ભારતમાં નહીં વધે પેટ્રોલ-ડીઝલના ભાવ, UAEએ આપી ખાતરી

News18 Gujarati
Updated: June 25, 2019, 8:17 AM IST
ભારતમાં નહીં વધે પેટ્રોલ-ડીઝલના ભાવ, UAEએ આપી ખાતરી
યૂએઈએ ભારતને ખાતરી આપી કે તે ક્રૂડ ઓઇલને ઘટને પૂરી કરશે

યૂએઈએ ભારતને ખાતરી આપી કે તે ક્રૂડ ઓઇલને ઘટને પૂરી કરશે

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી : સંયુક્ત અરબ અમીરાતે (યૂએઈ) ખાતરી આપી છે કે ઈરાન પર અમેરિકા તરફથી પ્રતિબંધ લગાવ્યા બાદ હવે ભારત માટે ક્રૂડ ઓઇલ સપ્લાયમાં આવેલી કોઈપણ ઘટને પૂરી કરશે. ભારતમાં યૂએઈના રાજદૂત અહમદ અલ બન્નાએ સોમવારે આ જાણકારી આપી.

બન્નાએ કહ્યું કે, યૂએઈએ ખાતરી આપી છે કે તે (ઈરાન પર અમેરિકાનો પ્રતિબંધ) સ્થિતિના કારણે ક્રૂડ ઓઇલની થનારી કોઈ પણ પ્રકારની ઘટને પૂરી કરશે. આવું ભૂતકાળમાં પણ કરવામાં આવી ચૂક્યું છે અને અમે ભારત સરકારને ફરીથી આ વાતને લઈ ખાતરી આપીએ છીએ.

અમેરિકા દ્વારા આપવામાં આવેલી છૂટ પૂરી થતાં ભારતે આ વર્ષે મે મહિનામાં ઈરાન પાસેથી ક્રૂડ ઓઇલ આયાત રોકી દીધી હતી.

આ પણ વાંચો, ઈરાન વિરુદ્ધ ટ્રમ્પ થયા વધુ આકરા, લગાવ્યા વધુ કડક પ્રતિબંધ

અલ બન્નાએ વધુમાં કહ્યું કે, ભારત અને યૂએઈ બંને દેશોની વચ્ચે ફ્લાઇટ્સની સંખ્યામાં વૃદ્ધિને લઈને આગામી મહિનામાં બેઠક કરશે. દુબઈ ચેમ્બર ઓફ કોમર્સ તરફથી આયોજિત કાર્યક્રમ દરમિયાન રાજદૂતે આ વાત જણાવી હતી.
First published: June 25, 2019, 8:15 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading