ભૂકંપ તુર્કીમાં આવ્યાની અસર ગુજરાતની કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ પર પડી છે.
turkey earthquake: આ દિવસોમાં તુર્કીમાં ભયાનક ભૂકંપના કારણે તબાહી મચી ગઈ છે. હજારો લોકોના મોત થયા છે. જો કે તુર્કીના ભૂકંપના આંચકાના કારણે ગુજરાતના કેમિકલ બિઝનેસને પણ અસર થઈ છે. તુર્કી કાપડનું મુખ્ય ઉત્પાદક છે અને તેમાં વપરાતા રસાયણો ગુજરાતમાંથી જાય છે. આવી સ્થિતિમાં રસાયણ ઉદ્યોગને કેટલું નુકસાન થશે અને સ્થિતિ ક્યારે સામાન્ય થશે તે જણાવી રહ્યા છે CNBC Awaaz ના બ્યુરો ચીફ કેતન જોશી.
અમદાવાદઃ તુર્કીમાં આવેલા વિનાશક ભૂકંપને કારણે, ભારતનો રિએક્ટિવ ડાઈ કેમિકલ બિઝનેસ 30 ટકા સુધી ઘટી શકે છે, કારણ કે તુર્કી ભારતના ડાઈ કેમિકલનું મુખ્ય ખરીદદાર છે.આ અંગે વધુ માહિતી આપતા એસોચેમના કેમિકલ સેક્ટરના ચેરપર્સન અને કિરી ઈન્ડસ્ટ્રીના સીએમડી મનીષ કિરીએ જણાવ્યું કે "તુર્કી ભારતમાંથી વાર્ષિક 1 લાખ મેટ્રિક ટન ડાઈ કેમિકલ ખરીદે છે. ગુજરાતમાંથી તુર્કીમાં 50 હજાર મેટ્રિક ટન રિએક્ટિવ કેમિકલની નિકાસ થાય છે. રિએક્ટિવ કેમિકલનો ઉપયોગ તુર્કીના ટેક્સટાઈલ બિઝનેસમાં થાય છે. ભૂકંપને કારણે તુર્કીમાં ઘણા ટેક્સટાઇલ પ્લાન્ટ્સ જમીન દોસ્ત થઇ ગયા છે. હવે તુર્કીના પ્લાન્ટને ફરી ઊભા થવામાં એક વર્ષ લાગશે અને ત્યાં સુધી ભારતમાંથી અને ખાસ કરીને ગુજરાતમાંથી રિએક્ટિવ કેમિકલ સપ્લાય ઘણી ઓછી થઇ જશે.
મનીષ કિરીએ જણાવ્યું કે, ગુજરાતમાંથી તુર્કીમાં સપ્લાય થતા રિએક્ટિવ કેમિકલમાં હવેથી 30 ટકાનો ઘટાડો થયો છે. ભવિષ્યમાં પણ તેમાં વધુ ઘટાડો થવાની સંભાવના છે. તમામ ઓર્ડર અને પેમેન્ટ હાલ માટે હોલ્ડ પર રાખવામાં આવ્યા છે. ભારતનો ₹3000 કરોડનો રિએક્ટિવ કેમિકલ બિઝનેસ મુશ્કેલીમાં છે અને તેમાં ગુજરાતનો મોટો હિસ્સો છે.
ગુજરાતમાં 100થી વધુ નાની-મોટી રિએક્ટિવ કેમિકલ ફેક્ટરીઓ આવેલી છે. હજારો લોકોને સીધી રોજગારી મળે છે. જો કે, મોટાભાગના પ્લાન્ટ્સ અડધી ક્ષમતા પર કામ કરી રહ્યા છે અને તુર્કીમાં આવેલા વિનાશક ભૂકંપને કારણે આ ફેક્ટરીઓ તેમની વર્તમાન ક્ષમતા કરતાં પણ નીચે કામ કરશે. આ તકલીફ ઓછામાં ઓછી એક વર્ષ રહી શકે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર