બ્રિટને પંજાબ નેશનલ બેન્ક સાથે કરોડો રૂપિયાનું કૌભાંડ આચરનાર નિરવ મોદી સાથે સંકળાયેલી માહિતી CBIને આપી હોવાના સમાચાર મળી રહ્યા છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે સીબીઆઈએ ઇન્ટરપોલ પાસે નિરવ મોદી, નિશાલ મોદી અને તેમના અન્ય સાથીઓ વિરૂદ્ધ રેડ કોર્નર નોટિસ રજૂ કરવાની અપીલ કરી છે. સમાચાર એજન્સી એએનઆઈ પ્રમાણે આ લિસ્ટમાં નિરવ મોદી , વિજય માલ્યા જેવા ભારતથી ફરાર વ્યક્તિઓના નામનો સમાવેશ થાયો છે.
ઉલ્લેખનીય છેકે, 13,400 કરોડ રૂપિયા પીએનબી બેન્ક ફ્રોડમાં આરોપી નિરવ મોદી લંડન ગયો છે. ફાઇનાન્સિયલ ટાઇમ્સમાં રવિવારે છપાયેલા એક રિપોર્ટ પ્રમાણે નિરવ મોદીએ ત્યાં રાજકીય શરણની માંગ કરી છે. જોકે, બ્રિટનના ગ્રૃહ વિભાગે આ અંગે કોઇપણ જાણકારી આપવા માટે ઇન્કાર કરી દીધો છે.
UK has shared certain details of movement of fugitives, including #NiravModi, with CBI: CBI Sources
ભારતમાં બીજી સૌથી મોટી સરકારી બેન્ક પંજાબ નેશનલ બેન્કે નિરવ મોદી અને તેના મામા મેહુલ ચોક્સી ઉપર 13,400 કરોડ રૂપિયાની છેતરપિંડીનો આરોપ લગાવ્યો છે. ભારતના વિદેશ મંત્રાલયના જણાવ્યા પ્રમાણે પ્રત્યાર્પણના બદલે લો ઇ્ફોર્સમેન્ટ એજન્સીઓ થકી નિરવ મોદી સુધી પહોંચાનો અમારો પ્રયત્ન છે.
EDએ નિરવ મોદીની કરોડો રૂપિયાની 9 કાર કરી જપ્ત
ઉલ્લેખનીય છેકે, ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા નિરવ મોદીની સંપત્તીને ટાંચમાં લેવાની પ્રક્રિયા શરૂ થઇ ગઇ છે. આ માટે તેમણે નિરવ મોદીની કરોડો રૂપિયાની નવ કાર જપ્ત કરી લીધી છે. આ નવ કારમાં એક રોલ્સ રોય્સ ઘોષ્ટ છે. જેની અંદાજીત કિમત છ કરોડ રૂપિયાથી વધુ છે. બે મર્સિડિઝ બેન્ઝ મોડલ્સ GL350 CDI છે. જેની કિંમત 1 કરોડ રૂપિયાની આસપાસ છે. બે મર્સિડિઝ બેન્ઝ મોડલ્સ GL350 CDI છે. જેની કિંમત 1 કરોડ રૂપિયાની આસપાસ છે. એક પોર્શ કાર છે. આ ગાડીની અંદાજીત કિંમત બે કરોડ રૂપિયા છે. જ્યારે તેની પાસે 3 હોન્ડાની કાર છે. આ એક કારની કિંમત 25 લાખ રૂપિયાની આસપાસ છે. નીરવ મોદી પાસે અન્ય એક ટોયોટા ફોર્ચ્યૂનર કાર છે. જેની અંદાજીત કિંમત 32 લાખ રૂપિયા છે. જ્યારે તેની પાસે એક ટોયોટા ઇનોવા કાર પણ છે જેની કિંમત 15-20 લાખ રૂપિયા છે. આ ઉપરાંત ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા નીરવ મોદીનાં 7.80 કરોડ રૂપિયાનાં શેર્સ અને મેહુલ ચોક્સી ગ્રુપનાં 86.72 કરોડ રૂપિયાનાં શેર્સ જપ્ત કરવામાં આવ્યા છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર