નવી દિલ્હી : નાણાકીય વર્ષ 2023-24 માટે બજેટ રજૂ થયાના બીજા દિવસે એટલે કે 2 ફેબ્રુઆરી 2023ના રોજ સોના અને ચાંદીના ભાવમાં જબરદસ્ત વધારો જોવા મળ્યો હતો. મજબૂત વૈશ્વિક વેપાર વચ્ચે, ગુરુવારે રાષ્ટ્રીય રાજધાનીના બુલિયન માર્કેટમાં સોનાના ભાવમાં 770 રૂપિયાનો વધારો થયો હતો, જ્યારે ચાંદીના ભાવમાં આજે 1,491 રૂપિયાનો વધારો થયો હતો. HDFC સિક્યોરિટીઝે આ માહિતી આપી છે.
ગુરુવારે રાષ્ટ્રીય રાજધાનીમાં સોનાનો ભાવ 770 રૂપિયા વધીને 58,680 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયો હતો. છેલ્લા ટ્રેડિંગ સેશનમાં સોનું 57,910 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું.
આજે ચાંદી કેટલે પહોંચી છે?
ચાંદીનો ભાવ પણ રૂ. 1,491 વધીને રૂ. 71,666 પ્રતિ કિલો બંધ રહ્યો હતો. HDFC સિક્યોરિટીઝના વિશ્લેષકે જણાવ્યું હતું કે, "દિલ્હીમાં સ્પોટ સોનું રૂ. 770 વધીને રૂ. 58,680 પ્રતિ 10 ગ્રામ થયું હતું."
વિદેશી બજારોમાં સોનું 1,956 ડોલર પ્રતિ ઔંસ જ્યારે ચાંદી 24.15 ડોલર પ્રતિ ઔંસની સપાટીએ પહોંચી હતી.
મિસ્ડ કોલ દ્વારા સોનાનો દર જાણવો ખૂબ જ સરળ છે
નોંધનીય છે કે આ દરો તમે ઘરે બેઠા સરળતાથી જાણી શકો છો. આ માટે તમારે આ નંબર 8955664433 પર એક મિસ્ડ કોલ આપવાનો રહેશે અને તમારા ફોન પર એક મેસેજ આવશે, જેમાં તમે લેટેસ્ટ રેટ ચેક કરી શકો છો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર