Home /News /business /

કોરોના જેવી મહામારીમાં આર્થિક સમસ્યા દૂર કરવાના કેટલાક મહત્વના ઉપાય, જાણો બધું જ

કોરોના જેવી મહામારીમાં આર્થિક સમસ્યા દૂર કરવાના કેટલાક મહત્વના ઉપાય, જાણો બધું જ

પ્રતિકાત્મક તસવીર

ક્યારેક ક્યારેક ઈમરજન્સીના સમયમાં ના છુટકે તમારે દેવું કરવું પડે છે. આ દરમિયાન તમારે ધ્યાન રાખવાનું રહેશે કે તેની યોગ્ય રીતે વ્યવસ્થા થાય

નવી દિલ્હી : વૈશ્વિક મહામારી કોરોનાને કારણે દરેક વ્યક્તિની આર્થિક પરિસ્થિતિ પર અસર થઈ છે. અનેક લોકોએ નોકરી ગુમાવી છે અનેક લોકોના બિઝનેસ ઠપ્પ થઈ ગયા છે. કોરોનાના ઈલાજમાં ખૂબ જ મોટી રકમ ખર્ચાઈ ગઈ છે. આ પરિસ્થિતિમાં તમે દેવામાં ન ડૂબી જાવ તે માટે નિષ્ણાંતોએ કેટલાક સરળ ઉપાય આપ્યા છે.

સ્માર્ટકોઈનના સહ સંસ્થાપક અને સીઈઓ રોહિત ગર્ગે ન્યૂઝ 18ને જાણકારી આપી છે કે ઈમરજન્સી ફંડની વ્યવસ્થા ન હોવાને કારણે કેટલી મુશ્કેલી સર્જાઈ શકે છે. આ પરિસ્થિતિમાં શોર્ટ ટર્મ લોનનો લાભ લઈ શકાય છે. દેવું કરવું હંમેશા ખરાબ બાબત નથી. ક્યારેક ક્યારેક ઈમરજન્સીના સમયમાં ના છુટકે તમારે દેવું કરવું પડે છે. આ દરમિયાન તમારે ધ્યાન રાખવાનું રહેશે કે તેની યોગ્ય રીતે વ્યવસ્થા થાય. વ્યવસ્થા કરીને લીધેલ દેવું તમાર ફાયનાન્સ પર સકારાત્મક અસર કરી શકે છે.

RBI દ્વારા વિનિયમિત NBFCથી દેવું EMI પર સરળતાથી લઈ શકાય છે અને તેની ચૂકવણી કરવા માટે તમને વધુ સમય આપવામાં આવે છે. જે તમને નાણાંકીય લક્ષ્યો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં મદદ કરશે તથા તમે લાંબા ગાળાની બચત પણ કરી શકશો. ગર્ગ જણાવે છે કે Transunion Cibilના એક રિપોર્ટ અનુસાર ભારતમાં 2017ની સરખામણીએ 2020માં Retail Loan બમણી થઈ ગઈ છે. ડિજિટલ દેવાની માંગમાં ખૂબ જ વધારો થયો છે.

આ પણ વાંચોCOVID-19 in India: ભારતમાં નહીં આવે કોરોનાની જીવલેણ ત્રીજી લહેર, તેનો ભય પાયાવિહોણો - નિષ્ણાતો

નોકરી અને નિયમિત આવક થવા પર ઈમરજન્સી લોન લો

સી એ હરિગોપાલ પાટીદાર માને છે કે નોકરી અને નિયમિત આવક ધરાવનાર વ્યક્તિ નાની રકમની લોન લઈ શકે છે. સરળતાથી ઉપલબ્ધ ક્રેડિટના દુરુપયોગથી નાણાકીય લક્ષ્ય પર અધિક અસર થઈ શકે છે. ગંભીર સમયમાં વિદેશી રજાઓનું વધુ મહત્વ નથી, પરંતુ સેવાનિવૃત્તિ અને બાળકોની શિક્ષાનું વધુ મહત્વ છે. તે માટે લાંબા સમયગાળાના લક્ષ્યમાં રોકાણ ચાલુ રાખવાનું સુનિશ્ચિત કરવું જોઈએ. જો તમારે તમારા કાર્યક્ષેત્રમાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે અથવા તમારી આવક અનિયમિત છે ત્યારે શું કરવું જોઈએ? નિષ્ણાંતો માને છે કે આ પરિસ્થિતિમાં થોડા સમય માટે તમે રોકાણ કરવાનું બંધ કરી શકો છો. વીમા અને ઈમરજન્સી ફંડનું ધ્યાન રાખો.

આ પણ વાંચોહાઈ બ્લડ પ્રેશર હોય તો રોજ પીવો એક ગ્લાસ ટામેટાનું જ્યુસ, થોડા જ દિવસોમાં દેખાશે તેની અસર

એક મોટી હોસ્પિટલમાં દાખલ થવા પર રૂ. 2 લાખથી રૂ. 10 લાખ સુધીનો ખર્ચ થઈ શકે છે. જો તમારી પાસે વીમા પોલિસી નથી તો તમારી બચત રકમ સરળતાથી ખર્ચાઈ શકે છે અને દેવાનો ભોગ બની શકો છો. તમારા ઘરેલુ ખર્ચાની સાથે સાથે મુદ્રાસ્ફીતિને ધ્યાનમાં રાખીને ઇન્શ્યોરન્સ લેવો જોઈએ. જ્યાં સુધી તમારા ઘરમાં અન્ય વ્યક્તિ કમાતી ન થાય ત્યાં સુધી તમારુ જીવન વીમા કવર પરિવારને સુરક્ષા પ્રદાન કરે તેટલું સક્ષમ હોવું જોઈએ. સ્વાસ્થ્ય વીમો તમારા જીવન સ્તર અને હોસ્પિટલમાં ઈલાજના ખર્ચ જેવી અનેક બાબતો પર નિર્ભર કરે છે.

મહામારી બાદ ઈમરજન્સી ફંડનું મહત્વ સમજાયું છે

જો કોઈ વ્યક્તિ પાસે ઈમરજન્સી ફંડની વ્યવસ્થા નથી તો તેમને આ મહામારીના સમયમાં ઈમરજન્સી ફંડનું મહત્વ સમજાયું છે. છ મહિનાની માસિક આવક જેટલું ઈમરજન્સી ફંડ હોવું જોઈએ. બેન્ક બચત કરવી જરૂરી છે તેટલું જ વીમા કવર પણ જરૂરી છે.
First published:

Tags: Business news, Coronavirus

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन