ટ્રમ્પ ભૂલથી પણ ચીન જેવી લડાઈ ભારત સાથે નહીં કરે, જાણો કારણો

ડોનાલ્ડ ટ્રમ્પ ભારતને 'ટેરિફ કિંગ'નું લેબલ આપી ચુક્યા છે. જોકે, સવાલ એ છે કે શું ટ્રમ્પ ભારત સાથે પણ ટ્રેડ વોર લડી લેવાના મૂડમાં છે?

News18 Gujarati
Updated: May 18, 2019, 2:27 PM IST
ટ્રમ્પ ભૂલથી પણ ચીન જેવી લડાઈ ભારત સાથે નહીં કરે, જાણો કારણો
પીએમ મોદી અને અમેરિકાના પ્રેસીડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની ફાઇલ તસવીર
News18 Gujarati
Updated: May 18, 2019, 2:27 PM IST
ન્યૂઝ 18 ગુજરાતી : અમેરિકા અને ચીન વચ્ચે વેપાર યુદ્ધ છેડાઈ ગયું છે. આ યુદ્ધની વ્યાપક અસર ભારત સુધી થાય તેવી શક્યતા છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આ ક્રમમાં ભારતને બક્ષવાના મૂડમાં નથી. ટ્રમ્પ ભારતને ટેરિફ કિંગ ગણાવી ચુક્યા છે. તેમની નજર આંકડાઓ પર છે. ભારતનો અમેરિકા સાથેનો વેપાર 24.3 અબજ ડૉલરની સરપ્લસ પર છે જેની અમેરિકા પર વ્યાપક અસર થઈ રહી છે. જોકે, હવે સવાલ એ સર્જાઈ રહ્યો છે કે શું ટ્રમ્પ ચીનની જેમ ભારત સાથે પણ લડી લેવાના મૂડમાં છે? પરંતુ શું અમેરિકા ભારત સાથે પણ ચીન જેવું વેપાર યુદ્ધ ખેલશે?

બ્લૂમબર્ગના આર્ટિકલ મુજબ ભારત અમેરિકા સાથે ઔપચારિક ગઠબંધન કરવા માંગતું નથી. અમેરિકાની સરકારે ભારતની અપેક્ષાઓ અને નીતિઓનો આદર કરતા કાયમ સાક્ષી ભાવ દર્શાવ્યો છે. અમેરિકાી સરકાર એક પછી એક એવા નિર્ણયો કરી રહી છે જેનાથી સંદેશ જાય કે ભારતની પ્રગતિ અમેરિકાના હિતમાં છે. જોકે, ટ્રમ્પ પ્રસાશનને ભારતીય પ્રોડક્ટ્સ પર ટેરિફ લગાડવાની શરૂઆત કરી દીધી છે. ફક્ત ભારતથી અમેરિકામાં આવતી પ્રોડક્ટસ પર જ ટેરિફ લગાવ્યા છે એટલું નથી અમેરિકાએ ભારતને ઇરાનથી તેલ ખરીદતા પણ અટકાવ્યું છે. અમેરિકાએ અફઘાનિસ્તાનના વિકાસમાં ભારતના યોગદાનને પણ અજર અંદાજ કર્યુ છે.

ભારત પર અસર

અમેરિકા અને ચીન વચ્ચેના વેપાર યુદ્ધની ભારત પર પણ અસર થઈ રહી છે. જો અમેરિકા ભારત સાથે પણ વેપાર યુદ્ધ છેડી નાંખે તો ચીન છોડી અને ભારતમાં આવવા માંગતી કંપનીઓ પર તેની દુરોગામી અસર થઈ શકે છે અને કંપનીઓ ભારતમાં આવતાં પહેલાં ફેર વિચાર કરી શકે છે.

રાષ્ટ્રપતિ ટ્રમ્પે તુર્કીને વેરામાંથી મળતી છૂટાછાટ બંધ કરાવી દીધી છે. બ્લૂમબર્ગના લેખમાં ભારત અને અમેરિકા બંને માટે ઉપાય આપવામાં આવ્યો છે. ટ્રમ્પ પ્રસાશનને ભારતની નવી સરકારને થોડો સમય આપે. જ્યારે ભારતે એવા પગલા ભરવા જોઈએ જેથી અમેરિકા અને ચીનના વેપાર યુદ્ધ સમયે ભારત અંગે ટ્રમ્પ પ્રસાશનને મળેલી ખોટી સલાહનું ભવિષ્યમાં પુનરાવર્તન ન થાય
First published: May 18, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...