UIDAIએ જાહેર કર્યો જરૂરી નંબર, ફટાફટ ફોનમાં કરી લો સેવ, દૂર થશે તમામ પરેશાની

UIDAIએ જાહેર કર્યો જરૂરી નંબર, ફટાફટ ફોનમાં કરી લો સેવ, દૂર થશે તમામ પરેશાની
Aadhaar Card: હવે આધાર કાર્ડ સાથે જોડાયેલી સમસ્યાઓ એક ફોન કોલથી દૂર થઈ જશે, આ સુવિધા ગુજરાતી સહિત 12 ભાષામાં ઉપલબ્ધ છે

Aadhaar Card: હવે આધાર કાર્ડ સાથે જોડાયેલી સમસ્યાઓ એક ફોન કોલથી દૂર થઈ જશે, આ સુવિધા ગુજરાતી સહિત 12 ભાષામાં ઉપલબ્ધ છે

  • Share this:
    નવી દિલ્હી. જો આપને પણ આધાર કાર્ડ (Aadhaar Card) સાથે જોડાયેલી કોઈ સમસ્યા છે તો હવે તમે તેને ચપટી વગાડતાં જ એક ફોન કોલના માધ્યમથી ઉકેલી શકો છો. UIDAIએ ટ્વીટ કરીને આ વિશે જાણકારી આપી છે. આ હેલ્પલાઇન નંબર 1947 છે. આ હેલ્પલાઇન નંબર (UIDAI Helpline Number)ને યાદ રાખવો પણ ખૂબ સરળ છે, કારણ કે આ એ વર્ષ છે જ્યારે દેશ આઝાદ થયો હતો. આ 1947 નંબર, ટોલ ફ્રી (Toll Free) છે જે આખું વર્ષ આઇવીઆરએસ મોડ પર ચોવીસ કલાક ઉપલબ્ધ રહે છે.

    આ હેલ્પલાઇન નંબર લોકોને આધાર રજિસ્ટ્રેશન કેન્રોને, રજિસ્ટ્રેશન કરાવ્યા બાદ આધાર નંબરની સ્થિતિ અને અન્ય આધાર સંબંધી જાણકારીઓ પૂરી પાડે છે. આ ઉપરાંત જો કોઈનું આધાર કાર્ડ ખોવાઈ ગયું છે કે પછી પોસ્ટથી હજુ પ્રાપ્ત નથી થયું તો આ સુવિધાની મદદથી જાણકારી પ્રાપ્ત કરી શકાશે.



    આ પણ વાંચો, અહીં માત્ર 50 રૂપિયા જમા કરાવીને તમે કમાઈ શકો છો 50 લાખ, જાણો શું છે સ્કીમ?

    UIDAIએ કર્યું ટ્વીટ

    UIDAIએ ટ્વીટ કરીને આ વિશે જાણકારી આપી છે. UIDAIએ જણાવ્યું કે આધાર હેલ્પલાઇન સપ્તાહના સાતેય દિવસ, ચોવીસ કલાક ઉપલબ્ધ છે. 1947 નંબર પર ફોન કરવા પર આ સુવિધા આઇવીઆરએસ દ્વારા 24X7 ઉપલબ્ધ કરવામાં આવી શકે છે. એજન્ટ સાથે વાત કરવા માટે સોમવારથી શનિવાર સવારે 7 વાગ્યાથી રાત્રે 11 વાગ્યા સુધી અને રવિવાર સવારે 8 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી, રાષ્ટ્રીય રજાઓને બાદ કરતાં.

    આ પણ વાંચો, Fact Check: શું નાસ લેવાથી ખરેખર મરી જાય છે કોરોના વાયરસ? જાણો આ દાવાની હકીકત

    12 ભાષામાં મળશે સુવિધા

    આધાર સાથે જોડાયેલી તમામ સમસ્યાનું સમાધાન કરવા માટે UIDAIએ 1947 હેલ્પલાઇન નંબર જાહેર કર્યો છે. તેની પર ફોન તમે પોતાની સમસ્યાઓનો ઉકેલ લાવવા માટે કરી શકો છો. આધારની આ સર્વિસ 12 ભાષામાં ઉપલબ્ધ છે. આ 12 ભાષામાં હિન્દી, અંગ્રેજી, તેલુગુ, કન્નડ, તમિલ, મલયાલમ, પંજાબી, ગુજરાતી, મરાઠી, ઉડિયા, બંગાળી, આસામી અને ઉર્દૂ સામેલ છે.
    Published by:Mrunal Bhojak
    First published:May 03, 2021, 07:05 am

    ટૉપ ન્યૂઝ