Home /News /business /Atom 1.0 બાઇકથી માત્ર 7 રૂપિયામાં કરો 100 કિલોમીટરની સફર, જાણો તમામ ફીચર્સ અને કિંમત

Atom 1.0 બાઇકથી માત્ર 7 રૂપિયામાં કરો 100 કિલોમીટરની સફર, જાણો તમામ ફીચર્સ અને કિંમત

Atom 1.0 Revoltની RV400ને આપશે ટક્કર, લૉન્ચિંગ બાદ અત્યાર સુધીમાં 400થી વધારે બાઇક્સનું બુકિંગ થયું

Atom 1.0 Revoltની RV400ને આપશે ટક્કર, લૉન્ચિંગ બાદ અત્યાર સુધીમાં 400થી વધારે બાઇક્સનું બુકિંગ થયું

નવી દિલ્હી. હાલના દિવસોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ આસમાને (Petrol Diesel Price Hike) પહોંચી ગયા છે, જેને કારણે લોકોને ખૂબ પરેશાની થઈ રહી છે. તેને ધ્યાને લઈ ભારતીય બજારમાં હાલના સમયમાં ઇલેક્ટ્રિક વ્હીકલ્સ (Electrical Vehicles)નું ચલણ વધી રહ્યું છે. લોકો પેટ્રોલ અને ડીઝલથી ચાલનારા વાહનોને બદલે ઇલેક્ટ્રિક વ્હીકલ્સ તરફ વધુ આકર્ષિત થઈ રહ્યા છે. એવામાં atumobile પ્રાઇવેટ લિમિટેડે પોતાનું ન્યૂ જનરેશન બાઇક Atum 1.0ને ભારતીય બજારમાં લૉન્ચ કર્યું છે.

માત્ર 7 રૂપિયામાં કરો 100 કિલોમીટરની સફર- હૈદરાબાદની સ્ટાર્ટઅપ કંપની Atumobile પ્રાઇવેટ લિમિટેડે Atum 1.0ને બનાવી છે. કંપનીનું કહેવું છે કે આ બાઇક માત્ર 7 રૂપિયામાં 100 કિલોમીટરની ડ્રાઇવિંગ રેન્જ આપશે. કંપનીનો દાવો છે કે આ બાઇક વધતા પેટ્રોલના ભાવની સ્થિતિમાં પ્રદૂષણને ઓછું કરવામાં પણ કારગર સાબિત થશે. કંપનીનું કહેવું છે કે આ ઇલેક્ટ્રિક બાઇક માત્ર 4 કલાકમાં ફુલ ચાર્જ થઈ જાય છે અને ફુલ ચાર્જમાં 100 કિલોમીટરની ડ્રાઇવિંગ રેન્જ આપે છે. કંપનીએ આ બાઇકની બેટરીમાં 2 વર્ષની ગેરંટી આપે છે. આ બેટરી માત્ર 7થી 8 રૂપિયાના ખર્ચમાં ફુલ ચાર્જ થઈ જાય છે.

Atum 1.0ની કિંમત અને ફીચર્સ- કંપનીએ આ ઇલેક્ટ્રિક બાઇકની બેઝ પ્રાઇઝ 50,000 રૂપિયા રાખી છે. આ બાઇકને સંપૂર્ણપણે ભારતમાં જ બનાવવામાં આવી છે. લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખતા તેની સ્પીડને ઓછી જ રાખવામાં આવી છે. કંપની આ બાઇકમાં ડિજિટલ ડિસ્લેયા, આરામદાયક સીટ, એલઇડી હેડલાઇટ, ટેલ લાઇટ અને ઇન્ડીકેટર્સ જેવા ફીચર્સ પણ આપશે.

આ પણ વાંચો, IPL 2021નું શિડ્યૂલ જાહેર, 9 એપ્રિલથી થશે પ્રારંભ, 30 મેના રોજ ફાઇનલ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે યોજાશે

બુકિંગ કેવી રીતે કરશો? - Atumobile કંપનીએ કહ્યું છે કે તેના બુકિંગ માટે કંપનીના ઓફિશિયલ પોર્ટલ Atumobile.co પર જઈને કરી શકે છે. કંપનીએ જણાવ્યું કે તેના લૉન્ચિંગ બાદ અત્યાર સુધી તેમની પાસે 400થી વધારે બાઇક્સનું બુકિંગ આવી ચૂક્યું છે અને કંપની આ ઇલેક્ટ્રિક બાઇકની બજારમાં ટૂંક સમયમાં ડિલીવરી શરૂ કરશે.

આ પણ વાંચો, પોસ્ટ ઓફિસ ગ્રાહકો માટે જરૂરી સમાચાર! 1 એપ્રિલથી નાણા જમા કરાવવા - ઉપાડવા પર આપવો પડશે ચાર્જ, જાણો કેટલા રૂપિયા કપાશે

આ ઇલેક્ટ્રિક બાઇક્સને આપશે ટક્કર- એવું માનવામાં આવી રહ્યું છે કે Atumobileની આ બાઇક Revoltની RV400 ઇલેક્ટ્રિક બાઇકને ટક્કર આપી શકે છે. RV400 સંપૂર્ણપણે સ્માર્ટ બાઇક છે. આ બાઇકને તમે પોતાના ફોન સાથે કનેક્ટ કરી શકો છો. આ બાઇક આપને નજીકના સ્વેપ સ્ટેશનનો રસ્તો પણ બતાવી શકે છે, જ્યાં જઈને તમે બેટરી ચેન્જ કરાવી શકો છો.
First published:

Tags: Aatma Nirbhar Bharat, Auto, Auto news, Autofocus, Bikes, Electric, Made in india, Scooter

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો