જો આપ ટ્રેન દ્વારા મુસાફરી કરો છો તો આ માહિતી આપને ખુબજ પસંદ આવશે. કારણ કે રેલવે રિઝર્વેશનમાં ઘણાં લોકોને છૂટ મળે છે. ટ્રેનથી સફર કરવામાં ફક્ત વ્રુદ્ધ અને દિવ્યાંગને જ ટિકિટમાં છૂટ મળે છે તેમ નથી. પણ આ કેટેગરીમાં બેરોજગાર યુવાઓને પણ શામેલ કરવામાં આવે છે. જી હાં, ભારતીય રેલવે આ લોકોને સસ્તામાં સફર કરાવે છે. બેરોજગાર યુવાઓની ટિકિટ પર 50ખી 100 ટકા સુધી ડિસ્કાઉન્ટ મળશે. આવો આપને જણાવીએ કે ભારતીય રેલવેમાં આ લોકોને કોઇ ઉદ્દેશ્ય હેઠળ તો કોઇ ક્લાસમાં સફર માટે સસ્તામાં સારી ટિકિટ મળી શકશે.
બેરોજગાર યુવાન
-સંવિધિક નિકાસ (સ્ટેચ્યુટોરી બોડી), મ્યુનિસિપલ કોર્પોરેશન, ગવર્નમેન્ટ અંડર ટેકિંગ, યૂનિવર્સિટી કે પબ્લિક સેક્ટર બોડીની નોકરી માટે ઇન્ટરવ્યૂ આપવા માટે જે બેજરોજગાર યુવાઓને રેલવે તરફથી 50 ટકા છૂટ મળે છે. આ છૂટ સેકેન્ડ ક્લાસ અને સ્લીપર ક્લાસમાં સફ કરી શકો છો.
કેન્દ્ર સરાકર રાજ્યની નોકરીઓ માટે ઇન્ટરવ્યુ માટે જઇ રહેલાં બેરોજગાર યુવાઓને સ્લીપર ક્લાસની ટિકિટમાં 50 ટકા અને સેકેન્ડ ક્લાસની ટિકિટમાં 100 ટકાની છૂટ મામલે100 ટકા છૂટ મળે છે.
આ યુવાઓ માટે 50 ટકા સુધી સ્સતી થશે ટિકિટૉ
-નેશનલ યૂથ પ્રોજેકટ્ માટે નેશનલઇંગીટ્રેશ કેમ્પોાં ભાગ લેવા જઇ રહેલાં યુવાઓને સેકેન્ડ અને સ્લીપર ક્લાસની ટિકિટ પર 50 ટકા સુધીની છૂટ મળે છે.
-માનવ ઉત્થાન સેવા સમિનિતનાં નેશનલ ઇન્ટીગ્રેશન કેમ્પમાં ભાગ લેવા જઇ રહેલાં યુવાઓમાં સેકન્ડ અને સ્લીપર ક્લાસની ટિકિટ પર 40 ટકા છૂટ મળે છે.
Published by:Margi Pandya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર