ટુંક સમયમાં ગાયના છાણમાંથી પણ પેદા કરાશે વિજળી

ગાયના છાણમાંથી બનશે વિજળી

ગાયના છાણ કે અન્ય કોઈ બાયોમાસના ઉપયોગથી પ્રતિ કલાકે એક કિલોવોટ અથવા 1.8 કિલોવોટ વિજળીનું ઉત્પાદન કરી શકે છે.

 • Share this:
  કેટલીક વિદેશી કંપનીઓ દેશમાં ગાયના છાણમાંથી વિજળી બનાવવાનું શોધી રહી છે. આ વિષયમાં પોલેન્ડની એક કંપનીએ હોલેન્ડની સ્ટર્લિંગ એન્જિન બનાવનારી એક કંપની સાથે કરાર કર્યો છે.

  જોકે, દેશમાં પહેલાથી જ બાયોમાસ જનરેટર્સમાં ગાયના છાણનો ઉપયોગ કરાવામાં આવી રહ્યો છે, પરંતુ બાયોગેસ આધારિત સંયંત્રોને હજુ સુધી વધારે લોકપ્રિયતા નથી મળી શકી.

  ગ્લોબ સોલ્યુશન્સના વાઈસ ચેરમેન માર્સિન વિલ્સજિન્સકિએ ભારત ચેમ્બર ઓફ કોમર્સના એક પરિચર્ચા સત્રમાં મંગળવારે કહ્યું કે, અમે ભારતમાં જે તકનીકનો ઉપયોગ કરવાની કોશિસ કરી રહ્યા છીએનાથી રખ-રખાવની જરૂરત નથી પડતી અને તે ગાયના છાણ કે અન્ય કોઈ બાયોમાસના ઉપયોગથી પ્રતિ કલાકે એક કિલોવોટ અથવા 1.8 કિલોવોટ વિજળીનું ઉત્પાદન કરી શકે છે.

  તેમણે કહ્યું કે, આમાં પ્રત્યક્ષ દહન માટે હોલેન્ડની કંપની માઈક્રોજેન એન્જિન કોર્પોરેશનના સ્ટર્લિંગ એન્જિનનો ઉપયોગ કરવામાં આવે છે, જે સુરક્ષિત છે તથા પરિચાલનમાં સરળ છે.

  ભારત ચેમ્બરના અધ્યક્ષ સીતારામ શર્માએ કહ્યું કે, યૂરોપીય દેશોમાં ડેનમાર્ક ગાયના ગોબરમાંથી 30 ટકા વિજળી બનાવવાનું લક્ષ્ય નક્કી કરી રહ્યું છે.

  રાજ્યસભા સાંસદ મનીષ ગુપ્તાએ આના વખાણ કરતા કહ્યું કે, આ તકનીકી તે રાજ્યો માટે ખુબ ઉપયોગી થશે, જ્યાં વિજળીનું ઉત્પાદન ખુબ ઓછું છે. જોકે, ગ્લોબ સોલ્યુશને આ તકનીકીની કિંમતનો ખુલાસો નથી કર્યો.
  Published by:kiran mehta
  First published: