએ વર્કફ્રોમ હોમ શરૂ કર્યું છે. હવે આ એક પ્રકારે નિયમ બની ગયો છે. આવી સ્થિતિમાં જનતાને આશા છે. કે બજેટ 2021માં સરકારે કંઈક એવી જોગવાઈ કરવી જોઈએ જેનાથી કર્મચારીઓને ટેક્સમાં કેટલીક છૂટ મળે. ઉદાહરણ તરીકે કુલ આવકમાં 50 હજાર રૂપિાયની વધારાની છૂટ કર્મચારીઓને ખુર્શી, ફર્નિચર, કમ્પ્યુટર ઉપકરણો અને ડાટા વગેરે ઉપર ખર્ચ કરવા માટે આપવી જોઈએ જે લોકો વર્કફ્રોમ હોમ કામ કરે છે.

  80C અને 80D અંતર્ગત ઈન્કમ ટેક્સમાં છૂટના દાયરાને વધારવો
  બજેટ 2021માં 80સી અને 80ડી અંતર્ગત છૂટની સીમાને વધારવાથી ખર્ચ અને રોકાણ વધવામાં મદદ મળશે. એક્સપર્ટ્સ અર્થવ્યવસ્થા માટે એક મહત્વપૂર્ણ માને છે. સેક્શન ડી અંતર્ગત ગૈર વરિષ્ઠ નાગરીકો માટે મેડિકલ કવરેજની સીમાને 25 હજારથી 50 હજાર કરી શકાય છે. જ્યારે વરિષ્ઠ નાગરિકો માટે 50 હજારથી 75 હજાર કરીને કરદાતાઓને કોરોના વાયરસ મહામારી જેવી સ્વાસ્થ્ય સંકટની સ્થિતિમાં ખૂબ જ મદદ મળશે.

  આ પણ વાંચોઃ-

  ઉપભોક્તાઓના ખર્ચ કરવાની શક્તિમાં વધારો
  નિષ્ણાતોનું કહેવું છે કે કેન્દ્ર સરકારને કરદાતાઓને ટેક્સમાં રાહત આપતા ટેક્સ સુધારની માંગ કરી છે. જેથી ઉપભોક્તાઓની ખર્ચ કરવાની શક્તિમાં વધારો થાય. નિષ્ણાંતોનું કહેવું છે કે બજેટમાં એક તરફ ટેક્સ વ્યવસ્થાની જાહેરાત કરવી જોઈએ જે આસાન અને સરળ હોય. આ સાથે જ સ્ટાર્ટ-અપ અને એમએસઆી જેવા ઉદ્યોગો માટે ટેક્સમાં રાહતની સાથે ટેક્સ હોલિડેની જોગવાઈઓ પણ કરવી જોઈએ. જેથી નવા ઉદ્યમોને નોકરી આપવા અને પ્રતિભાઓને યથાવત રાખવામાં મદદ મળે. આનાથી રોજગારની સંભાવનાઓમાં મદદ મળશે.

  આ પણ વાંચોઃ-

  શેર રોકાણમાં લોન્ગ ટર્મ કેપિટલ ગેનમાં છૂટની સીમા વધારવાની માંગ
  નિષ્ણાંતો લાંબા સમયથી ઈક્વિટી શેર રોકાણ ઉપર લોન્ગ ટર્મ કેપિટલ ગેનમાં છૂટની સીમાને વધારવાની માંગ કરે છે. ઈક્વિટી શેર અને ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડ ઉપર કેપિટલ ગેનમાં 1 લાખ રૂપિાયની છૂટ છે. પરંતુ કેપિટલ ગેન એક લાખથી ઉપર થાય તો 10 ટકા દરે ટેક્સ લાગે છે. અને આ ઈન્ડેક્સેશનનો લાભ પણ મળતો નથી. નિષ્ણાંતોનું કહેવું છે કે સરકાર કેપિટલ ગેનમાં છૂટની સીમા છૂટક રોકાણકારો માટે એક લાખથી વધારે 2 લાખ કરવી જોઈએ. આ સાથે ટેક્સ રેટ 5 ટકા ઓછો કરવો જોઈએ. જેનાથી કેપિટલ માર્કેટમાં જબરદસ્ત પ્રોત્સાન મળશે.  ડેબ્ટ લિંક્ડ બચત યોજનાઓની શરુઆત
  ઈન્ડસ્ટ્રી એક્સપેર્ટનું માનવું છે કે ડીએલએસએસ (ડેટ લિંક્ડ સેવિંગ સ્કીમ)ની શરુઆત છૂટક રોકાણકારોને લાંબા સમયની બચતને યોગ્ય ટેક્સ લાભની સાથે હાયર ક્રેડિટ વાળા ડેટ ઇન્સ્ટ્રમેટ્સમાં સમાવેશ કરવામાં મદદ કરશે. જેનાથી ભારતીય બોન્ડ માર્કેટને વધારે વિસ્તાર આપવામાં મદદ મળશે. આ સાથે રોકાણકારો પોતાના પૈસાને 15 વર્ષના પીપીએફ અને એનપીએસના મુકાબલે 5 વર્ષના નાના અને લોક ઈન પ્રોડક્ટમાં રોકાણ કરી શકે.

  વરિષ્ઠ નાગરિકો માટે પેન્શન સ્કીમ
  દેશમાં વરિષ્ઠ નાગરિકો માટે એક મોટી વસ્તી પેન્શન સ્કીમના ફાયદાથી વંચિત છે. ઇન્ડસ્ટ્રી એક્સપર્ટ્સનું કહેવું છે કે વરિષ્ઠ નાગરિકો માટે ટેક્સ ફ્રેન્ડલી યુનિવર્સિટી પેન્શન પ્રોગ્રામની શરુઆત કરી શકાય છે. સરકાર પાસે આબાદીનો મોટો વર્ગ આર્થિક આઝાદી પ્રદાનની સુવર્ણ તકે છે.
  Published by:ankit patel
  First published:

  Tags: Budget 2021, Budget 2021 Date, Budget 2021 Expectations, India budget 2021, Railway budget 2021, Union Budget 2021, મોદી સરકાર

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन