Home /News /business /માર્કેટમાં ધૂમ મચાવવા આવી રહ્યા છે આ કંપનીના IPO, આગમી સપ્તાહમાં થશે લોન્ચ
માર્કેટમાં ધૂમ મચાવવા આવી રહ્યા છે આ કંપનીના IPO, આગમી સપ્તાહમાં થશે લોન્ચ
આગામી સપ્તાહમાં લોન્ચ થશે આ કંપનીના IPO
IPO News: નવેમ્બર મહિને પૂરો થવામાં હવે બસ થોડા જ દિવસો બાકી છે અને આ અંતિમ દિવસોમાં ધર્મજ કોપ ગાર્ડ અને યૂનિપાર્ટસ ઈન્ડિયાના ઈશ્યૂમાં રૂપિયા લગાવી શકો છો. આ બંને આઈપીઓ 1087 કરોડ રૂપિયાનો છે. આ બંનેમાં જ પ્રાઈસ બેન્ડના ઉપલા ભાવ પ્રમાણે રિટેલ રોકાણકારોએ ઓછામાં ઓછા 28645 રૂપિયા લગાવવા પડશે.
નવી દિલ્હીઃ IPOની દ્રષ્ટિએ મે પછી આ મહિનો સૌથી વ્યસ્ત રહ્યો છે અને આઈપીઓ રોકાણકારો માટે આગામી સપ્તાહ પણ વ્યસ્ત રહેવાનું છે. આગામી સપ્તાહમાં બે કંપનીઓના 1 હજાર કરોડ રૂપિયાના આઈપીઓ સબસ્ક્રિપ્શન માટે ખુલશે. નવેમ્બર મહિને પૂરો થવામાં હવે બસ થોડા જ દિવસો બાકી છે અને આ અંતિમ દિવસોમાં ધર્મજ કોપ ગાર્ડ અને યૂનિપાર્ટસ ઈન્ડિયાના ઈશ્યૂમાં રૂપિયા લગાવી શકો છો. આ બંને આઈપીઓ 1087 કરોડ રૂપિયાનો છે. આ બંનેમાં જ પ્રાઈસ બેન્ડના ઉપલા ભાવ પ્રમાણે રિટેલ રોકાણકારોએ ઓછામાં ઓછા 28645 રૂપિયા લગાવવા પડશે.
Dharmaj Crop IPO
એગ્રોકેમિકલ કંપની ધર્મજ ક્રોપનો 251 કરોડ રૂપિયાનો આઈપીઓ સબસ્ક્રિપ્શ માટે 28 નવમ્બરે ખુલશે અને 30 નવેમ્બરે બંધ થઈ જશે. આ આઈપીઓ હેઠળ 216 કરોડ રૂપિયાના નવા શેર જારી થશે અને 35 કરોડ રૂપિયાના શેર ઓફર ફોર શેલ હેઠળ જારી થશે. ઈશ્યૂ માટે 216-317 રૂપિયાની પ્રાઈસ બેન્ડ અને 60 શેરોની લોટ સાઈઝ નક્કી કરવામાં આવી છે. શેરોનું અલોટમેન્ટ 5 ડિસેમ્બર અને 8 ડિસેમ્બરે છે.
નવા શેરોને જારી કરીને એકત્રિત કરવામાં આવેલા રૂપિયાનો ઉપયોગ સાયખામાં મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ લગાવવા અને વર્કિંગ કેપિટલની વધતી જરૂરિયાતોને પૂરી કરવા માટે કરવામાં આવશે. આ ઉપરાંત કંપની તેનું દેવુ ચૂકવવા માટે પણ આ રકમનો ઉપયોગ કરશે. ધર્મજ ક્રોપ જંતુનાશક, ફૂગનાશક, હર્બિસાઈડ્સ, પ્લાન્ટ ગ્રોથ રેગ્યુલેટર, માઈક્રો ફર્ટિલાઈઝર્સ અને એન્ટિબાયોટિક્સ જેવા કૃષિ અગ્રો કેમિકલ ફોર્મ્યુલેશનનું ઉત્પાદન કરે છે.
એન્જિનિયર્ડ સિસ્ટમ બનાવનારી યૂનિપાર્ટસ ઈન્ડિયાનો 836 કરોડનો આઈપીઓ 30 નવેમ્બરે ખુલશે અને 2 ડિસેમ્બરે બંધ થઈ જશે. આ ઈશ્યૂ સંપૂર્ણ રીતે ઓફર ફોર સેલનો છે. આ ઈન્યૂ માટે પ્રાઈસ બેન્ડ 548-577 રૂપિયા અને લોટ સાઈઝ 25 શેરોની છે. શેરોનું અલોટમેન્ટ 7 ડિસેમ્બર અને લિસ્ટિંગ 12 ડિસેમ્બરે છે.
મે પછી સૌથી વધારે આઈપીઓ આ મહિને
મે પછી આ મહિને સૌથી વધારે આઈપીઓ ખુલ્યા છે. હજુ સુધી 8 કંપનીના 9,500 કરોડના આઈપીઓ આવી ચૂક્યા છે. મેમાં એલઆઈસી અને ડેલ્હીવરી સહિત આઠ કંપનીઓના 30 હજાર કરોડના આઈપીઓ આવ્યા હતા. આ મહિને હજુ સુધી ગ્લોબલ હેલ્થ, ફાઈવ સ્ટાર બિઝનેસ ફાઈનાન્સ, આર્કિયન કેમિકલ ઈન્ડસ્ટ્રીઝ અને ફ્યૂજન માઈક્રો ફાઈનાન્સ આઈપીઓ દ્વારા રૂપિયા એકત્રિત કરી ચૂકી છે અને હવે આગામી સપ્તાહમાં ઘર્મજ ક્રોપ અને યૂનિપાર્ટ, ઈન્ડિયાના આઈપીઓ ખુલવાના છે.
Published by:Sahil Vaniya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર