મનીકંટ્રોલ: ઘણી વખત આપણને કોઈ કામ માટે વધારે રકમની જરૂર પડતી હોય છે. આ વખતે જો તમારો બેંક રેકોર્ડ સારો હોય તો તમને પર્સનલ લોન (Personal Loan) ખૂબ સરળતાથી મળી રહે છે. જોકે, હોમ લોન (Home loan) કરતા પર્સનલ લોનની વ્યાજ થોડો વધારે હોય તેવું જોવામાં આવે છે. પર્સનલ લોનનાં વ્યાજદર વિશે વાત કરીએ તો યુનિયન બેંક ઑફ ઇન્ડિયા (Union bank of India) અને પંજાબ નેશનલ બેંક (Punjab National Bank) સૌથી ઓછા દર પર્સનલ લોન આપે છે. Bankbazaar.comના જણાવ્યા પ્રમાણે આ બંને બેંકો પાંચ લાખ રૂપિયા સુધીની પર્સનલ લોન ક્રમશ: 8.90 ટકા અને 8.95 ટકાના દરે આપે છે. (આ પણ વાંચો: આ બેંક FD પર આપી રહી છે 7.5 ટકા વ્યાજ, ફટાફટ જાણી લો નવા દર)
જોકે, આ વ્યાજદર ગોલ્ડ લોન અને ટોપ-અપ હોમ લોનની સરખામણીમાં વધારે લાગી રહ્યો છે. સોના પર સામાન્ય રીતે સાત ટકાની અસપાસ લોન મળે છે. આથી અન્ય લોનની સરખામણીમાં પર્સનલ લોન થોડી મોંઘી પડતી હોય છે. આથી નિષ્ણાતો એવી પણ સલાહ આપી રહ્યા છે કે જ્યાં સુધી તમે બીજે ક્યાંયથી નાણાની વ્યવસ્થા કરી શકો છો ત્યાં સુધી પર્સનલ લોન લેવાનું ટાળવું જોઈએ. તમે તમારી વીમા પોલીસીના બદલામાં, ઈપીએફ અને પીપીએફ, શેર, મ્યુચ્યુઅલ ફંડ સામે લોન લઈ શકો છો. આ લોન પર્સનલ લોન કરતા સસ્તી પડે છે.
જો તમે પહેલાથી જ કોઈ પર્સનલ લોન લીધી છે અને કોરોના કાળ દરમિયાન છ મહિનાનો લોન મોરેટોરિયમનો પણ લાભ લીધો છે તો તમારે તાત્કાલિક તમારી લોનનું ભારણ ઓછું કરવું જોઈએ. કારણ કે પર્સનલ લોનમાં તમે નાણાકીય બોઝ હેઠળ ફસાતા જઈ શકો છો.
31 ડિસેમ્બરના રોજ એકઠા કરવામા આવેલા આંકડા પ્રમાણે અગ્રણી ખાનગી બેંક HDFC 10.75 ટકાના દરે પર્સનલ લોન ઑફર કરે છે. બેંક ઑફ બરોડાની વાત કરવામાં આવે તો બેંક 10.10 ટકાના દરે પર્સનલ લોન આપે છે. ઇન્ડિયન બેંક 9.05 ટકાના દરે પર્સનલ લોન આપે છે.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર