Home /News /business /માત્ર 1499માં ફ્લાઇટમાં કરો મુસાફરી, આ તારીખ સુધી કરી શકાશે બુકિંગ

માત્ર 1499માં ફ્લાઇટમાં કરો મુસાફરી, આ તારીખ સુધી કરી શકાશે બુકિંગ

એરએશિયા ઇન્ડિયાની એક ઓફર હેઠળ ટિકિટ બુક કરવાથી તમને ઘણો લાભ થઇ શકે છે

એરએશિયા ઇન્ડિયાની એક ઓફર હેઠળ ટિકિટ બુક કરવાથી તમને ઘણો લાભ થઇ શકે છે. એર એશિયાએ પે ડે સેલ હેઠળ આ ઓફર લોન્ચ કરી છે.

દિલ્હી: તમે બહાર ફરવા જવાનું પ્લાનિંગ કરી રહ્યો છો તો તમારા માટે આ કામના સમાચાર છે. તમે પરિવાર સાથે સસ્તા ભારે ફ્લાઇટમાં મુસાફરી કરી શકો છો. એરએશિયા ઇન્ડિયાની એક ઓફર હેઠળ ટિકિટ બુક કરવાથી તમને ઘણો લાભ થઇ શકે છે. એર એશિયા તરફથી માત્ર 1499 રૂપિયાના શરૂઆતી ભાડા સાથે હવાઇ મુસાફરીની ઓફર કરાઇ રહી છે.

એર એશિયાએ પે ડે સેલ હેઠળ આ ઓફર લોન્ચ કરી છે. આ પ્રમોશન કેમ્પેઇન 28 જુલાઇથી 31 જુલાઇ સુધી વેલિડ છે. હાલ આનું બુકિંગ ચાલુ છે અને તમે પણ ટિકિટ બુક કરાવી શકો છો.

આ સ્કીમ હેઠળ ટિકિટ બુક કરાવી તમે આગામી 15 ઓગસ્ટથી 31 ડિસેમ્બર સુધી મુસાફરી કરી શકો છો. કંપનીએ ટ્વિટ કરતાં લખ્યું કે, જો તમે લાંબા સમયથી ફરવાની યોજના બનાવી રહ્યો છો તો હવે એર એશિયા સાથે તે પૂરી કરી શકો છો. એરલાઇનના પે ડે સેલ ફેર્સનું શરૂઆતી ભાડું 1499 રૂપિયા છે. જો તમે 15 ઓગસ્ટથી 31 ડિસેમ્બર 2022 સુધી મુસાફરી કરવા માંગો છો તો આ ઓફરનો લાભ લઇ શકો છો.

આ પણ વાંચો: વેલ્યુએશન ગુરુ દામોદરનની ભવિષ્યવાણી- હજુ ગગડશે ઝોમેટોના શેર

તમે એરલાઇન્સની વેબસાઇટ પર જઇને ટિકિટ બુક કરાવી શકો છો. એરલાઇન્સે જણાવ્યું કે, આ ઓફર સીમિત સીટો માટે છે. આ સ્કીનનો લાભ વહેલા તે પહેલાના ધોરણે લઇ શકો છો. પ્રમોશનલ સીટો બુક થઇ ગયા પછી મુસાફરોને સામાન્ય દરે જ ટિકિટ મળશે.

Tata Neu app દ્વારા બુકિંગ કરતાં ભાડા પર ઓફરના લાભ સિવાય 5 ટકા Neucoins પણ મળશે. એપ દ્વારા બુકિંત કરતાં સમયે બેઝ આધારિત ડિસ્કાઉન્ટ પણ મળશે. નોંધનીય છે કે, અગાઉ એરલાઇન્સે ડોમેસ્ટિક રૂટ્સ માટે 7થી 10 જુલાઇ વચ્ચે ટિકિટની બુકિંગ પર 1497 રૂપિયાના સ્ટાર્ટિંગ ફેર પર ઓફર કરી હતી.
First published:

Tags: Air Asia, Air Ticket, Discount

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો