નવી દિલ્હી: સંયુક્ત આરબ અમીરાત (United Arab Emirates)માં પહેલા જાન્યુઆરી 2022થી પાંચ દિવસના બદલે ફક્તા સાડા ચાર દિવસ સુધી જ ઑફિસો ખુલ્લી રહેશે. UAE તરફથી મંગળવારે જાહેરાત કરવામાં આવી છે કે નવા વર્ષથી કામના કલાકો (Working hours/Working weeks) અઠવાડિયામાં પાંચ કલાકને બદલે સાડા ચાર અઠવાડિયા કરવામાં આવશે. એટલે કે UAE એ અઠવાડિયાના કામના કલાકો ઘટાડવાનો નિર્ણય કર્યો છે. આ ઉપરાંત UEA તરફથી શનિવાર અને રવિવારને વીકેન્ડ તરીકે અપનાવવાની પણ જાહેરાત કરી છે. યુએઈનું માનવું છે કે આવું કરવાથી તેની અર્થવ્યવસ્થા દુનિયાના બીજા દેશની અર્થવ્યવસ્થા સાથે સરખી રીતે તાલમેલ કરી શકશે.
કામ માટે સાડા ચાર દિવસના અઠવાડિયાની પ્રથા લાગૂ થયા બાદ UAE આવું કરનારો વિશ્વનો પ્રથમ દેશ બની જશે. UAE વિશ્વનો પ્રથમ એવો દેશ હશે જ્યાં પાંચ કલાક કરતા પણ ઓછા કામના દિવસ હશે. UAE તરફથી એવું પણ કહેવામાં આવ્યું છે કે કર્મચારીઓના કામ અને વ્યક્તિગત જીવનમાં યોગ્ય તાલમેલ બેસી શકે તેવા ઉદેશ્ય સાથે આ નવી વ્યવસ્થા લાગૂ કરવામાં આવી રહી છે.
આવો રહેશે કામકાજનો સમય
UAE સરકારના મીડિયા કાર્યાલય તરફથી કહેવામાં આવ્યું છે કે નવા ટાઈમટેબલ પ્રમાણે સોમવારથી ગુરુવાર સુધી કામનો સમય (Working Hours) સવારે 7:30 વાગ્યાથી બપોરના 3:30 કલાક સુધી હશે. જ્યારે શુક્રવારે સવારે 7:30 વાગ્યાથી બપોરે 12:00 વાગ્યા સુધી કામ કરવું પડશે, જે હાફ વર્કિંગ ડે રહેશે. મસ્જિદોમાં શુક્રવારે થતી ઝૂમાની નમાઝ આખું વર્ષ 1.15 વાગ્યે થશે.
કાર્યાલય તરફથી કહેવામાં આવ્યું છે કે શનિવાર અને રવિવાર આખો દિવસ રજા રહેશે. એવું કહેવામાં આવે છે કે સરકારે પોતાના દેશમાં કૉમર્શિયલ પ્રવૃત્તિઓ વધારવાના ઉદેશ્ય સાથે કામકાજના દિવસો અમેરિકા, બ્રિટન અને અન્ય યૂરોપિયન દેશો સાથે મેળ ખાતા હોય તેવા રાખ્યા છે.
1 જાન્યુઆરીથી લાગૂ થશે નવી વ્યવસ્થા
મીડિયા કાર્યાલય તરફથી કહેવામાં આવ્યું છે કે, "રાષ્ટ્રીય કામકાજ વીક 1 જાન્યુઆરીથી તમામ સરકારી ઑફિસો માટે ફરજિયાત રહેશે. ઉલ્લેખનીય છે કે મોટાભાગના આરબ દેશોમાં હાલ વીકેન્ડ શુક્રવાર અને શનિવારે હોય છે. એક રિપોર્ટ પ્રમાણે UAEમાં ગુરુવાર અને શુક્રારે વીકેન્ડ રહેતું હતું. ખાનગી ક્ષેત્રને ધ્યાનમાં રાખીને તેને શુક્રવારે અને શનિવાર કરવામાં આવ્યું હતું."
હવે નવા નિયમ પ્રમાણે UAEમાં 1 જાન્યુઆરી, 2022થી વેકેન્ડ શુક્રવારે બપોરથી શરૂ થશે અને રવિવારે મોડી રાત્રે પૂર્ણ થશે. એટલે કે દર અઠવાડિયે અઢી દિવસની રજા રહેશે.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર