Home /News /business /

Debit Card: ભારતમાં કેટલા પ્રકારના ડેબિટ કાર્ડ ઉપલબ્ધ છે? જાણો વિગત

Debit Card: ભારતમાં કેટલા પ્રકારના ડેબિટ કાર્ડ ઉપલબ્ધ છે? જાણો વિગત

ડેબિટ કાર્ડ (Shutterstock image)

Debit card: વિઝા ભારતીય બજારમાં ઉપલબ્ધ સૌથી લોકપ્રિય ડેબિટ કાર્ડ્સમાંનું એક છે અને તે અમેરિકન મલ્ટીનેશનલ ફાઇનાન્સ કંપનીનું છે. ભારતની મોટાભાગની બેંકો વિઝા કાર્ડ સાથે જોડાયેલ છે.

    નવી દિલ્હી: 1966માં ડેબિટ કાર્ડ (Debit Cards) ની શોધથી ટ્રાન્ઝેક્શનની પદ્ધતિ (Transaction Mode) માં ઘણો ફેરફાર થયો. સામાન્ય રીતે પેમેન્ટ અથવા ATM કાર્ડ તરીકે ઓળખાય છે, ડેબિટ કાર્ડ એ આપણા રોજિંદા જીવનનો સૌથી વિશ્વસનીય, સુરક્ષિત (Secure) અને આવશ્યક ભાગ બની ગયો છે. ડેબિટ કાર્ડ તમને તરત જ રોકડ ઉપાડવા અને રોકડ અથવા વ્યક્તિગત ચેક તરીકે કાર્ય કરવા માટે અમારા બિલની ઑનલાઇન ચૂકવણી (Online Payment) કરવાની સુવિધા આપે છે. પરંતુ રોજીંદા જીવનમાં અનેક વખત તમે ઉપયોગમાં ડેબિટ કાર્ડ કેટલા પ્રકારના હોય છે. તેના વિશે તમે કશું જાણો છો? જો નહીં, તો આપને જણાવી દઇએ કે ભારતમાં વિવિધ 6 પ્રકારના ડેબિટ કાર્ડ (Types of Debit Card) ઉપલબ્ધ છે. તે ક્યા 6 પ્રકાર છે ચાલો જાણીએ.

    1. વિઝા ડેબિટ કાર્ડ્સ


    વિઝા ભારતીય બજારમાં ઉપલબ્ધ સૌથી લોકપ્રિય ડેબિટ કાર્ડ્સમાંનું એક છે અને તે અમેરિકન મલ્ટીનેશનલ ફાઇનાન્સ કંપનીનું છે. ભારતની મોટાભાગની બેંકો વિઝા કાર્ડ સાથે જોડાયેલ છે. આ લોકપ્રિયતા પાછળનું કારણ વિઝા ડેબિટ કાર્ડ દ્વારા ઓનલાઈન પેમેન્ટ્સમાં પૂરી પાડવામાં આવતી શ્રેષ્ઠ સુરક્ષા સેવાઓ છે.

    વિઝા ડેબિટ કાર્ડ દ્વારા ઉપલબ્ધ કસ્ટમર કેર સેવાઓ વૈશ્વિક સ્તરે ફેલાયેલી છે અને 24 કલાક કામ કરે છે. વિઝા દ્વારા પૂરી પાડવામાં આવતી 24 કલાક સતત સેવાઓની વિશેષ સુવિધા દ્વારા ઓનલાઈન રિઝર્વેશન અને ખરીદી વધુ સરળ બને છે. વૈશ્વિક સ્તરે ફેલાયેલું વિઝા નેટવર્ક, 24 કલાક પેમેન્ટ ગેટવે અને વિઝા દ્વારા આપવામાં આવતી બેસ્ટ સુરક્ષા સેવાઓ તેને સૌથી અનુકૂળ ડેબિટ કાર્ડ બનાવે છે.

    2. વિઝા ઇલેક્ટ્રોન ડેબિટ કાર્ડ્સ


    આ કાર્ડના ફીચર્સ પણ વિઝા ડેબિટ કાર્ડ્સ સાથે સમાન છે. પરંતુ વિઝા ઇલેક્ટ્રોન ડેબિટ કાર્ડ્સમાં ઓવરડ્રાફ્ટની સુવિધાનો લાભ મળતો નથી. આ કાર્ડ ઓછામાં ઓછી કિંમતમાં સરળતાથી મળતા હોવાથી લોકોમાં તેની માંગ રહે છે. આ કાર્ડ્સમાં ટ્રાન્ઝેક્શન લિમિટ હોય છે એટલે કે તમે અમુક નક્કી રકમથી વધુ ખર્ચ કરી શકતા નથી, જે તમને બિનજરૂરી ખર્ચાઓથી બચાવશે. રોકડ ઉપાડતી વખતે તે ન્યૂનતમ અથવા કોઈ શુલ્ક લાગતો નથી. આ ડેબિટ કાર્ડ્સમાં છેતરપિંડીનું જોખમ તુલનાત્મક રીતે ઓછું છે.

    3. માસ્ટરકાર્ડ ડેબિટ કાર્ડ્સ


    ભારતીય બજારમાં કાર્ડ ઉપલબ્ધ કરાવતી સૌથી મોટી કંપનીઓ પૈકી એક અમેરિકન ફાઇનાન્સ કંપની આધારિત છે. આ કાર્ડ્સ તેની ઝડપી અને સુરક્ષિત સર્વિસ, શ્રેષ્ઠ ગ્રાહક સેવા, ઓફર્સ અને ફાયદાઓના કારણે ખૂબ લોકપ્રિય છે. વૈશ્વિક સ્તર ફેલાયેલી આ કાર્ડ સેવા તમને વિદેશમાં પણ કોઇ પ્રકારની સમસ્યાઓ વગર સેવા પૂરી પાડશે.

    4. કોન્ટેક્ટલેસ ડેબિટ કાર્ડ્સ


    માત્ર મશીન પર કાર્ડ ફેરવીને ટ્રાન્ઝેક્શન કરવાની સેવા કોન્ટેક્ટલેસ ડેબિટ કાર્ડ્સ દ્વારા મળે છે. આરબીઆઇના નિયમો અનુસાર જો કોઇ વ્યક્તિ રૂ. 2000થી ઓછા પૈસાનું ટ્રાન્ઝેક્શન કરે છે તો તે પીન વગર કરી શકાય છે. ભારતમાં થતા 60 ટકા ટ્રાન્ઝેક્શન રૂ. 2000થી ઓછી રકમના હોય છે. આ ડેટાના આધારે જ બેંકોને કોન્ટેક્ટલેસ ડેબિટ કાર્ડ માટે પ્રોત્સાહન મળે છે. આ કાર્ડ્સ વાપરવા માટે પણ સલામત છે કારણ કે કાર્ડ દ્વારા કરવામાં આવેલ વ્યવહારો નીયર ફીલ્ડ ટેકનોલોજી દ્વારા સુરક્ષિત છે. તેઓ નાની ખરીદી માટે વાપરવા માટે સરળ અને અનુકૂળ છે.

    5. RuPay ડેબિટ કાર્ડ્સ


    RuPay ડેબિટ કાર્ડ તમને PoS આઉટલેટ્સ પર સુરક્ષિત નાણાંકીય વ્યવહારો કરવાની અને તમારી ઓનલાઈન ચૂકવણીને વધુ સુરક્ષિત કરવાની સુવિધા આપે છે. વર્ષ 2012માં આરબીઆઇએ ડોમેસ્ટિક માર્કેટમાં આ કાર્ડ લોન્ચ કર્યુ હતું. આ કાર્ડ ગ્રામીણ વિસ્તારોમાં સરળતાથી ઉપલબ્ધ હોવાથી અને ન્યૂનતમ ખર્ચના વ્યવહારો ઓફર કરતું હોવાથી લોકો તેને અન્ય ડેબિટ કાર્ડ્સની સરખામણીમાં શ્રેષ્ઠ વિકલ્પ માને છે. અન્ય મલ્ટીનેશનલ સ્પર્ધકોની સાપેક્ષમાં Rupay ડેબિટ કાર્ડ્સ વધુ સુગમતા અને સગવડ પૂરી પાડે છે.

    6. Maestro ડેબિટ કાર્ડ્સ


    ICICI બેંક સિવાય, ભારતમાં દરેક બેંક Maestro ડેબિટ કાર્ડ ઓફર કરે છે. 1.5 કરોડથી વધુ PoS આઉટલેટ્સમાં સેવાઓની ઉપલબ્ધતા તેની લોકપ્રિયતા પાછળનું સૌથી મોટું કારણ છે. આ કાર્ડ્સ સરળતાથી ઉપયોગમાં લઇ શકાય, ફ્લેક્સિબલ, ઝડપી અને લો-કોસ્ટ ટ્રાન્ઝેક્શન ચાર્જ ધરાવે છે. આ કાર્ડ્સની ગ્લોબલ સર્વિસ અને અદ્યતન સુરક્ષા સિસ્ટમના કારણે મોટા ભાગના લોકો આ કાર્ડ્સ તરફ આકર્ષાય છે.

    આ પણ વાંચો: એલઆઈસીના આઈપીઓમાં પ્રથમ દિવસે કેટલી કમાણી થઈ શકે?

    ડેબિટ કાર્ડ્સના ફાયદા


    *ડેબિટ કાર્ડ્સ કોઈપણ દેવાથી તમને સુરક્ષિત કરવામાં અને તમારા બેંક ખાતામાંથી સીધા જ નાણાં કાપવામાં આવતાં હોવાથી તમને વધુ પડતો ખર્ચ ટાળવામાં મદદ કરે છે.

    *ક્રેડિટ કાર્ડની જેમ ડેબિટ કાર્ડ મેળવવા માટે તમારે કોઈ સારા ક્રેડિટ સ્કોરની જરૂર પડતી નથી. માત્ર કરન્ટ અથવા સેવિંગ એકાઉન્ટ હોવું જરૂરી છે.

    આ પણ વાંચો: શું તમને ક્રેડિટ કાર્ડના અલગ અલગ પ્રકાર વિશે જાણ છે? જાણો વિગતવાર માહિતી

    *ડેબિટ કાર્ડ પર લાગતા ચાર્જ ક્રેડિટ કાર્ડની સાપેક્ષમાં ખૂબ મામૂલી હોય છે.

    *ડેબિટ કાર્ડ વધુ સુરક્ષિત છે અને છેતરપિંડી સામે તેમના ગ્રાહકોને શ્રેષ્ઠ સુરક્ષા પ્રદાન કરે છે.

    *ડેબિટ કાર્ડ વડે ટ્રાન્ઝેક્શન ખૂબ ઝડપથી કરી શકાય છે. ખર્ચ પછી તમારા ખાતામાં ઉપલબ્ધ બેલેન્સ તમને તરત જ દર્શાવે છે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Bank, Debit card, Personal finance, આરબીઆઇ, ક્રેડિટ કાર્ડ

    આગામી સમાચાર