Home /News /business /

કેન્ડી ખાઈને તમે પણ કમાઈ શકો છો વર્ષે 61 લાખ, આ કંપની શોધી રહી છે કર્મચારી

કેન્ડી ખાઈને તમે પણ કમાઈ શકો છો વર્ષે 61 લાખ, આ કંપની શોધી રહી છે કર્મચારી

chief candy officer : કેનેડાની એક કંપની કેન્ડી ફનહાઉસ એ ચીફ કેન્ડી ઓફિસરની ખાલી જગ્યાની જાહેરાત કરી, જેમાં વાર્ષિક પગાર $78000 એટલે કે 61 લાખ રૂપિયા મળશે.

chief candy officer : કેનેડાની એક કંપની કેન્ડી ફનહાઉસ એ ચીફ કેન્ડી ઓફિસરની ખાલી જગ્યાની જાહેરાત કરી, જેમાં વાર્ષિક પગાર $78000 એટલે કે 61 લાખ રૂપિયા મળશે.

    chief candy officer : જો તમે પણ કેન્ડી ખાવાના શોખીન છો તો તમારા માટે સારી તક છે. કેનેડાની એક ઓનલાઈન કંપની કેન્ડી ફનહાઉસ (Candy Fan House) કેન્ડી ખાવા માટે લાખો રૂપિયાની જોબ ઓફર કરી રહી છે. કંપનીએ આ માટે જાહેરાત પણ કરી છે. (Ajab Gajab News )

    તમારે સોફા પર બેસીને 3500થી વધુ કેન્ડી આરામથી ખાવી પડશે, આ માટે કંપની તમને ધરખમ પગાર પણ આપશે. આ કંપની એવા કર્મચારીઓ શોધી રહી છે, જેઓ કેન્ડી ખાવી પસંદ છે. અને કેન્ડીના સ્વાદને વધુ સારી રીતે જણાવી શકે.

    કંપનીના પ્રવક્તા Venessa Janakijevski- Rebelo એ જણાવ્યું કે ગયા વર્ષની શરૂઆતથી અમે કેન્ડિઓલોજીસ્ટને શોધી રહ્યા છીએ. તેમણે કહ્યું કે હાલમાં અમારી પાસે 3 લોકો છે. કંપનીએ ચીફ કેન્ડી ઓફિસરની ખાલી જગ્યાની જાહેરાત કરી છે.

    કર્મચારીએ કેન્ડીને ટેસ્ટ કરી તેના સ્વાદ વિશે રીવ્યુ આપવું પડશે. મતલબ કે કર્મચારીનું કામ સ્વાદ પરીક્ષકનું રહેશે. તેને કેન્ડીનો ટેસ્ટ કહેવાને બદલે પગાર આપવામાં આવશે. તે પણ વાર્ષિક $78000 એટલે કે લગભગ 61 લાખ રૂપિયા. માત્ર ઉત્તર અમેરિકાના લોકો જ આ પોસ્ટ માટે અરજી કરી શકે છે. આમાં ઉંમર 5 વર્ષ કે તેથી વધુ હોઈ શકે છે.

    આ પણ વાંચોTaiwan VS China : ચીન સાથે મુકાબલો કરવા તાઈવાન પાસે આટલા હથિયારો, યુદ્ધ થાય તો નાનો દેશ શું કરશે

    કેન્ડી ફનહાઉસની જાહેરાત પોસ્ટ સોશિયલ મીડિયા પર ઘણી વાયરલ થઇ રહી છે. એક યુઝરે જણાવ્યું કે તેની 8 વર્ષની પુત્રીએ આ પોસ્ટ માટે અરજી કરવા માટે LinkedIn પર તેની પ્રોફાઇલ બનાવી છે. આ પોસ્ટ માટે અરજી કરવાની છેલ્લી તારીખ 31 ઓગસ્ટ છે.
    Published by:kiran mehta
    First published:

    Tags: Business news, Job, Job vacancies

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन