Home /News /business /નોકરી સાથે શરૂ કરો આ બિઝનેસ, દર મહિને થશે રૂ. 50 હજાર સુધીની કમાણી

નોકરી સાથે શરૂ કરો આ બિઝનેસ, દર મહિને થશે રૂ. 50 હજાર સુધીની કમાણી

ઓલા સાથે જોડાઇ કરો લાખોમાં કમાણી

OLA તમને પ્લેટફોર્મ પર ફ્લીટ અટેચ કરવાની તક આપી રહી છે. તમે એક સાથે અનેક કાર જોડી શકો છો. 2-3 કારથી શરૂ કરીને તમે કારની સંખ્યા વધારી શકો છો, કારની સંખ્યા વધારવા અંગે કોઈ લિમિટ નક્કી કરવામાં આવી નથી. કારની સંખ્યા વધશે તેની સાથે સાથે તમારી કમાણીમાં પણ વધારો થશે.

વધુ જુઓ ...
અહીં અમે તમને એક વિશેષ બિઝનેસ (Business Idea) વિશે જણાવી રહ્યા છીએ. જેની મદદથી તમે મોટી કમાણી કરી શકો છો. તમે સેકન્ડ હેન્ડ ગાડી લઈને ભાડા પર ચઢાવીને તમે કમાણી (Earn Money) શકો છો. જો તમે ટ્રાવેલ સેક્ટરમાં બિઝનેસ શરૂ કરવાનું વિચારી રહ્યા છો, તો તમારા માટે આ ખૂબ જ સારો આઈડિયા છે. આ બિઝનેસ OLA સાથે શરૂ કરી શકાય છે. OLA સાથે જોડાઈને તમે ટ્રાવેલ એન્ટરપ્રેન્યોર બની શકો છો. આ બિઝનેસ શરૂ કરીને તમે દર મહિને રૂ. 40થી 45 હજારની કમાણી કરી શકો છો.

પ્રોસેસ- OLA તમને પ્લેટફોર્મ પર ફ્લીટ અટેચ કરવાની તક આપી રહી છે. તમે એક સાથે અનેક કાર જોડી શકો છો. 2-3 કારથી શરૂ કરીને તમે કારની સંખ્યા વધારી શકો છો, કારની સંખ્યા વધારવા અંગે કોઈ લિમિટ નક્કી કરવામાં આવી નથી. કારની સંખ્યા વધશે તેની સાથે સાથે તમારી કમાણીમાં પણ વધારો થશે.

આ પણ વાંચો: બેંક બેલેન્સ રાખો તૈયાર, ગમે તે સમયે આવશે આ છ કંપનીના IPO, SEBIએ આપી મંજૂરી

કંપનીએ સુવિધામાં વધારો કર્યો- કંપની તે માટે એક ખાસ સુવિધા આપી રહી છે. આ સુવિધાની મદદથી તમે એક જ એપથી તમારી તમામ ટેક્સીથી થતી આવક અને પરફોર્મન્સની જાણકારી મેળવી શકો છો. આ અંગે OLA એ પોતાની વેબસાઈટ તમામ જાણકારી આપી છે. આ જાણકારી મેળવવા માટે આ લિંક પર ક્લિક કરો https://partners.olacabs.com/attach



આ પણ વાંચો: MCXમાંથી રાકેશ ઝુનઝુનવાલાનું Exit, ચાર અન્ય શેરમાં પણ ભાગીદારી ઘટાડી

બિઝનેસ શરૂ કરવા માટેના જરૂરી ડોક્યુમેન્ટ્સ

તમારા ડોક્યુમેન્ટ્સ- PAN કાર્ડ, કેન્સલ ચેક અથવા પાસબુક, આધાર કાર્ડ અને એડ્રેસ પ્રૂફ કારના ડોક્યુમેન્ટ્સ- વ્હીકલ RC બુક, વ્હીકલ પરમિટ, કાર ઈન્શ્યોરન્સ ડ્રાઈવરના ડોક્યુમેન્ટ્સ- ડ્રાઈવિંગ લાયસન્સ, આધાર કાર્ડ, ઘરનું એડ્રેસ અને વેરિફિકેશન

તમામ કારથી 40થી 45 હજારની કમાણી થશે

OLA પોતાની સાથે ડ્રાઈવર પાર્ટનર્સ બનાવવાનો પ્રોગ્રામ પહેલેથી ચલાવી રહી છે. જે લોકો 1 કાર સાથે OLA સાથે જોડાયેલ છે, તે લોકો અનુસાર તમામ ખર્ચને કાપ્યા બાદ તે લોકોને દર મહિને રૂ. 40થી 45 હજારની કમાણી થઈ રહી છે. જેટલી કાર હશે તે અનુસાર તમારા બેન્ક એકાઉન્ટમાં તમારી આવક આવી જશે. તેમાંથી તમારે ડ્રાઈવરને પગાર આપવાનો રહેશે.

કમાણીની પ્રોસેસ

સૌથી પહેલા તમામ ડોક્યુમેન્ટ્સ લઈને નજીકની OLA ઓફિસમાં જવાનું રહેશે. તમારે ત્યાં જઈને જાણકારી આપવાની રહેશે, કે તમે OLA સાથે એક કરતા વધુ કાર જોડવા ઈચ્છો છો. OLA ની ટીમ કમર્શિયલ લાયસન્સ સહિત તમામ ડોક્યુમેન્ટ્સની ડિમાન્ડ કરશે. તમામ ડોક્યુમેન્ટ્સ વેરિફાઈ થયા બાદ તમારી નોંધણીની પ્રક્રિયા શરૂ થઈ જશે. આ આખી પ્રક્રિયામાં 8થી 10 દિવસનો સમય લાગી શકે છે. તે બાદ તમારી ફ્લીટ ઓલા સાથે શરૂ થઈ જશે. ડ્રાઈવરને સેલેરી ફ્લીટ કારના માલિકે આપવાની રહેશે, કંપનીએ આપવાની નહીં રહે. તમારા ફ્લીટમાં જેટલી કાર હશે, તમારે તેટલા ડ્રાઈવરની વ્યવસ્થા કરવાની રહેશે.

તમને OLA તરફથી આ તમામ સુવિધા આપવામાં આવશે

OLA તમને એક એપની સુવિધા આપશે. તે એપની મદદથી તમે તમામ કાર અને ડ્રાઈવર્સનું ટ્રેકિંગ કરી શકશો.

તેની મદદથી તમામ કારનું બુકીંગ અને તેનાથી થતી આવકની પણ જાણાકરી મળતી રહેશે.

OLA તમારી ફ્લીટના તમામ ડ્રાઈવરને ટ્રેનિંગ આપશે. આ ટ્રેનિંગની મદદથી ડ્રાઈવરને તમામ બાબતની જાણકારી મળી રહેશે.

આખા મહીનાનું રેવન્યૂ તમારા બેન્ક એકાઉન્ટમાં આવી જશે.

આવક

જો કોઈ બુકીંગ પીક ઓવર્સમાં થાય, તો તેના પર રૂ. 200 નું બોનસ આપવામાં આવે છે. જો એક દિવસમાં 12 રાઈડ પૂરી કરવામાં આવે તો કંપની તરફથી નક્કી કરેલ રૂ. 800થી રૂ. 850નું વધારાનું બોનસ આપવામાં આવે છે. 7 રાઈડ પૂરી કરવામાં આવે તો કંપની રૂ. 600 નું વધારાનું બોનસ આપે છે. એરપોર્ટ ડ્રોપ પર કંપની બોનસ આપે છે. આ બોનસ સિવાય કંપની તરફથી અન્ય બોનસ આપવામાં આવે છે. જે દર મહિને તમારા બેન્ક એકાઉન્ટમાં જમા થઈ જશે.

નોંધ- કંપની તરફથી આપવામાં આવતા બોનસ અને કમિશનની રકમમાં ફેરફાર થતો રહે છે. આ કારણોસર બોનસ અને કમિશનની રકમની તપાસ કરી લેવી.
First published:

Tags: Ola, Travel business

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો