Home /News /business /Two Wheeler Loans: 7 ટકાથી પણ ઓછા દરે મળે છે ટુ-વ્હીલર લોન, જુઓ વિવિધ બેંકના દરોની સરખામણી

Two Wheeler Loans: 7 ટકાથી પણ ઓછા દરે મળે છે ટુ-વ્હીલર લોન, જુઓ વિવિધ બેંકના દરોની સરખામણી

Two Wheeler Loans: જો તમે લોન પર ટુ-વ્હીલર લેવાનું વિચારી રહ્યા છો તો તમને કઈ બેંકમાંથી સૌથી સસ્તા દરે લોન મળી રહેશે તેની માહિતી હોવી પણ જરૂરી છે.

Two Wheeler Loans: જો તમે લોન પર ટુ-વ્હીલર લેવાનું વિચારી રહ્યા છો તો તમને કઈ બેંકમાંથી સૌથી સસ્તા દરે લોન મળી રહેશે તેની માહિતી હોવી પણ જરૂરી છે.

  નવી દિલ્હી: પ્રથમ વાહન ખરીદવા (Buy two wheeler)ની વાત આવે ત્યારે ભારતના મોટાભાગના પરિવારોની પ્રથમ પસંદગી ટુ-વ્હીલર હોય છે. ખાસ કરીને નાના શહેરોમાં ટુ-વ્હીલરોનું વધારે વેચાણ થયું હોય છે. નાના અંતરે જવા-આવવા માટે ટુ-વ્હીલર ટ્રાન્સપોર્ટ (Transport)નું સૌથી સારું માધ્યમ છે. તમામ વર્ગો વચ્ચે તે પ્રસિદ્ધ છે. ટુ-વ્હીલરની ખરીદી માટે અસંખ્ય લોકો લોન (Two wheeler Loan) લેતા હોય છે. એક અંદાજ પ્રમાણે તમામ બેંકો ટુ-વ્હીલર લોનની સેવા પૂરી પાડી રહી છે, જેનાથી લોકો સરળતાથી પોતાનું સપનાનું વાહન ખરીદી શકે છે.

  ટુ-વ્હીલરની પસંદગી


  ટુ-વ્હીલરની ખરીદી પહેલા લોકો અનેક પાસાઓને ધ્યાનમાં લેતા હોય છે. જેમ કે તેની કિંમત, માઇલેજ, અન્ય કંપનીઓ સાથે સરખામણી, ટુ-વ્હીલર તેમની જરૂરિયાતોને પૂર્ણ કરે છે કે કેમ વગેરે. જે બાદમાં કોઈ મોડલ નક્કી થાય છે અને તેના માટે નાણાકીય વ્યવસ્થા કરવામાં આવે છે.

  જો તમે લોન પર ટુ-વ્હીલર લેવાનું વિચારી રહ્યા છો તો તમને કઈ બેંકમાંથી સૌથી સસ્તા દરે લોન મળી રહેશે તેની માહિતી હોવી પણ જરૂરી છે. જોકે, આ માટે બેંકોની અલગ અલગ શરતો પણ હોય છે. વ્હીકલ લોન માટે તમે ઓનલાઈન અરજી કરી શકો છે. તમે જે તે બેંકની બ્રાંચમાં પણ જઈ શકો છો.

  વ્હીકલ લોન લેતી વખતે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી?


  વ્હીકલ લોન લેતા પહેલા યોગ્ય અભ્યાસ કરી લેવો જરૂરી છે. જેમ કે વ્હીકલ લોન પર વ્યાજનો દર, પ્રોસેસિંગ ફી, લોનની ચૂકવણીના વિકલ્પો, આ ઉપરાંત અન્ય શરતો. આ તમામ પાસાઓ તપાસી લેશો તો તમને ભવિષ્યમાં કોઈ મુશ્કેલી નહીં પડે. બેંકબજારના જણાવ્યા પ્રમાણે જો તમે સૌથી ઓછા દરની વ્હીકલ લોન પસંદ કરો છો તો તમારા પર EMIનો બોજ ઓછો પડે છે.

  જોકે, ઈએમઆઈની પસંદગી કરતી વખતે તમે કેટલા સમય સુધી લોન ચાલુ રાખવા માંગો છો તે પાસું પણ મહત્ત્વનું છે. કારણ કે લોનનો સમયગાળો જેટલો વધારે હશે એટલું જ વ્યાજ વધારે ચૂકવવું પડશે. એટલે કે તમારે લોનનો સમયગાળો પસંદ કરતી વખતે ખૂબ જ સમજદારીપૂર્વક વર્તન કરવું પડશે. જો તમે લોન માટે નાની મુદત પસંદ કરો છો તો તમારી લોન વહેલી પૂર્ણ થશે અને વ્યાજ પણ ઓછું ચૂકવવું પડશે. તેની સામે તમારો EMI મોટો હશે.

  આ પણ વાંચો: આનંદો! સરકારના આ પગલાંથી ખાદ્ય તેલની કિંમતમાં થશે ઘટાડો

  વ્યાજ દરની સરખામણી


  જો તમે પણ ટુ-વ્હીલર માટે લોન લેવાનું વિચારી રહ્યા છો તો અમે અહીં વિવિધ બેંકના વ્યાજદરોની સરખામણી આપી રહ્યા છીએ. સાથે જ લોન પર તમારે કેટલો ઈએમઆઈ ચૂકવવો પડશે તેની પણ માહિતી આપી રહ્યા છીએ. અહીં એક વાત યાદ રાખો કે જો તમે સમય પહેલા લોન પૂર્ણ કરવા માંગો છો એટલે કે ચૂકવી દેવા માંગો છો તો અમુક બેંકો તેના માટે ચાર્જ વસૂલ કરતી હોય છે. આ ઉપરાંત લોનના ફોર્મમાં આપેલી વિગતો એક વખત ધ્યાનથી વાંચી લેવી જરૂરી છે. કારણ કે આવું કરવાથી તમે પાછળથી મોટી પેનલ્ટીથી બચી શકશો.

  મોટાભાગના લેન્ડર્સ (લોન આપનારા) વાહનની કિંમતના 80 કે 90 ટકા સુધી લોન આપે છે. અમુક કિસ્સામાં લેન્ડર્સ અમુક શરતો સાથે 100 ટકા લોન પણ આપે છે. જોકે, આ શરતો વિશે જાણી લેવું જરૂરી છે.

  આ પણ વાંચો: શેર બજાર એટલે શું? રોકાણની શરૂઆત કેવી રીતે કરવી?

  નીચે 1 લાખની ટુ-વ્હીલર લોન પર કઈ બેંકમાં કેટલો EMI ચૂકવવો પડશે તેની માહિતી આપી છે. (લોન સમયગાળો ત્રણ વર્ષ)  (ખાસ નોંધ: વ્યાજના દર માટે 12મી એપ્રિલ, 2022નો આધાર લેવામાં આવ્યો છે. બેંકબજારના જણાવ્યા પ્રમાણે આ ડેટા વિવિધ બેંકોની વેબસાઇટ પરથી એકઠો કરવામાં આવ્યો છે. જે બેંકનો ડેટા વેબસાઇટ પર ઉપલબ્ધ ન હતો તેને ધ્યાનમાં લેવામાં આવ્યો નથી.)
  Published by:Vinod Zankhaliya
  First published:

  Tags: Bank, Loan, Vehicle, આરબીઆઇ

  विज्ञापन
  विज्ञापन