Home /News /business /

Uma Exports IPO: બજારમાં ઉતાર-ચઢાણ વચ્ચે ઉમા એક્સપોર્ટ્સનો IPO ખુલ્યો, જાણો રોકાણ કરવું જોઈએ કે નહીં?

Uma Exports IPO: બજારમાં ઉતાર-ચઢાણ વચ્ચે ઉમા એક્સપોર્ટ્સનો IPO ખુલ્યો, જાણો રોકાણ કરવું જોઈએ કે નહીં?

ઉમા એક્સપોર્ટ્સ આઈપીઓ.

Uma Exports IPO: આ સેગમેન્ટમાં હરિફાઇ વધવા છતાં કંપનીએ પોતાની ઓળખ બનાવી છે. કંપનીને પોતાના ગ્રાહકો પાસેથી રિપીટ ઓર્ડર મળે છે. કંપનીના ગ્રાહકો દુનિયાભરમાં ફેલાયેલા છે. કંપની હાલ ઓસ્ટ્રેલિયામાં એક પ્રોક્યોરમેન્ટ ઑફિસ ખોલવાની તૈયારીમાં છે.

વધુ જુઓ ...
  મુંબઇ. Uma Exports IPO: ઉમા એક્સપોર્ટ્સનો આઈપીઓ (Uma Exports IPO open date) આજે એટલે કે 28 માર્ચના રોજ ખુલ્યો છે. આ માટે કંપનીએ 65-68 રૂપિયા પ્રાઇસ બેન્ડ (Uma Exports IPO price band) નક્કી કરી છે. શેર બજારમાં ઉતાર-ચઢાવ વચ્ચે આ આઈપીઓ (Initial public offering) ખુલ્યો હોવાથી રોકાણકારો પણ દ્વિધામાં છે. ઉમા એક્સપોર્ટ્સનો આઈપીઓ 30મી માર્ચના રોજ બંધ થશે. આ ઇશ્યૂ 60 કરોડ રૂપિયાનો છે. કંપની આઈપીઓ મારફતે મળનારી રકમનો ઉપયોગ દૈનિક કામકાજની જરૂરિયાતને પૂર્ણ કરવા માટે કરશે.

  રોકાણકારોએ શું કરવું?


  કંપનીએ એક એવી બિઝનેસ રણનીતિ તૈયાર કરી છે જે અંતર્ગત તે માંગ પ્રમાણે એક કોમોડિટીથી બીજી કોમિડીટીમાં એક્સપોર્ટ-ઇમ્પોર્ટ કરી શકે છે. કંપનીના મેનેજમેન્ટ આ પોલિસી એટલા માટે તૈયાર કરી છે જેનાથી વર્ષમાં કંપની પાસે હંમેશા કોઈને કોઈ કોમોડિટીમાં ઇમ્પોર્ટ-એક્સપોર્ટનું કામ રહે.

  વિદેશમાં પોતાનું કામ મજબૂત બનાવવા માટે કંપનીએ U.E.L. International FZE ની 100% શેરહૉલ્ડિંગ ખરીદી છે. આ કંપની ખાંડ, મસાલા અને ટેક્સટાઇલમાં ડીલ કરે છે.

  આ સેગમેન્ટમાં હરિફાઇ વધવા છતાં કંપનીએ પોતાની ઓળખ બનાવી છે. કંપનીને પોતાના ગ્રાહકો પાસેથી રિપીટ ઓર્ડર મળે છે. કંપનીના ગ્રાહકો દુનિયાભરમાં ફેલાયેલા છે. કંપની હાલ ઓસ્ટ્રેલિયામાં એક પ્રોક્યોરમેન્ટ ઑફિસ ખોલવાની તૈયારીમાં છે.

  જો કંપનીની બેલેન્સ શીટ જોઈએ તો છેલ્લા ત્રણ વર્ષથી કંપનીનો દેખાવ સારો છે. આ દરમિયાન કંપનીની આવક અને નફો બંનેમાં વધારો થયો છે. આ સંપૂર્ણ રીતે ફ્રેશ ઇશ્યૂ છે. ઇશ્યૂ ખૂબ આકર્ષક નજરે પડી રહ્યો છે. લાંબાગાળાને ધ્યાનમાં રાખીને આ આઈપીઓમાં રોકાણ કરી શકાય છે.

  કંપની કેટલું ભંડોળ એકઠું કરશે?


  ઉમા એક્સપોર્ટ્સ આઈપીઓ મારફતે 60 કરોડ રૂપિયા એકઠા કરશે. જેમાંથી 50 કરોડ રૂપિયાનો ઉપયોગ કંપની પોતાની દૈનિક જરૂરિયાતને પૂર્ણ કરવામાં કરશે. ઉમા એક્સપોર્ટ્સ લાલ મરચા, હળદર, જીરૂ, ધાણા જેવા મસાલા, ચોખા, ઘઉં, મકાઈ, જુવાર જેવા અનાજ, દાળ, ખાંડ, ચા અને સોયાબીન મીલ તેમજ રાઇસ બ્રેન ડી ઓઇલ્ડ કેક જેવા પશુચારાનું ટ્રેડિંગ અને માર્કેટિંગ કરે છે.

  કંપની કેનેડા, ઓસ્ટ્રેલિયા અને મ્યાનમારમાં મુખ્ય રીતે દાળ, ફેબા બીન્સ, કાળા અળદની દાળ અને તુવેરદાળની નિકાસ કરે છે. જ્યારે શ્રીલંકા, સંયુક્ત આરબ અમીરાત અને અફઘાનિસ્તાનને ખાંડ અને બાંગ્લાદેશમાં મકાઈની નિકાસ કરે છે.

  કંપનીની બેલેન્સ શીટ


  નાણાકીય વર્ષ 2021માં ઉમા એક્સપોર્ટ્સની કુલ આવક 752.03 કરોડ રૂપિયા રહી હતી. જે એક વર્ષ પહેલા 810.31 કરોડ રૂપિયા હતી. કંપનીનો નેટ પ્રોફિટ નાણાકીય વર્ષ 2021માં 12.18 કરોડ રૂપિયા હતો, જે ગત વર્ષ 8.33 કરોડ રૂપિયા હતો. કંપનીનો ઑપરેટિંગ નફો 21.25 કરોડ રૂપિયા હતો, જે ગત વર્ષ 19.75 કરોડ રૂપિયા હતો.

  આ પણ વાંચો: બેંક હરાજીમાં પ્રોપર્ટી ખરીદવી જોઈએ કે નહીં? કઈ કઈ વાતોનું રાખવું જોઈએ ધ્યાન?

  કોના માટે કેટલો હિસ્સો અનામત?


  ઉમા એક્સપોર્ટ્સના આઈપીઓનો 50 ટકા હિસ્સો ક્વૉલિફાઇડ ઇન્સ્ટિટ્યૂશનલ બાયર્સ (QIB) માટે, 35 ટકા હિસ્સો રિટેલ રોકાણકારો માટે અને 15 ટકા હિસ્સો નૉન-ઇન્સ્ટિટ્યૂશનલ ઇન્વેસ્ટર્સ (NII) માટે અનામત રાખવામાં આવ્યો છે.

  મહત્ત્વની તારીખો


  આઈપીઓનું લિસ્ટિંગ સાતમી એપ્રિલના રોજ થવાની સંભાવના છે. શેરની ફાળવણી ચોથી એપ્રિલના રોજ થશે. જેમને શેર નથી મળ્યા તેમને પાંચમી તારીખથી રિફંડ મળવાની શરૂઆત થશે.

  આ પણ વાંચો: આજે (28 માર્ચ) આ 20 શેરમાં કરો મોટી કમાણી

  કેટલું રોકાણ કરવું પડશે?


  ઉમા એક્સપોર્ટ્સના આઈપીઓમાં રિટેલ રોકાણકારો 220 શેરના ઓછામાં ઓછા એક લોટ માટે અરજી કરી શકશે. જે પ્રમાણે 14,960 રૂપિયાનું રોકાણ કરવું પડશે. વધુમાં વધુ 13 લોટ માટે બીડ કરી શકાશે. જે માટે 1,94,480 રૂપિયાનું રોકાણ કરવું પડશે. હાલ કંપનીમાં પ્રમોટર્સનો હિસ્સો 98.13% છે.
  Published by:Vinod Zankhaliya
  First published:

  Tags: Investment, IPO, Share market, Stock market

  આગામી સમાચાર