આવી રીતે અડધી કિંમતમાં મળી જશે ટ્રેન ટિકિટ

News18 Gujarati
Updated: August 2, 2018, 3:35 PM IST
આવી રીતે અડધી કિંમતમાં મળી જશે ટ્રેન ટિકિટ
જો તમે ટ્રેનમાં સફર કરો છો, તો આ જાણકારી તમારા માટે ખુબ મહત્વપૂર્ણ છે. ભારતીય રેલ્વે બેરોજગારોને લોકોને પણ સસ્તામાં સફર કરાવે છે. બેરોજગાર યુવાનોની ટિકિટ પર 50થી 100 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ હોય છે.

જો તમે ટ્રેનમાં સફર કરો છો, તો આ જાણકારી તમારા માટે ખુબ મહત્વપૂર્ણ છે. ભારતીય રેલ્વે બેરોજગારોને લોકોને પણ સસ્તામાં સફર કરાવે છે. બેરોજગાર યુવાનોની ટિકિટ પર 50થી 100 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ હોય છે.

  • Share this:
જો તમે ટ્રેનમાં સફર કરો છો, તો આ જાણકારી તમારા માટે ખુબ મહત્વપૂર્ણ છે. કારણ કે, રેલ્વે રિઝર્વેશનમાં કેટલાક લોકોને છૂટ મળે છે. ટ્રેનમાં સફર કરતા માત્ર સિનીયર સિટીઝન અને દિવ્યાંગ લોકોને જ છૂટ નથી મળતી, પરંતુ આ કેટેગરીમાં બેરોજગાર યુવાનો પણ શામેલ છે. જીહાં, ભારતીય રેલ્વે બેરોજગારોને લોકોને પણ સસ્તામાં સફર કરાવે છે. બેરોજગાર યુવાનોની ટિકિટ પર 50થી 100 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ હોય છે. તમને જણાવીએ કે, આવા લોકોને કયા ઉદ્દેશ્ય હેઠળ અને કયા ક્લાસમાં સફર કરવા માટે સસ્તી ટિકિટ મળે છે.

બેરોજગાર યુવાન
- સ્ટેચ્યુટોરી બોડી, મ્યુનિસિપલ કોર્પોરેશન, ગવર્મેન્ટ અંડરટેકિંગ, યૂનિવર્સિટી અથવા પબ્લિક સેક્ટર બોડીની નોકરીનું ઈન્ટરવ્યૂ આપવા જઈ રહેલ બેરોજગાર યુવાનને રેલ્વે તરફથી ટિકિટમાં 50 ટકા છૂટ આપવામાં આવે છે. આ છૂટ સેકન્ડ ક્લાસ અને સ્લીપર ક્લાસથી સફર કરવા માટે આપવામાં આવે છે.

- કેન્દ્ર કે રાજ્ય સરકારની નોકરીનું ઈન્ટરવ્યૂ આપવા જઈ રહેલ બેરોજગાર યુવાનોને સ્લીપર ક્લાસની ટિકિટમાં 50 ટકા અને સેકન્ડ ક્લાસ ટિકિટમાં 100 ટકા છૂટ મળે છે.

આ યુવાનો માટે પણ 50 ટકા સસ્તી રહે છે ટિકિટ
- નેશનલ યૂથ પ્રોજેક્ટ કે નેશનલ ઈન્ટીગ્રેશન કેમ્પોમાં ભાગ લેવા જઈ રહેલા યુવાનો માટે સેકન્ડ અને સ્લીપર ક્લાસની ટિકિટ પર 50 ટકા છૂટ આપવામાં આવે છે.- માનવ ઉત્થાન સેવા સમિતીના નેશનલ ઈન્ટીગ્રેશન કેમ્પોમાં ભાગ લેવા જઈ રહેલા યુવાનોને સેકન્ડ અને સ્લીપર ક્લાસમાં 40 ટકા છૂટ મળે છે.
First published: August 2, 2018
વધુ વાંચો
अगली ख़बर