Post Office Scheme:જો કોઇ વ્યક્તિ 25 વર્ષની ઉંમરમાં 7 લાખના સમ એશ્યોર્ડ સાથે 20 વર્ષ માટે આ પોલિસી લે છે. તો આ સ્થિતિમાં દરરોજ 95 રૂપિયા એટલે મહિનાના 2850 રૂપિયાના હપ્તા તરીકે આપવાના રહેશે. 3 મહિનાનો હપ્તો આપવા પર તમારે રૂ. 8850 અને 6 મહિના પર તમારે 17,100 રૂપિયા આપવા પડશે. ત્યાર બાદ મેચ્યોરિટી પર લગભગ 14 લાખ રૂપિયા મળશે.
નવી દિલ્હીઃ પોસ્ટ ઓફિસ પોતાના ગ્રાહકો માટે અનેક આકર્ષક ઓફર્સ (Post Office Schemes) ચલાવે છે. મોટા વર્ગથી માંડીને નાના અને ગરીબ વર્ગ સુધી તમામ માટે પોસ્ટ ઓફિસમાં એવી અનેક યોજનાઓ છે જેમાં સેવિંગ કરીને શાનદાર રીટર્ન (Return) મેળવી શકાય છે. આવી જ એક સ્કીમ વિશે અમે તમને જણાવવા જઇ રહ્યા છીએ. પોસ્ટ ઓફિસની સુમંગલ રૂરલ પોસ્ટલ લાઇફ ઇન્સ્યોરન્સ સ્કીમ (Sumangal Rural Postal Life Insurance Scheme) અંતર્ગત તમે જો દરરોજના 95 રૂપિયા જમા કરો છો, તો તેની મેચ્યોરિટી સમયે તમને 14 લાખ રૂપિયા મળી શકે છે.
ગ્રામીણ વિસ્તારના લોકો માટે બનાવાવમાં આવી છે આ યોજના
આ સ્કિમ ખાસ કરીને ગ્રામીણ વિસ્તારના લોકોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે. આ સ્કિમની સાથે વીમા ધારકને મની બેકનો લાભ પણ મળે છે. મની બેકનો અર્થ છેકે, જેટલા પૈસાનું રોકાણ કર્યુ છે તેટલા જ પૈસા પર મળી જશે. ઇન્શ્યોરન્સ કવર પણ મળે છે.
સુમંગલ રૂરલ પોસ્ટલ લાઇફ ઇન્સ્યોરન્સની સ્કીમ તમારી ફાઇનાન્સિયલ જરૂરિયાતોને પૂર્ણ કરી શકે છે. આ એક એન્ડોમેન્ટ સ્કિમ (endowment scheme) છે. જેને વર્ષ 1995માં શરૂ કરવામાં આવી હતી. આ સ્કિમ અંતર્ગત 6 અલગ-અલગ ઇન્શ્યોરન્સ પ્લાન ઓફર કરવામાં આવે છે. આ સ્કિમ તે લોકો માટે ખૂબ સારી છે, જેને સમય સમય પર પૈસાની જરૂરિયાત પડે છે. આ અંતર્ગત 10 લાખ રૂપિયાનું સમ એશ્યોર્ડ હોય છે. એટલે કે જો પોલિસી ધારકનું અવસાન થાય છે તો તેના પરીવારને 10 લાખ રૂપિયાની સાથે બોનસ રકમ મળે છે.
આ પોલિસી 15 અને 20 વર્ષના સમયગાળા માટે છે. પોલિસી લેવા માટે ઓછામાં ઓછી 19 વર્ષની ઉંમર હોવી જોઇએ.15 વર્ષની પોલિસી અંતર્ગત એશ્યોર્ડ રકમનો 20-20 ટકા ભાગ 6, 9 અને 12 વર્ષ પૂર્ણ થવા પર મની બેક તરીકે મળે છે. બાકી 40 ટકા રકમ બોનસ સાથે મેચ્યોરિટી પર મળશે. આ જ રીતે 20 વર્ષની પોલિસી હેઠળ 8, 12 અને 5 વર્ષ પર 20-20 ટકા રકમ મની બેક તરીકે મળશે. બાકીની 40 ટકા રકમ મેચ્યોરિટી પર બોનસ સાથે મળશે.
આપવા પડશે આટલા હપતા
જો કોઇ વ્યક્તિ 25 વર્ષની ઉંમરમાં 7 લાખના સમ એશ્યોર્ડ સાથે 20 વર્ષ માટે આ પોલિસી લે છે. તો આ સ્થિતિમાં દરરોજ 95 રૂપિયા એટલે મહિનાના 2850 રૂપિયાના હપ્તા તરીકે આપવાના રહેશે. 3 મહિનાનો હપ્તો આપવા પર તમારે રૂ. 8850 અને 6 મહિના પર તમારે 17,100 રૂપિયા આપવા પડશે. ત્યાર બાદ મેચ્યોરિટી પર લગભગ 14 લાખ રૂપિયા મળશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર