Home /News /business /Twitter યુઝર્સને મળ્યો અધિકાર, 1 ફેબ્રુઆરીથી એકાઉન્ટ સસ્પેન્શન સામે અવાજ ઉઠાવી શકશે

Twitter યુઝર્સને મળ્યો અધિકાર, 1 ફેબ્રુઆરીથી એકાઉન્ટ સસ્પેન્શન સામે અવાજ ઉઠાવી શકશે

ટ્વિટર એકાઉન્ટ ફક્ત ગંભીર કિસ્સાઓમાં વારંવાર ઉલ્લંઘન પર સસ્પેન્ડ કરવામાં આવશે.

સમાચાર એજન્સી રોઇટર્સ અનુસાર, ટ્વિટર યુઝર્સ 1 ફેબ્રુઆરીથી સોશિયલ મીડિયા પ્લેટફોર્મને પુનઃસ્થાપિત કરવા માટેના નવા માપદંડો હેઠળ એકાઉન્ટ સસ્પેન્શનની અપીલ અને મૂલ્યાંકન કરી શકશે. નવા નિયમો હેઠળ, ટ્વિટર એકાઉન્ટ્સ ફક્ત ગંભીર કિસ્સાઓમાં અથવા વર્તમાન નીતિઓના વારંવાર ઉલ્લંઘનમાં સસ્પેન્ડ કરવામાં આવશે.

વધુ જુઓ ...
Twitter Account Rules: દુનિયાભરના કરોડો ટ્વિટર યુઝર્સ માટે એક મોટા સમાચાર આવ્યા છે. હવે તેઓ તેમના એકાઉન્ટ સસ્પેન્શન સામે અવાજ ઉઠાવી શકશે. કંપનીએ શુક્રવારે જણાવ્યું હતું કે ટ્વિટર યુઝર્સ 1 ફેબ્રુઆરીથી શરૂ થતા સોશિયલ મીડિયા પ્લેટફોર્મના નવા પુનઃસ્થાપન માપદંડ હેઠળ એકાઉન્ટ સસ્પેન્શનની અપીલ કરી શકશે અને તેનું મૂલ્યાંકન કરી શકશે.

ન્યૂઝ એજન્સી રોયટર્સ અનુસાર, નવા નિયમો હેઠળ ટ્વિટર એકાઉન્ટ ફક્ત ગંભીર કિસ્સાઓમાં અથવા વર્તમાન નિયમોના વારંવાર ઉલ્લંઘનમાં સસ્પેન્ડ કરવામાં આવશે. નીતિના ગંભીર ઉલ્લંઘનોમાં અયોગ્ય ગતિવિધિ અથવા પ્રવૃત્તિમાં સામેલ થવું, હિંસાને ઉશ્કેરવી અથવા ધમકી આપવી અને અન્ય યુઝર્સના  લક્ષિત ઉત્પીડનમાં સામેલ થવું જેવા ગુનાઓનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો:Budget 2023: ખેડૂતો માટે ખુશખબરી! રૂ.8000 મળી શકે છે પીએમ કિસાન સમ્માન નિધિ યોજના હેઠળ

કોઈ કાર્યવાહી નહીં થાય


ટ્વિટરે કહ્યું કે નવી નીતિ હેઠળ, આગળ જતાં, એકાઉન્ટ સસ્પેન્શન કરતાં ઓછી આકરી કાર્યવાહી કરવામાં આવશે. જેમ કે જો નીતિ અને નિયમોનું ઉલ્લંઘન થતું હોય તો ટ્વિટ્સની પહોંચને મર્યાદિત કરવી અથવા એકાઉન્ટનો ઉપયોગ ચાલુ રાખતા પહેલા વપરાશકર્તાઓને ટ્વિટ્સ દૂર કરવા માટે કહેવામાં આવશે.

આ પહેલા ડિસેમ્બરમાં ટ્વિટરના સીઈઓ એલોન મસ્કે પોતાના વિમાન વિશે જાહેર ડેટા પ્રકાશિત કરવા બદલ કેટલાક પત્રકારોના ટ્વિટર એકાઉન્ટ સસ્પેન્ડ કરી દીધા હતા. જોકે, બાદમાં વિવાદ વકરતાં પત્રકારના ખાતા પુનઃસ્થાપિત કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો:રોકાણકારોને અઢળક લાભ! આ સ્મોલકેપ કંપની દરેક શેર પર આપશે 35રૂ. નું ડિવિડન્ડ, જાહેર કરી રેકોર્ડ ડેટ

એલોન મસ્ક વાણી સ્વાતંત્ર્યની તરફેણમાં


ટ્વિટરને હસ્તગત કર્યા પછી, એલોન મસ્કએ આ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અભિવ્યક્તિની સ્વતંત્રતાની હિમાયત કરી હતી. મસ્કના મતે યુઝર્સને બોલવાની સ્વતંત્રતા મળવી જોઈએ.



હકીકતમાં, જેક ડોર્સીના કાર્યકાળ દરમિયાન ઘણા ટ્વિટર યુઝર્સના એકાઉન્ટ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. જેમાં અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો પણ સમાવેશ થાય છે. જો કે, ટ્વિટર પર સસ્પેન્ડ કરેલા એકાઉન્ટ્સને ફરી ચાલુ કરવા માટે, એલોન મસ્કે 'સામાન્ય માફી'ની જાહેરાત કરી અને ડોનાલ્ડ ટ્રમ્પના ટ્વિટર હેન્ડલને પુનઃ શરુ કર્યું હતું.
First published:

Tags: Business news, Twitter, Twitter Account Deleted, Twitters

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો