UIDAIના કરોડો યૂઝર્સને ઝટકો, આધાર સાથે જોડાયેલી 2 સેવાઓ કરાઈ બંધ, જાણો કેમ

જેની અસર તમામ આધાર કાર્ડ ધારકો ઉપર જોવા મળશે

જેની અસર તમામ આધાર કાર્ડ ધારકો ઉપર જોવા મળશે

  • Share this:
નવી દિલ્હી : જો તમે તમારા આધાર કાર્ડમાં અપડેટ કરાવવા ઇચ્છતા હોવ તો તમારી માટે મોટા સમાચાર છે. UIDAI દ્વારા આધાર સાથે જોડાયેલી બે ખાસ સર્વિસ બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. જેની અસર તમામ આધાર કાર્ડ ધારકો ઉપર જોવા મળશે. UIDAI આધાર કાર્ડ આપનાર સંગઠન છે. જે આધાર સાથે જોડાયેલી સેવાઓને સમયાંતરે શરૂ કરે છે. પરંતુ આ વખતે બે ખાસ સેવાઓને અનિશ્ચિતકાળ સુધી બંધ કરવાનો નિર્ણય લેવાયો છે.

UIDAI દ્વારા Address Validation Letterના માધ્યમથી આધાર કાર્ડમાં સરનામું અપડેટ કરવાની સુવિધા અનિશ્ચિતકાળ સુધી બંધ કરી દેવાઈ છે. આ ઉપરાંત જૂની સ્ટાઈલમાં Aadhaar Card Reprint સેવાને પણ બંધ કરી દેવામાં આવી છે.

1. Address Validation Letter: આ સુવિધાના માધ્યમથી ભાડુઆત અથવા અન્ય આધાર કાર્ડ હોલ્ડર પોતાના સરનામાને સરળતાથી અપડેટ કરાવી શકતા હતા. પરંતુ હવે Address Validation Letter સુવિધાને બંધ કરી દેવામાં આવી છે. UIDAIએ વેબસાઈટ પરથી Address Validation Letter સાથે જોડાયેલો વિકલ્પ પણ હટાવી દીધો છે.

આ પણ વાંચો - Modi Cabinet Expansion: હર્ષવર્ધન, નિશંક, ગંગવાર સહિત 11 કેન્દ્રીય મંત્રીઓની મોદી કેબિનેટમાંથી છુટ્ટી

UIDAIએ આ મામલે મીડિયાને જણાવ્યું છે કે, તમે હવે અપડેટ કરવા માટે અન્ય કોઈ વિકલ્પનો ઉપયોગ કરી શકો છો. અન્ય વેલીડ એડ્રેસ માટેની યાદી (https://uidai.gov.in/images/commdoc/valid_documents_list.pdf)માંથી કોઈ એડ્રેસ ગ્રુપના માધ્યમથી તમે આધારમાં એડ્રેસ અપડેટ કરી શકો છો.

આ બાબતની લોકો પર શું અસર થશે?

મકાન ભાડે રાખીને રહેતા લોકો પર આ નિર્ણયની અસર થશે. આવા લોકોને આધાર કાર્ડ એડ્રેસ અપડેટ કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. આ ઉપરાંત જે લોકો પાસે એડ્રેસમાં અપડેટ કરવા માટે કોઈ ડોક્યુમેન્ટ નથી, તેમને પણ તકલીફ પડી શકે.

2. Aadhaar Card Reprint સાથે જોડાયેલી સેવા પણ બંધ

જૂની પદ્ધતિની Aadhaar Card Reprint સેવાને પણ બંધ કરી દેવામાં આવી છે. અગાઉ મોટા આધાર કાર્ડ આપવામાં આવતા હતા. આ સાથે જ તેમને રિપ્રિન્ટ કરવાની સુવિધા પણ મળતી હતી. પરંતુ હવે તેના સ્થાને પ્લાસ્ટિકના PVC કાર્ડ આપવામાં આવે છે. આ કાર્ડ ડેબિટ કાર્ડ જેવા હોય છે. તેને સરળતાથી વોલેટ કે પોકેટમાં રાખી શકાય છે. આ કારણે જ યુઆઈડીએઆઈ દ્વારા જૂની સ્ટાઈલના કાર્ડ બંધ કરી દેવાયા છે

ટ્વિટર પર યૂઝરના સવાલના જવાબમાં Aadhaar Help Centreએ ટ્વિટ કરીને જાણકારી આપી હતી કે, પ્રિય રેજીડેન્ટ, Order Aadhaar Reprint સર્વિસને Discontinue કરી દેવાઈ છે. આ ઉપરાંત તને Aadhaar PVC Cardને Online મંગાવી શકો છો. તમે E- ADHARની પ્રિન્ટ લઈને પણ પેપર ફોર્મેટમાં રાખી શકો છો.
First published: