Home /News /business /

Uma Exports IPO Listing: પ્રથમ બોલે જ છગ્ગો! ઉમા એક્સપોર્ટ્સના શેરે લિસ્ટિંગ સાથે જ લગાવી અપર સર્કિટ

Uma Exports IPO Listing: પ્રથમ બોલે જ છગ્ગો! ઉમા એક્સપોર્ટ્સના શેરે લિસ્ટિંગ સાથે જ લગાવી અપર સર્કિટ

ઉમા એક્સપોર્ટ્સ આઈપીઓ

Uma Exports IPO Listing: ઉમા એક્સપોર્ટ્સના શેરનું 18 ટકા પ્રીમિયમ પર શેર બજારમાં લિસ્ટિંગ થયું. મોટાભાગના બ્રોકરેજ હાઉસે આ ઇશ્યૂને ન ભરવાની સલાહ આપી હતી.

    મુંબઇ. Uma Exports IPO Listing: એગ્રીકલ્ચર પ્રોડક્ટ્સ અને કોમોડિટીઝનો બિઝનેસ કરતી કંપની ઉમા એક્સપોર્ટ્સનો શેર આઈપીઓ (Uma Exports IPO)ની પ્રાઇસ બેન્ડથી 17.65 ટકા ઉપર 80 રૂપિયા પર લિસ્ટ થયો હતો. કંપનીની અપર પ્રાઇસ બેન્ડ (Price Band) 80 રૂપિયા હતી. આ સાથે જ ઉમા એક્સપોર્ટ્સની માર્કેટ કેપ (Market Cap) વધીને 276.56 કરોડ રૂપિયા થઈ ગઈ છે. એનએસઈ (NSE) પર શેર ઇશ્યૂ કિંમતની સરખામણીમાં11.76 ટકા વધીને 76 રૂપિયા પર લિસ્ટ થયો હતો.

    અપર સર્કિટ


    શરૂઆતના ટ્રેડિંગ બાદ ઉમા એક્સપોર્ટ્સના શેરમાં વધારે તેજી આવી હતી. જે બાદમાં NSE પર શેર 79.80 રૂપિયા પર પહોંચી ગયો હતો. આ લેવલ પર આ શેરની ખીરીદી માટે લોકોની લાઇનો લાગી હતી. BSE પર શેર 22 ટકા વધીને 83 રૂપિયા પર ટ્રેડ કરી રહ્યો હતો. BSE પર શેરની અપર સર્કિટ 84 રૂપિયા છે.

    ઉમા એક્સપોર્ટ્સ આઈપીઓ


    ઉમા એક્સપોર્ટ્સ પબ્લિક ઇશ્યૂ મારફતે 60 કરોડ રૂપિયા એકઠા કરવામાં સફળ રહી છે. ઉમા એક્સપોર્ટ્સનો આઈપીઓ 28થી 30 માર્ચ, 2022 વચ્ચે ખુલ્યો હતો. આઈપીઓ 7.67 ગણો ભરાયો હતો. ઇશ્યૂને રોકાણકારો તરફથી સારી પ્રતિક્રિયા મળી હતી. રિટેલ હિસ્સો 10.1 ટકા ભરાયો હતો, જ્યારે ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યૂશનલ બાયર્સ (QIB) અને નૉન ઇન્સ્ટિટ્યૂશનલ બાયર્સનો હિસ્સો ક્રમશ: 2.81 અને 2.22 ગણો ભરાયો હતો. કંપનીએ આઈપીઓ માટે પ્રાઇસ બેન્ડ 65-68 રૂપિયા રાખી હતી.

    બ્રોકરેજ હાઉસનો અભિપ્રાય


    તમામ બ્રોકરેજ હાઉસોએ મોંઘા વેલ્યૂએશન અને ઊંચું દેવું અને ઓછા માર્જિનને પગલે આ ઇશ્યૂથી દૂર રહેવની સલાહ આપી હતી. મારવાડી ફાઇનાન્સિયલ સર્વિસિસે ઇશ્યૂ માટે 'અવોઇડ' રેટિંગ આપતા કહ્યુ હતુ કે, કંપની ખૂબ ઓછા માર્જિન સાથે ખૂબ સ્પર્ધાભરી સ્થિતિમાં કામ કરે છે. કંપની ઇન્વેસ્ટર્સ માટે વધારે વેલ્યૂ નથી રજૂ કરી રહી.

    આ પણ વાંચો: રાકેશ ઝુનઝુનવાલાએ હિસ્સો વધારતા આ શેરમાં આવી તેજી

    હેમ સિક્યોરિટીઝ તરફથી એક નોટમાં કહેવામાં આવ્યું હતું કે, કંપની ઉપર ઘણું દેવું છે. જોકે, કંપનીના માર્જિન અને શેરહોલ્ડર્સના ફંડ પર રિટર્ન જેવા રેશિયા પ્રતિસ્પર્ધી કંપનીઓની સરખામણીમાં સારા છે. બિઝનેસ પ્રોફાઇલ અને દેવાની સ્થિતિ જોતા અમે આ ઇશ્યૂને 'અવોઇડ' કરવાની સલાહ આપીએ છીએ.

    કંપનીનો બિઝનેસ


    ઉમા એક્સપોર્ટ્સ લાલ મરચા, હળદર, જીરૂ, ધાણા જેવા મસાલા, ચોખા, ઘઉં, મકાઈ, જુવાર જેવા અનાજ, દાળ, ખાંડ, ચા અને સોયાબીન મીલ તેમજ રાઇસ બ્રેન ડી ઓઇલ્ડ કેક જેવા પશુચારાનું ટ્રેડિંગ અને માર્કેટિંગ કરે છે. કંપની કેનેડા, ઓસ્ટ્રેલિયા અને મ્યાનમારમાં મુખ્ય રીતે દાળ, ફેબા બીન્સ, કાળા અળદની દાળ અને તુવેરદાળની નિકાસ કરે છે. જ્યારે શ્રીલંકા, સંયુક્ત આરબ અમીરાત અને અફઘાનિસ્તાનને ખાંડ અને બાંગ્લાદેશમાં મકાઈની નિકાસ કરે છે.

    આ પણ વાંચો: પીપીએફ એકાઉન્ટનો આ ફાયદો તમે નહીં જ જાણતા હોવ, ફટાફટ વધશે પૈસા

    કંપનીની બેલેન્સ શીટ


    નાણાકીય વર્ષ 2021માં ઉમા એક્સપોર્ટ્સની કુલ આવક 752.03 કરોડ રૂપિયા રહી હતી. જે એક વર્ષ પહેલા 810.31 કરોડ રૂપિયા હતી. કંપનીનો નેટ પ્રોફિટ નાણાકીય વર્ષ 2021માં 12.18 કરોડ રૂપિયા હતો, જે ગત વર્ષ 8.33 કરોડ રૂપિયા હતો. કંપનીનો ઑપરેટિંગ નફો 21.25 કરોડ રૂપિયા હતો, જે ગત વર્ષ 19.75 કરોડ રૂપિયા હતો.

    કોના માટે કેટલો હિસ્સો અનામત હતો?


    ઉમા એક્સપોર્ટ્સના આઈપીઓનો 50 ટકા હિસ્સો ક્વૉલિફાઇડ ઇન્સ્ટિટ્યૂશનલ બાયર્સ (QIB) માટે, 35 ટકા હિસ્સો રિટેલ રોકાણકારો માટે અને 15 ટકા હિસ્સો નૉન-ઇન્સ્ટિટ્યૂશનલ ઇન્વેસ્ટર્સ (NII) માટે અનામત રાખવામાં આવ્યો હતો.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: BSE, IPO, NSE, Share market, Stock market

    આગામી સમાચાર