Home /News /business /

Rule For Aadhaar & PAN: કાર્ડધારકના મોત બાદ આધાર નંબર અને PAN કાર્ડનું શું થાય?

Rule For Aadhaar & PAN: કાર્ડધારકના મોત બાદ આધાર નંબર અને PAN કાર્ડનું શું થાય?

પાન કાર્ડ- અધાર કાર્ડ

Rule For Aadhaar & PAN: એ પણ નોંધવું રહ્યું કે મૃત્યુંના કેસમાં જે તે વ્યક્તિના અગત્યના દસ્તાવેજો કે પ્રમાણપત્રોનો દુરુપયોગ ન થાય તે જોવાની જવાબદારી તેના પરિવારના લોકોની છે.

    મુંબઈ. Rule For Aadhaar & PAN: આજના જમાનામાં આધાર કાર્ડ (Aadhaar Card)નું મહત્ત્વ ખૂબ વધી ગયું છે. તમારે નવું બેંક ખાતું (Open bank account) ખોલાવવું હોય કે પછી સરકાર તરફથી જાહેર કરવામાં આવેલા વિવિધ યોજનાઓનો લાભ લેવો હોય તો તે માટે આધાર નંબર ખૂબ જરૂરી છે. જોકે, મૃત્યુના પ્રમાણપત્ર (Death certificate) કે તેની નોંધણીમાં આધાર કાર્ડની જરૂરિયાત રહેતી નથી. પરંતુ શું તમે જાણો છો કે કોઈ વ્યક્તિના મૃત્યુ બાદ તેના આધાર કાર્ડ અને પાન કાર્ડનું શું થાય છે? આ અંગે લોકોના મગજમાં અનેક સવાલ ઉપસ્થિત થતા હોય છે. આ લેખ દ્વારા અમે આ સવાલોનો જવાબ આપવાનો પ્રયાસ કર્યો છે. અહીં એ પણ નોંધવું રહ્યું કે મૃત્યુંના કેસમાં જે તે વ્યક્તિના અગત્યના દસ્તાવેજો કે પ્રમાણપત્રોનો દુરુપયોગ ન થાય તે જોવાની જવાબદારી તેના પરિવારના લોકોની છે.

    મોતના કેસમાં આધારકાર્ડ ધારકના આધાર કાર્ડનું શું થાય?

    ભારતમાં કોઈ વ્યક્તિના મોત બાદ તેનો આધાર નંબર કે આધાર કાર્ડ અસક્રિય થતા નથી. એટલે કે તે સક્રિય જ રહે છે. હાલ એવી કોઈ વ્યવસ્થા ન હોવાથી આધાર કાર્ડ સક્રિય જ રહે છે. હાલમાં એવી કોઈ સિસ્ટમ નથી જેના દ્વારા મૃત્યુના કેસમાં જે તે વ્યક્તિનું આધાર કાર્ડ નિષ્ક્રિય કરી શકાય.

    જન્મ અને મોતના પ્રમાણપત્રમાં જન્મ કે પછી મોતની યાદી રાખવામાં આવે છે. જોકે, આધાર કાર્ડના કેસમાં આવી કોઈ વ્યવસ્થા નથી. એટલે કે કોઈનું મૃત્યુ થાય તે તેનું આધાર કાર્ડ એક્ટિવ જ રહે છે.

    મૃત્યુના પ્રમાણપત્રને આધાર સાથે લિંક કરવું

    જોકે, આ અંગે એક વ્યવસ્થા ઊભી કરવામાં આવી શકે છે. જેમાં જે તે ઑથોરિટી વ્યક્તિના મોતના કેસમાં UIDAIને એવા આધાર નંબરોની વિગતો આપશે જેના ધારકોનું મૃત્યું થઈ ગયું હોય. આવા કેસમાં આધાર ઑથોરિટી આવા કાર્ડ કે નંબરને ડિએક્ટિવેટ કરશે. આધાર કાર્ડને મૃત્યુના પ્રમાણપત્ર સાથે લિંક કરવાની વ્યવસ્થા ઊભી થાય બાદ તેનો દૂરુપયોગ પણ અટકાવી શકાશે. હાલ આ મામલે કોઈ વ્યવસ્થા ન હોવાથી જેમનું મૃત્યું થયું હોય તેમના પરિવારની એ જવાબદારી બને છે કે મૃતકના આધાર કાર્ડનો દુરુપયોગ ન થાય.

    આ પણ વાંચો: મૃત્યુ બાદ તમારા ગૂગલ ડેટાનું શું થાય છે? શું થર્ડ પાર્ટીને આ ડેટા આપી શકાય? જાણો તમામ સવાલના જવાબ

    પાન કાર્ડ

    કોઈના મૃત્યુના કેસમાં PAN કાર્ડ ઑથોરિટીને પાન કાર્ડ સરેન્ડર માટે અરજી કરી શકાય છે. મૃત્યુના પ્રમાણપત્ર સાથે પાન કાર્ડ નંબર અને જન્મ તારીખની વિગત રજૂ કરીને પાન કાર્ડને નિષ્ક્રિય કરવા માટે અરજી આપી શકાય છે. ઇન્કમટેક્સની વેબસાઈટ પર જઈને તમને એવી માહિતી મળી શકે છે કે તમારે કઈ AO ખાતે આ વિગત જમા કરાવવી જોઈએ. જોકે, આ પ્રોસેસ ફરજિયાત નથી.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Aadhaar card, PAN, મોત

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन