Exclusive Interview: નાણામંત્રીએ જણાવ્યું, બેન્કોમાં ફસાયેલી લોનોને રિકવર કરવા માટે શું છે સરકારનો પ્લાન

નાણામંત્રી સાથે ખાસ વાતચીત

નાણાંમંત્રીએ જણાવ્યું કે હોલ્ડિંગ કંપની વિભિન્ન બેન્કોંમાં ફસાયેલી સંપત્તિને ખરીદીને પ્રોફેશનલ રીતે તેની રિકવરી કરશે. અને આમાં સરકાર પણ ભાગ લેશે.

  • Share this:
    નવી દિલ્હીઃ દેશના બેન્કિંગ સિસ્ટમમાં ફસાયેલા દેવા (NPAs)ની સમસ્યા ગત અનેક વર્ષોથી સતત જોવા મળે છે. તાજેતરમાં રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI)એ આ અંગે એક રિપોર્ટ રજૂ કરી હતી. હવે મોદી સરકાર (Modi Government)એ એનપીએને નિપટાવીને બેન્કોનો બોજો ઓછો કરવા માટે તૈયારી કરી છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે (FM nirmala sitharaman) સોમવારે બજેટ 2021  (Budget 2021) માં પ્રાઈવેટ Asset Reconstruction Company (ARC) બનાવવાની જાહેરાત કરી છે.

    બજેટની જાહેરાત બાદ નાણામંત્રી ન્યૂઝ18 નેટવર્ક સમૂહના એડિટર ઈન ચીફ રાહુલ જોશી સાથે ખાસ વાતચીત કરીને જરૂરી જાણકારીઓ આપી હતી. નાણાંમંત્રીએ જણાવ્યું કે હોલ્ડિંગ કંપની વિભિન્ન બેન્કોંમાં ફસાયેલી સંપત્તિને ખરીદીને પ્રોફેશનલ રીતે તેની રિકવરી કરશે. અને આમાં સરકાર પણ ભાગ લેશે. પ્રમુખ રીતે બેન્ક જ આની આગેવાની કરશે.

    નાણામંત્રીએ કહ્યું કે બેન્કોમાં પહેલા જ આ એસેટ્સને એક નિશ્ચિત નેટવર્થ ખોઈ દીધી છે અને આ વાસ્તવિક વેલ્યૂ નથીં. આ ફસાયેલી લોનોને એઆઈએફ, પ્રાઈવેટ એઆરસીને વેચી શકાશે. તેમણે વધુમાં જણાવ્યું કે બેન્કોને આ પ્રકારની ફસાયેલી લોન ઉપર જે મળશે તે તેમને મળી જશે. આ અંગે બેન્કો અને આરબીઆઈની સાથે વિસ્તૃત ચર્ચા થઈ છે. બેન્કો આ આઈડિયાથી સહમત છે.

    આ પણ વાંચોઃ-

    સપ્ટેમ્બર 2021 સુધી 13.5 ટકા વધી જશે NPA
    આરબીઆઈએ પોતાના ફાઈનાન્સિયલ સ્ટેબિલિટી રિપોર્ટમાં વધતા એનપીએ અનેગ ચેતવણી આપી હતી. આરબીઆઈએ આ રિપોર્ટમાં કહ્યું હતું કે, સપ્ટેમ્બર 2021 સુધી બેન્કોમાં એનપીએ સપ્ટેમ્બર 2020ના 7.5 ટકાથી વધીને 13.5 ટકા સુધી પહોંચી જશે. ખુબ જ ખરાબ પરિસ્થિતિમાં આ સપ્ટેમ્બર 2021 સુધી 14.8 ટકા સુધી જઈ શકે છે. જો ગત બે દશકોથી સૌથી ઉંચા સ્તર ઉપર હશે.



    સરકારી બેન્કોની હાલત વધારે ખબાર
    આરબીઆઈની આ રિપોર્ટથી જાણી શકાય છે કે સપ્ટેમ્બર 2021 સુધી પબ્લિક સેક્ટર બેન્કોના એનપીએ વધીને 16.2 ટકા સુધી પહોંચી શકે છે. સપ્ટેમ્બર 2020 સુધી 9.7 ટકા ઉપર રહ્યો હતો. ઉલ્લેખનીય છે કે બેન્કિંગ સેક્ટરમાં કુલ એસેટ્સના 60 ટકા પબ્લિક સેક્ટર બેન્કોનો છે. આ Exclusive Interviewમાં નાણામંત્રીએ કહ્યું હતું કે, આશા છે કે લોકો સરકારની મંશાને સમજશે. જો સરકાર પાસે બીજો રિસોર્સ હોત તો લોકો માટે વધારે જાહેરાતો હોત.
    Published by:ankit patel
    First published: