નવી દિલ્હીઃ જો તમે એક શાનદાર માઇલેજવાળી બાઇક ખરીદવા માંગે છે તો TVS સ્પોર્ટ (TVS Sports) લઈ શકો છો. હાલમાં જ આ બાઇકે ઓન-રોડ 110.12kmpl માઇલેજની સાથે નવો રેકોર્ડ સ્થાપ્યો છે. હવે આ ફેસ્ટિવ સીઝન (Festive Season)માં કંપની આ બાઇક પર શાનદાર ઓફર્સ (TVS Sports offers) આપી રહી છે. કંપની તેની પર 11,111 રૂપિયાના ડાઉન પેમેન્ટની સાથે 100 ટકા લોનની સુવિધા અને 1555 રૂપિયાના મંથલી EMI વિકલ્પ પણ આપી રહી છે. ઓફર વિશે વધુ જાણકારી મેળવવા માટે પોતાના નજીકના ડીલરનો સંપર્ક કરો.
કોરોના સંકટના સમયમાં રોકડની અછતને જોતાં ગ્રાહકોને ઓછા EMI અને 100 ટકા લોનની સુવિધા ઉપલબ્ધ કરાવવા જઈ રહી છે. કંપનીને આશા છે કે તેનાથી વેચાણ વધશે. ફીચર્સની વાત કરીએ તો તેમાં એલઇડી બિટ્સ ડીઆરએલ, ક્લસ્ટરમાં એક અનલોગ સ્પીડોમીટર, ઓડોમીટર અને ઇંધણ ગેજ સામેલ છે.
હાલમાં TVS સ્પોર્ટની કિક-સ્ટાર્ટ વર્ઝનની કિંમત 54,850 રૂપિયાથી શરૂ થાય છે, જ્યારે તેના સેલ્ફ સ્ટાર્ટ વેરિયન્ટની એક્સ શો રૂમ કિંમત 61,525 રૂપિયા છે. આ બાઇકને BS6 માપદંડોના અનુરૂપ આ વર્ષની શરૂઆતમાં લૉન્ચ કરવામાં આવી હતી.
BS6 TVS સ્પોર્ટમાં 109.7ccના સિંગલ સિલેન્ડર એર-કૂલ્ડ ઇંધણ ઇજેક્ટ એન્જિન મળે છે, જે 8.29 PSના પાવર અને 8.7 Nmના ટોર્ક જનરેટ કરે છે. આ એન્જિનને 4 સ્પીડ ગિયરબોક્સમાં સજ્જ કરવામાં આવ્યું છે. બીજી તરફ કંપનીનો દાવો છે કે તેની ટોપ સ્પીડ 90 kmphની છે.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર