ખુશખબર! ટ્રમ્પે H-1B વીઝા નિયમોમાં આપી ઢીલ, ભારતીયો કામ પર પરત ફરી શકશે

News18 Gujarati
Updated: August 13, 2020, 9:16 AM IST
ખુશખબર! ટ્રમ્પે H-1B વીઝા નિયમોમાં આપી ઢીલ, ભારતીયો કામ પર પરત ફરી શકશે
ટ્રમ્પ સરકારે આપેલી આ ઢીલ બાદ H-1B વીઝાધારકોને અમેરિકામાં ફરીથી પ્રવેશની મંજૂરી મળી શકશે

ટ્રમ્પ સરકારે આપેલી આ ઢીલ બાદ H-1B વીઝાધારકોને અમેરિકામાં ફરીથી પ્રવેશની મંજૂરી મળી શકશે

  • Share this:
વોશિંગટનઃ ટ્રમ્પ સરકાર (Donald Trump)એ નરમ વલણ અપનાવતાં H-1B વીઝા (H1B Visa) માટે કેટલાક નિયમોમાં ઢીલ આપી છે જેનો સીધો ફાયદો અમેરિકા (US)માં કામ કરી રહેલા ભારતીયોને મળવાનો છે. આ ઢીલ બાદ H-1B વીઝાધારકોને અમેરિકામાં ફરીથી પ્રવેશની મંજૂરી મળી શકશે. જોકે, આ છૂટ માત્ર તેમને જ મળી રહી છે જે તેમની નોકરીઓમાં પરત જૉઇન કરી રહ્યા છે જ્યાં આ વીઝા પ્રતિબંધની ઘોષણાથી પહેલા કામ કરી રહ્યા હતા. નવી નોકરીઓ માટે હાલ આ છૂટ નથી આપવામાં આવે.

અમેરિકાના વિદેશ મંત્રાલયના સલાહકારે કહ્યું છે કે, આશ્રિતો (જીવનસાથી અને બાળકો)ને પણ પ્રાથમિક વીઝાધારકોની સાથે યાત્રા કરવાની મંજૂરી આપવામાં આવશે. વિભાગીય સલાહકારે કહ્યું છે કે એક જ નિયોક્તા અને પોતાના જૂના જ રોજગારને ફરીથી શરૂ કરનારાઓને આવવાની મંજૂરી આપવામાં આવે છે. ટ્રમ્પ પ્રશાસને ટેકનીકલ એક્સપર્ટ્સ, વરિષ્ઠ સ્તરના પ્રબંધકો અને અન્ય શ્રમિકોને પણ યાત્રાની મંજૂરી આપી છે, જે H-1B વીઝા ધરાવે છે અને જેમની યાત્રા સંયુક્ત રાજ્ય અમેરિકાની તત્કાલ અને નિરંતર આર્થિક સ્થિતિને સુવિધાજનક બનાવવા માટે આવશ્યક છે.

આ પણ વાંચો, કેન્સરથી લડી રહેલા સંજુ માટે યુવીએ કરી ઇમોશનલ વાતઃ આ દર્દને જાણું છું

નોંધનીય છે કે, અમેરિકાની સરકારે છૂટ એ લોકોને આપી છે જેઓ કોવિડ-19 મહામારીના પ્રભાવને ઓછો કરવા માટે, કે પર્યાપ્ત સાર્વજનિક સ્વાસ્થ્ય લાભવાળા ક્ષેત્રમાં ચાલી રહેલા ચિકિત્સા અનુસંધાનનું સંચાલન કરવા માટે સાર્વજનિક સ્વાસ્થ્ય કે સ્વાસ્થ્ય દેખભાળ પ્રોફેશનલ્સ કે રિસર્ચરના રૂપમાં કામ કરી રહ્યા છે.

આ પણ વાંચો, નકલી કૂતરાઓની વચ્ચે એક અસલી કૂતરું, શું તમે શોધી શકશો?

વીઝાના નવી નિયમ બનાવી રહ્યું છે અમેરિકા

ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ પહેલા અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે રોજગાર આધારિત અનેક અમેરિકન વીઝા પ્રોગ્રામ પર અસ્થાયી રીતે રોક લગાવી દીધી હતી. કોરોના વાયરસથી ફેલાયેલી કોવિડ-19 મહામારીની વચ્ચે તેમના આ નિર્ણયથી અમેરિકામાં નોકરી કરવાની આશશા રાખનારા હજારો લોકોની આશાઓને જોરદાર આંચકો લાગ્યો હતો. આ પહેલા ડોનાલ્ડ ટ્રમ્પે ઘોષણા કરી હતી કે તેઓ ટૂંક સમયમાં જ H-1B વીઝા માટે નવા નિયમ બનાવવા જઈ રહ્યા છે. આ ફેરફાર બાદ પ્રતિભાશાળી અને ઉચ્ચ કૌશલ લોકોને અમેરિકામાં કારકિર્દી બનાવવા માટે પ્રોત્સાહન મળશે.
Published by: Mrunal Bhojak
First published: August 13, 2020, 9:09 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading