Home /News /business /Elon Musk: મળો ઈલોન મસ્કના 'પાંડવો' જેઓ ટ્વિટરનું ભવિષ્ય નક્કી કરી રહ્યા છે, જેઓ ભજવી રહ્યા છે મહત્વની ભૂમિકા

Elon Musk: મળો ઈલોન મસ્કના 'પાંડવો' જેઓ ટ્વિટરનું ભવિષ્ય નક્કી કરી રહ્યા છે, જેઓ ભજવી રહ્યા છે મહત્વની ભૂમિકા

મસ્ક ટ્વિટર વિશેના તમામ નિર્ણયો એકલા લઈ રહ્યા નથી. એક કોર ટીમ તેને આ કામમાં મદદ કરી રહી છે.

Elon Musk: ટ્વિટર 2.0 ઈલોન મસ્ક ટ્વિટરને ટેકઓવર કર્યા પછીથી ચર્ચામાં છે. ટ્વિટરને સંપૂર્ણપણે બદલવામાં એક ટીમ મસ્કને મદદ કરી રહી છે. આમાં એવા લોકો સામેલ છે જેઓ ટેસ્લાના સીઈઓ સાથે લાંબા સમયથી જોડાયેલા છે.

  Elon Musk Team: ટ્વિટરને $44 બિલિયનમાં હસ્તગત કર્યા પછી, ઈલોન મસ્ક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પોતાના દમ પર બનાવી રહ્યા છે. ટ્વિટર પરથી ઘણા કર્મચારીઓ અને અધિકારીઓને દૂર કરવામાં આવ્યા છે. તેમાં ટ્વિટરના ભારતીય મૂળના CEO પરાગ અગ્રવાલ અને કાનૂની એક્ઝિક્યુટિવ વિજયા ગડ્ડેનો સમાવેશ થાય છે. એવું નથી કે મસ્ક ટ્વિટર વિશેના તમામ નિર્ણયો એકલા લઈ રહ્યા છે. એક કોર ટીમ તેને કામમાં મદદ કરી રહી છે.

  ટેસ્લાના સીઈઓની કોર ટીમમાં ટ્વિટરનું ભવિષ્ય નક્કી કરવામાં 5 લોકોનો સમાવેશ કરવામાં આવ્યો છે. ઈલોન મસ્કે લોકોને ટ્વિટરને નવા રૂપમાં ઢાળવાની જવાબદારી સોંપી છે. ભારતીય મૂળના શ્રીરામ કૃષ્ણન પણ ટીમનો એક ભાગ છે. સિવાય ઈલોન મસ્કના ફેમિલી ઓફિસના વડા અને તેમના કાનૂની સલાહકાર પણ ટ્વિટરનું ભવિષ્ય નક્કી કરવામાં વ્યસ્ત છે.

  આ પણ વાંચોઃ Archean Chemical IPO આજે 9 નવેમ્બરે ખૂલશે, ભરતાં પહેલા જોઈ લો શું છે GMPના સંકેતો

  જારેડ બીરચૌલ


  મનીકંટ્રોલના એક અહેવાલ મુજબ, જારેડ બીરચૌલ ઈલોન મસ્કની ફેમિલી ઓફિસના વડા છે. ફેમિલી ઓફિસનું કામ મસ્કની સંપત્તિનું સંચાલન કરવાનું છે. તે વર્ષ 2016 થી મસ્ક સાથે છે. તેઓ લાંબા સમયથી મસ્કને શેરબજારમાં રોકાણ કરવાની સલાહ આપી રહ્યા છે. તેઓ મસ્કની બ્રેન ચિપ ફર્મ ન્યુરાલિંકના સીઈઓ અને બોરિંગ કંપનીના ડિરેક્ટર છે. હવે તે ટ્વિટર ચલાવતી ટીમના પણ મહત્વના સભ્ય છે.

  જેસન કૈલાકૈનિસ


  ઉદ્યોગસાહસિક જેસન, ઈલોન મસ્કના નજીકના સહયોગી છે. ટ્વિટર એકાઉન્ટ વેરિફિકેશન માટે પૈસા લેવાનો વિચાર તેમના દ્વારા કહેવામાં આવી રહ્યો છે. તેણે બ્લુ ટિકના પેમેન્ટને લઈને એક સર્વે કરાવ્યો હતો. જેના જવાબ આપતા મસ્કે લખ્યું કે, "રસપ્રદ".

  આ પણ વાંચો:EWS Reservation: શું પ્રાઈવેટ અને બિઝનેસ સેક્ટર પર પણ અસર થશે, વાંચો એક વિસ્તૃત રિપોર્ટ

  એલેક્સ સ્પિરો


  ટ્વિટરની કોર ટીમમાં સેલિબ્રિટી વકીલ એલેક્સ સ્પિરો પણ સામેલ છે. તેઓ લાંબા સમયથી ટેસ્લા સીઈઓના કાનૂની પ્રતિનિધિ છે. સ્પિરો હાર્વર્ડ લૉ સ્કૂલના સ્નાતક છે અને લૉ ફર્મ ક્વિન ઇમાનુએલમાં ભાગીદાર છે. સ્પિરોએ ટ્વિટર કર્મચારીઓની સામૂહિક હાકાલપટ્ટી પર વાતચીતનું નેતૃત્વ કર્યું હતું.

  આ પણ વાંચો:DCX Systems IPOમાં એલોટમેન્ટ થયું, શું તમને લાગ્યા છે શેર? GMPમાં જબરો ઉછાળો

  શ્રીરામ કૃષ્ણન


  ભારતીય મૂળના શ્રીરામ કૃષ્ણએ તાજેતરમાં ખુલાસો કર્યો હતો કે તે ઈલોન મસ્કને ટ્વિટર ચલાવવામાં મદદ કરે છે. શ્રીરામ કૃષ્ણને ટ્વિટર, મેટા અને સ્નેપમાં કામ કર્યું છે. તે હાલમાં વેન્ચર કેપિટલ ફંડ એન્ડરસન હોરોવિટ્ઝમાં ભાગીદાર છે.


  ડેવિડ સૉક્સ


  વેન્ચર કેપિટલિસ્ટ ડેવિડ સેક્સ ઈલોન મસ્કના લાંબા સમયથી સહયોગી છે. મસ્કની જેમ સોક્સનો જન્મ પણ દક્ષિણ આફ્રિકામાં થયો હતો. તેમણે પેપલમાં મસ્ક સાથે કામ કર્યું, જ્યાં તેઓ ચીફ ઓપરેટિંગ ઓફિસર હતા. વોશિંગ્ટન પોસ્ટ અનુસાર, તાજેતરની ટ્વિટર કંપનીની ડિરેક્ટરીએ સૉક્સને "સ્ટાફ સોફ્ટવેર એન્જિનિયર" તરીકે વર્ણવ્યું હતું.
  Published by:Darshit Gangadia
  First published:

  Tags: Elon musk, Tesla, Twitter

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन