ઇલેક્ટ્રિક વાહનોનું (E-vehical) માર્કેટ સતત વધી રહ્યું છે. તેની સાથે આ ક્ષેત્રમાં નવી કંપનીઓ માર્કેટમાં પદાર્પણ કરી રહી છે. ત્યારે હવે દેશની ટોચની ટુ-વ્હીલર ઉત્પાદક કંપની TVS Motor ટૂંક સમયમાં સ્થાનિક બજારમાં પોતાનું નવું ઇલેક્ટ્રિક સ્કૂટર Creon લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. આ ઈ-સ્કૂટરમાં એડવાન્સ ટેકનોલોજી અમે કનેક્ટિવિટી સહિતના ફીચર હશે.
ઉલ્લેખનીય છે કે, ટીવીએસ તેના ઇલેક્ટ્રિક વ્હિકલ પોર્ટફોલિયોને મજબૂત કરવા રૂ. 1000 કરોડનું રોકાણ કરવાનો પ્લાન ધરાવે છે. TVS Creonને હોસુર પ્લાન્ટમાં બનાવવામાં આવશે. TVSએ 2018 ઓટો એક્સ્પોમાં સૌપ્રથમ વખત ક્રિઓન કન્સેપ્ટ ઇલેક્ટ્રિક સ્કૂટર રજૂ કર્યું હતું. હવે 500 જેટલા એન્જીનીયર તેને આખરી ઓપ આપવા કામ કરી રહ્યા છે.
ટીવીએસનું આ સ્કૂટર ખૂબ સ્ટાઇલિશ છે. જે સ્પોર્ટ્સ બાઇક જેવી ફિલ આપે છે. આ સ્કૂટરમાં કંપની 12 કિલોવોટની લિથિયમ આયન બેટરી પેકનો ઉપયોગ કરવા જઈ રહી છે. આ સ્કૂટરમાં કંપનીએ ફાસ્ટ ચાર્જિંગ સિસ્ટમ આપી છે. જેના કારણે તમારો ઘણો સમય બચી જશે. સ્કુટર ફૂલ ચાર્જ થઈ ગયા બાદ સ્કૂટર 80 કિલોમીટર સુધી દોડી શકે છે. Creonમાં શક્તિશાળી મોટરના કારણે તે ફક્ત 5.1 સેકન્ડમાં 0થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ પકડી શકે છે.
ફાસ્ટ ચાર્જિંગ આઉટલેટના માધ્યમથી બેટરીને માત્ર એક કલાકમાં 80 ટકા જેટલી ચાર્જ કરી શકાય છે. આ કન્સેપ્ટ મોડેલને આંકડા છે. તેને પ્રોડર્શન વર્જન લોન્ચ થયા બાદ વાસ્તવિક ડ્રાઇવિંગ રેન્જ જોવા મળી શકે છે.
અત્યાધુનિક ફીચર્સ
આ સ્કૂટરમાં મોટા બૂટ સ્પેસ સાથે બેસ્ટ નેવિગેશન સિસ્ટમ, બ્લૂટૂથ કનેક્ટિવિટી, સંપૂર્ણ ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ કન્સોલ મળશે. તેમજ સ્માર્ટ ચાર્જર, TFT સ્ક્રીન, પાર્ક અસિસ્ટ, અલગ અલગ રાઈડીંગ મોડ, જીઓફેસિંગ અને એન્ટી થેફ્ટ સિસ્ટમ મળી શકે છે.
કિંમત અને લોન્ચિંગ
દિલ્હી, બેંગ્લોર, પુણે, ચેન્નાઈ અને કોઈમ્બતુર જેવા મોટા શહેરોમાં TVS તેનું પહેલું ઇલેક્ટ્રિક સ્કૂટર iQube વેચે છે. અલબત Creon સ્કૂટર આખા દેશમાં લોન્ચ થશે.
" isDesktop="true" id="1116137" >
iQube કરતા આ સ્કુટરમાં થોડા વધુ ફીચર હોવાથી કિંમત પણ વધુ હોય શકે છે. આવતા વર્ષે આ સ્કૂટર લોન્ચ કરવામાં આવે તેવી શક્યતા છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર