TRAIના નવા ટેરિફથી ટીવી જોવાનો ખર્ચ 25% વધી શકે છે : રિપોર્ટ

નવા નિયમ પ્રમાણે ગ્રાહકોને પોતાની મનપસંદ ચેનલ પસંદ કરીને તે પ્રમાણે ચાર્જ ચુકવવાની આઝાદી મળે છે.

News18 Gujarati
Updated: February 5, 2019, 5:47 PM IST
TRAIના નવા ટેરિફથી ટીવી જોવાનો ખર્ચ 25% વધી શકે છે : રિપોર્ટ
પ્રતિકાત્મક તસવીર
News18 Gujarati
Updated: February 5, 2019, 5:47 PM IST
ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા (TRAI) તરફથી કરવામાં આવેલા નવા ટેરિફ આર્ડર બાદ મોટાભાગના સબ્સક્રાઇબર્સ માટે ટીવી જોવાનો ખર્ચ વધી શકે છે. જોકે, પ્રસિદ્ધ ચેનલોને તેનો ફાયદો થશે. રેટિંગ એજન્સી ક્રિસિલ (Crisil)ના રિપોર્ટમાં આ વાત કહેવામાં આવી છે.

ક્રિસલના રિપોર્ટ અનુસાર TRAIની નવી ગાઇડલાઇન અંતર્ગત બ્રોડકાસ્ટર્સ અને ડિસ્ટ્રિ્બ્યૂટર્સ તરફથી નેટવર્ક કેપેસિટી ફી અને ચેનલ પ્રાઇમની જાહેરાત કરવામાં આવ્યા બાદ મોટાભાગના સબ્સક્રાઇબર્સ માટે ટીવી ચેનલ્સનો ખર્ચ વધી શકે છે.

TRAI ફ્રેમવર્કનો ઉદેશ્ય ટીવી યૂઝર્સ માટે ચેનલની પસંદગી કરવી અને ખર્ચમાં પારદર્શકતા લાવવાનો હતો. નવા નિયમ પ્રમાણે ગ્રાહકોને પોતાની મનપસંદ ચેનલ પસંદ કરીને તે પ્રમાણે ચાર્જ ચુકવવાની આઝાદી મળે છે.

આ પણ વાંચો : 11 વર્ષ બાદ ટીવી પર પરત ફરી રહ્યો છે એ. આર. રહેમાન, જલ્દી શરુ થશે શો

25 ટકા વધી શકે છે બિલ

ક્રિસિલના સીનિયર ડિરેક્ટર સચિન ગુપ્તાએ કહ્યું કે, અમારા તારણ પ્રમાણે દર્શકોના માસિક બિલ પર આનાથી અલગ અલગ પ્રભાવ પડશે. જૂની કિંમતોની સરખામણી કરતા 10 ચેનલ પસંદ કરનાર ગ્રાહકોનું બિલ વર્તમાન 230-40 રૂપિયાની સરખામણીમાં 25 ટકા વધીને પ્રતિ મહિને રૂ. 300 સુધી પહોંચી શકે છે. પરંતુ આ જ ગ્રાહકો પાંચથી ઓછી ચેનલ્સ પસંદ કરે છે તો તેનું બિલ ઓછું થઈ શકે છે.
Loading...

ક્રિસલનું માનવું છે કે પ્રથમ ફેબ્રુઆરીથી પ્રભાવમાં આવેલા આ નવા નિયમથી પ્રસિદ્ધ ચેનલોને ફાયદો થશે. લોકો ઓવર ધ ટોપ (OTT) પ્લેટફોર્મ જેવા કે નેટફ્લિક્સ, હોટસ્ટાર તરફ વળશે તેવી પણ શક્યતા જોવામાં આવી રહી છે. આનાથી બ્રોડકાસ્ટર્સ ઉદ્યોગમાં એકીકરણ અને વિલયને પણ વેગ મળશે.

આ પણ વાંચો : Last Day : TV ચેનલ પસંદ કરવાનો, TRAI ડેડલાઇન વધારવા પાડી ના!

ગુપ્તાના જણાવ્યા પ્રમાણે નવા નિયમને કારણે બ્રોડકાસ્ટર્સની આવક 40 ટકા વધીને 94 રૂપિયા પ્રતિ ઉપભોક્તા થઈ જશે. આ આવક હાલ પ્રતિ ઉપભોક્તા રૂ. 60થી રૂ. 70 વચ્ચે રહેલી છે. કારણ કે ઉપભોક્તાઓ લોકપ્રિય ચેનલો તરફ વધારે દોડશે, જેના કારણે કિંમતો નક્કી કરવામાં મોટા બ્રોડકાસ્ટર્સના મનની ચાલશે. જ્યારે આનાથી ઓછી લોકપ્રિય ચેનલો બંધ થવાની કગાર પર આવી જશે.

રિપોર્ટના જણાવ્યા પ્રમાણે DTH અને કેબલ ઓપરેટર જેવા ડિસ્ટ્રિબ્યૂટર્સ પર આની સરખી અસર જોવા મળશે. તેમને પેકેજિંગને કારણે થતો ફાયદો નહીં મળે, જ્યારે દરેક ઉપભોક્તા પાસેથી તેમની કમાણી નક્કી થઈ ગઈ છે. ક્રિસિલના ડિરેક્ટર નીતેશ જૈનના જણાવ્યા પ્રમાણે નવા નિયમને કારણે ઓવર ધ ટોપ (OTT) જેવા પ્લેટફોર્મને વધારે ફાયદો થશે. કારણ કે મોટા ભાગના ઉપભોક્તાઓ ખર્ચ વધી જવાને કારણે OTT પ્લેટફોર્મ તરફ વળી જશે. ડેટાનો ખર્ચ ખૂબ જ ઓછો હોવાથી લોકોને તેના તરફનું આકર્ષણ વધશે.
First published: February 5, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...
  • I agree to receive emails from NW18

  • I promise to vote in this year's elections no matter what the odds are.

    Please check above checkbox.

  • SUBMIT

Thank you for
taking the pledge

But the job is not done yet!
vote for the deserving condidate
this year

Click your email to know more

Disclaimer:

Issued in public interest by HDFC Life. HDFC Life Insurance Company Limited (Formerly HDFC Standard Life Insurance Company Limited) (“HDFC Life”). CIN: L65110MH2000PLC128245, IRDAI Reg. No. 101 . The name/letters "HDFC" in the name/logo of the company belongs to Housing Development Finance Corporation Limited ("HDFC Limited") and is used by HDFC Life under an agreement entered into with HDFC Limited. ARN EU/04/19/13618
T&C Apply. ARN EU/04/19/13626