UAE જનારા ભારતીયો માટે મોટા સમાચાર, VISA ના નિયમો બદલાયા
UAE જનારા ભારતીયો માટે મોટા સમાચાર, VISA ના નિયમો બદલાયા
યુએઈ વીઝા નવા નિયમ
યુએઈએ વીઝા (UAE Visa) નિયમો સરળ બનાવ્યા, બિઝનેસમેન, નોકરીયાત, કલા, ટેલેન્ટેડ તથા સ્ટાર્ટઅપ માટે યુેઈ જવા માંગતા લોકોને સરળ રીતે વીઝા પ્રાપ્ત થશે, આ સિવાય પણ અનેક નિયમોમાં કર્યા ફેરફાર.
દુબઈ. સંયુક્ત આરબ અમીરાત (united arab emirates visa) માં કામ કરવાનું અને રહેવાનું સપનું જોનારા ભારતીયો માટે એક મોટા સમાચાર છે. વિઝા સુધારાની દિશામાં સૌથી મોટું પગલું ભરતાં UAE એ દેશમાં પ્રવેશ અને રહેઠાણ માટે નવી યોજના રજૂ કરી છે. આ અંતર્ગત 10 પ્રકારના એન્ટ્રી વિઝા (UAE Visa) આપવામાં આવશે, જે ખૂબ જ સરળ રીતે ઉપલબ્ધ હશે. એક સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, નવા વિઝા માટે કોઈ હોસ્ટ અથવા સ્પોન્સરની જરૂર રહેશે નહીં. આ સાથે તેમના પ્રવેશ પર કોઈ મર્યાદા પણ રહેશે નહીં.
મુલાકાતી તરીકે, હવે દેશમાં 60 દિવસ રહી શકે છે, જે પહેલા માત્ર 30 દિવસ હતા. નવા નિયમો અનુસાર, ગોલ્ડન રેસિડન્સ ધારકો તેમના જીવનસાથી, બાળકો અને પરિવારના અન્ય સભ્યોને સ્પોન્સર કરી શકે છે. આ સાથે તે ઘરેલું કામદારોને પણ હોસ્ટ કરી શકે છે.
The new Entry and Residence Scheme offers 10 types of entry visas with simplified requirements and more benefits. New visas require no host or sponsor, offer more flexibility, multi entry, 60 days validity and one unified platform to apply at pic.twitter.com/0PsCJYaoyR
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, માતા-પિતા તેમના પુરૂષ બાળકોને 25 વર્ષની ઉંમર સુધી સ્પોન્સર કરી શકે છે, જે પહેલા માત્ર 18 વર્ષની હતી.
નિવેદનમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે, આ નવા નિયમો વિશ્વભરમાંથી શ્રેષ્ઠ પ્રતિભાઓને આકર્ષિત કરશે.
વ્યવસાયિક કામદારો પાસે વિઝા માટે માન્ય રોજગાર કરાર હોવો આવશ્યક છે.
શિક્ષણ લઘુત્તમ સ્નાતક હોવું જોઈએ અને માસિક પગાર $8,100 કરતાં ઓછી ન હોવી જોઈએ.
સંસ્કૃતિ, કલા, રમતગમત, ડિજિટલ ટેક્નોલોજી, આવિષ્કાર જેવા ક્ષેત્રના લોકો પણ સરળતાથી વિઝા મેળવી શકશે.
આ નોકરી માટે, પગાર અથવા લાયકાતની જરૂર રહેશે નહીં. જો કે, તમારે સરકારી ભલામણની જરૂર પડશે.
The new Entry and Residence Scheme offers 10 types of entry visas with simplified requirements and more benefits. New visas require no host or sponsor, offer more flexibility, multi entry, 60 days validity and one unified platform to apply at pic.twitter.com/0PsCJYaoyR
રિપોર્ટ અનુસાર રિયલ એસ્ટેટ રોકાણકારો બે મિલિયન ડોલરની પ્રોપર્ટી ખરીદીને પ્રોપર્ટી ખરીદતી વખતે ગોલ્ડન રેસિડન્સ મેળવી શકશે. નવા નિયમો અનુસાર જો રોકાણકારો સ્થાનિક બેંકો પાસેથી લોન લઈને પ્રોપર્ટી ખરીદે છે તો તેમને લાંબા સમય માટે વિઝા મળી શકે છે.
સ્ટાર્ટ અપ માટે પણ તક છે
UAE આવ્યા પછી જે લોકો બિઝનેસની તકો શોધી રહ્યા છે તેઓને પણ કોઈ યજમાન વિના વિઝા મળશે, જેથી લોકો ત્યાં જઈને તકોનો સારો ઉપયોગ કરી શકે. આ ઉપરાંત વૈજ્ઞાનિકો અને સંશોધકોને પણ સરળતાથી વિઝા મળી જશે.
અગાઉ, યુએઈએ ગ્રીન વિઝા પ્રોગ્રામ શરૂ કર્યો હતો, જેથી લોકો કંપનીની સ્પોન્સરશિપ વિના દેશમાં રહી શકે અને કામ કરી શકે. અગાઉની સિસ્ટમમાંથી આ એક મોટો ફેરફાર છે, કારણ કે અગાઉ માત્ર અમુકને જ મોટા રોકાણ પછી લાંબા ગાળાની રહેઠાણ પરમિટ આપવામાં આવતી હતી. (એજન્સી ઇનપુટ સાથે)
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર