Home /News /business /TV18 Broadcast એ ત્રીજા ક્વાર્ટરમાં મેળવ્યો 35 ટકા વધારે શુદ્ધ લાભ, ચેક કરો ડિટેલ્સ

TV18 Broadcast એ ત્રીજા ક્વાર્ટરમાં મેળવ્યો 35 ટકા વધારે શુદ્ધ લાભ, ચેક કરો ડિટેલ્સ

TV18 Broadcast એ આજે પોતાના ત્રીજા ક્વાર્ટરના પરિણામ (TV18 Broadcast q3 results)જાહેર કરી દીધા

TV18 Broadcast q3 results - TV18 Broadcast એ આજે પોતાના ત્રીજા ક્વાર્ટરના પરિણામ જાહેર કરી દીધા છે. જે પ્રમાણે 31 ડિસેમ્બર 2021માં થયેલા ક્વાર્ટરમાં કંપનીનો નફો ક્વાર્ટરના આધારે 35 ટકાના વધારા સાથે 312 કરોડ રૂપિયા પહોંચી ગયો છે

નવી દિલ્હી : TV18 Broadcast એ આજે પોતાના ત્રીજા ક્વાર્ટરના પરિણામ (TV18 Broadcast q3 results)જાહેર કરી દીધા છે. જે પ્રમાણે 31 ડિસેમ્બર 2021ના રોજ ખતમ થયેલા ક્વાર્ટરમાં કંપનીનો નફો ક્વાર્ટરના (TV18 Broadcast Profit)આધારે 35 ટકાના વધારા સાથે 312 કરોડ રૂપિયા રહ્યો છે. જ્યારે વાર્ષિક આધાર પર કંપનીના નફામાં 17 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. તમને જણાવી દઈએ કે ગત વિત્ત વર્ષના ત્રીજા ક્વાર્ટરમાં કંપનીને 377 કરોડ રૂપિયાનો નફો થયો હતો. ગત વર્ષે કંપનીને આ ગાળામાં 102 કરોડ રૂપિયાનું ટેક્સ ક્રેડીટ મળ્યું હતું.

સમગ્ર સમાચાર-ટીવી અને ડિજિટલ-અને મનોરંજન વ્યવસાયોમાં નફાકારકતામાં નોંધપાત્ર સુધારા સાથે નેટવર્ક18 મીડિયા (Network18 Media)એ 31 ડિસેમ્બર, 2021ના ​​રોજ પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં અત્યાર સુધીનો સૌથી વધુ રૂ. 373 કરોડનો ત્રિમાસિક ઓપરેટિંગ પ્રોફિટ નોંધાવ્યો છે. નેટવર્ક18ની ત્રિમાસિક આવક રૂ. 1,657 કરોડ રહી છે, જે વાર્ષિક ધોરણે 16.5 ટકા વધી છે.

રીજનલ માર્કેટમાં આવેલા રેવન્યૂ ગ્રોથને કારણે રીજનલ ન્યૂઝ પોર્ટફોલિયો (regional news portfolio) એ પ્રથમ નફાકારક ત્રિમાસિક ગાળો દર્શાવ્યો છે. આવકમાં વૃદ્ધિ, નિયંત્રિત ઓપરેટિંગ ખર્ચ અને ઓછા ફાઇનાન્સ ખર્ચને કારણે પ્રોફિટ બિફોર ટેક્સ 31 ટકા વાર્ષિક ધોરણે વધીને રૂ. 337 કરોડ થયો છે.

આ પણ વાંચો - Voter ID card update- મતદાન કાર્ડ પર આ રીતે અપડેટ કરો તમારું નવું સરનામું, ફોલો કરો આ સ્ટેપ્સ

આ બાબતે કંપનીએ જણાવ્યું કે, યૂઝર્સ અને એડવર્ટાઇઝર્સ બંને દ્વારા માધ્યમને અપનાવવા સાથે ડિજિટલ એડવર્ટાઇઝિંગ આકર્ષણ સતત વધી રહ્યું છે. નાણાકીય વર્ષ 20ની સરખામણીમાં બે ગણી કરતાં વધુ જાહેરાતની આવક સાથે ડિજિટલ ન્યૂઝ મજબૂતાઈ સાથે વધતુ રહ્યું છે. ડિજીટલ એડવર્ટાઈઝિંગનો મોટો હિસ્સો મેળવવા માટે ડિજિટલ વપરાશમાં વધારો કરી રહ્યું છે.

Network18 ની યર-ટુ-ડેટ જાહેરાત આવક પહેલાથી જ FY21 ના ​​સંપૂર્ણ વર્ષના કુલ આંકડાને વટાવી ગઈ છે. કંપનીએ જણાવ્યું હતું કે, ડિજિટલ ન્યૂઝ સેગમેન્ટે છેલ્લા 18 મહિનામાં સતત આવકમાં વૃદ્ધિ દર્શાવી છે, જે ડિજિટલ યૂનિવર્સમાં પોર્ટફોલિયોની વધતી પહોંચને કારણે જોવા મળે છે. આવકમાં વાર્ષિક ધોરણે 41 ટકાનો વધારો જોવા મળ્યો છે. આ ત્રિમાસિક ગાળાના ક્વાર્ટરમાં ઓપરેટિંગ માર્જિન 21.2 ટકા હતું

નેટવર્ક18ની ડિજિટલ ન્યૂઝ એસેટ્સની પહોંચ વાર્ષિક ધોરણે 50 ટકાથી પણ વધુ વધવા પામી છે, જે કવરેજ હેઠળ સતત એક્સપાન્ડિંગ ટોપિક્સ અને ઈનોવેટિવ રિપોર્ટિંગ ફોર્મેટ્સમાં ખાસ કરીને મોબાઇલ-ફર્સ્ટ ઇન્ટરનેટ યૂઝર્સ પર ફોકસ કરે છે.

ઇન્ટરનેટ વપરાશકર્તાઓમાં 50 ટકાથી વધુની રીચ અને જેનર વચ્ચે (સામાન્ય સમાચાર, ફાઇનાન્સ, ક્રિકેટ) અને ભાષાઓમાં પોતાના અસ્તિત્વ સાથે, નેટવર્ક18ની વેબસાઇટ્સનો સ્યુટ વિવિધ ઓડિયન્સને આકર્ષે છે અને જાહેરાતકર્તાઓને તેમના ગ્રાહકો સાથે જોડાવા માટે સારું પ્લેટફોર્મ આપે છે.

આ પણ વાંચો - Budget 2022: જાણો બજેટમાં આવતા વિવિધ ટેક્નિકલ શબ્દોનો અર્થ, ખૂબ સરળ શબ્દોમાં સમજો

મનીકંટ્રોલ એ ભારતના અગ્રણી ડિજિટલ બિઝનેસ અને ફાઇનાન્સ ડેસ્ટિનેશન તરીકે હાલ મજબૂત સ્થિતિમાં છે. તેની એપ્લિકેશનના કરંટ માસિક એક્ટિવ યૂઝર્સ 55 મિલિયન-પ્લસ છે, જે ગયા વર્ષની સરખામણીમાં 75 ટકા વધુ છે. તેની સબ્સ્ક્રિપ્શન સેવા MC Pro FY22 ના અંત સુધીમાં તેના 5 લાખ પેઇડ યૂઝર્સના લક્ષ્ય તરફ આગળ વધી રહી છે.

નાંણાકીય કામગીરી પર વાત કરતાં, TV18 ના ચેરમેન આદિલ જૈનુલભાઈએ કહ્યું કે, અમે એક મજબૂત અને ટકાઉ મીડિયા ફ્રેન્ચાઈઝી બનાવી રહ્યા છીએ. જે માત્ર ભારતીય પ્રેક્ષકો માટે ગુણવત્તાયુક્ત સામગ્રી જ નહીં, શેરધારકો માટે મૂલ્યવાન પણ છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ગ્રુપે છેલ્લાં કેટલાંક વર્ષોમાં ઘણાં નોંધપાત્ર પગલાં લીધાં છે. જેમણે નફાકારકતાના મોરચે ટર્નઅરાઉન્ડ હાંસલ કરવામાં અને તેના વ્યવસાયોના માર્જિન પ્રોફાઇલમાં દૃશ્યમાન પરિવર્તન લાવવામાં મદદ કરી છે.

તેમણે કહ્યું કે, કન્ટેન્ટ કન્ઝપ્શન સમગ્ર માધ્યમોમાં સતત વધતો જાય છે, અમારો ઉદ્દેશ્ય તેમની સ્થાનિક ભાષાઓ, મૂવીઝ અને અગ્રણી સ્પોર્ટ્સ ઇવેન્ટ્સમાં સમાચાર અને મનોરંજન સામગ્રીમાં રસ ધરાવતા ગ્રાહકો માટે પસંદગીના પ્લેટફોર્મ બનાવવાનો છે.
First published:

Tags: Network18, બિઝનેસ