Home /News /business /બજેટ 2023: કચરામાંથી બનશે રૂપિયા, સરકાર આ યોજના હેઠળ ખર્ચ કરશે 10,000 કરોડનું ફંડ
બજેટ 2023: કચરામાંથી બનશે રૂપિયા, સરકાર આ યોજના હેઠળ ખર્ચ કરશે 10,000 કરોડનું ફંડ
આ યોજના હેઠળ ખર્ચ કરશે 10,000 કરોડનું ફંડ
બજેટ 2023: નાણામંત્રીએ તેમના ભાષણમાં કહ્યું કે, ગોબર ધન યોજના હેઠશ 10,000 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવશે. તેમણે કહ્યું કે, એક કરોડ ખેડૂતો પાસેથી કુદરતી ખેતી કરાવશે.
નવી દિલ્હીઃ નાણામંત્રીએ તેમના ભાષણમાં કહ્યું કે, ગોબર ધન યોજના હેઠશ 10,000 રૂપિયા ખર્ચ કરવામાં આવશે. તેમણે કહ્યું કે, એક કરોડ ખેડૂતો પાસેથી કુદરતી ખેતી કરાવવામાં આવશે. નાણામંત્રીએ કહ્યું કે, દેશમાં જંતુનાશક માટે 10,000 બાયોઈનપુર સેન્ટર બનશે. સાથે જ બજેટમાં 10 હજાર બાયોઈનપુટ સેન્ટર બનાવવાની પણ યોજના બનાવવાની જાહેરાત કરી છે. નાણામંત્રીએ કહ્યું કે, 5 ટકા કમ્પ્રેસ્ડ બાયોગેસ અનિવાર્ય થશે.
CNBC TV18 HINDIના અહેવાલ મુજબ, ગોબર ધન યોજના શરૂ કરવાની જાહેરાત પહેલી વાર 1 ફેબ્રુઆરી 2018માં થઈ હતી,જેને હવે કેન્દ્ર સરકાર આગળ વધારી રહી છે. GOBAR-ધનને સરકાર દ્વારા એપ્રિલ 2018માં સ્વચ્છ ભારત મિશન હેઠળ બાયોડિગ્રેડેબલ વેસ્ટ મેનેજમેન્ટ ઘટકના એક ભાગના રૂપમાં ગામની સ્વચ્છતા પર સકારાત્મક પ્રભાવ આપવા અને પશુઓ તેમજ કાર્બનિક કચરામાંથી સંપત્તિ અને ઊર્જા ઉત્પન્ન કરવા માટે લોન્ચ કરવામાં આવ્યું હતું.
ગોબરધન ગ્રામીણ ક્ષેત્રોના ગામોને તેમને ઢોર કચરો, કૃષિ કચરો અને જૈવિક કચરાનું સુરક્ષિત રીતે વ્યવસ્થાપન કરવામાં મદદ કરે છે. તે ગામોને તેમના કચરાને સંપત્તિમાં બદલવા, પર્યાવરણ સ્વચ્છતામાં સુધારો કરવા અને વેક્ટરજન્ય રોગો પર કાબૂ મેળવવામાં મદદ કરે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર