Home /News /business /જો તમે 5,10 અને 50 રૂપિયાની જૂની નોટોથી કરોડોની કમાણી કરવા માંગો છો તો સાવધાન!
જો તમે 5,10 અને 50 રૂપિયાની જૂની નોટોથી કરોડોની કમાણી કરવા માંગો છો તો સાવધાન!
પાંચ રૂપિયાની જૂની નોટ
Old currency exchange: આ બાબતે પંજાબ કેસરીના અહેવાલ મુજબ આવી વેબસાઈટ વોટ્સએપના માધ્યમથી જ ડિટેઇલ શેર કરવાનો આગ્રહ રાખે છે. પહેલા બેંકની જાણકારી માંગવામાં આવે છે. ત્યારબાદ રૂ. 3થી 10 હજાર જેટલી રકમની માંગણી કરવામાં આવે છે.
નવી દિલ્હી: આજકાલ લોકોને લૂંટવાનો નવો કીમિયો ચલણમાં છે. લોકોને જૂની 5,10 અને 50 રૂપિયાની જૂની નોટો (Old Currency)ના બદલામાં લાખો કરોડો રૂપિયા આપવાની લાલચ આપવામાં આવે છે. જૂની 5 રૂપિયાની ટ્રેક્ટરવાળી નોટ (Rs 5 Old notes)ના બદલામાં 35 લાખથી 2 કરોડ રૂપિયા સુધીની રકમ આપવાનું કહેવાય છે. તેવી જ રીતે 10 રૂપિયાની અને 50 રૂપિયાની 786 નંબરની જૂની નોટો માટે પણ અલગ-અલગ વેબસાઈટ પર 5 કરોડ રૂપિયા સુધીની રકમ આપવાની લાલચ આપવામાં આવી રહી છે.
લાખો-કરોડો કમાવાની લાલચ
લોકોનો વિશ્વાસ જીતવા આવી વેબસાઈટ્સ અવનવા તુક્કા કરે છે. આવી વેબસાઈટ સાચી હોય તેમ જૂની નોટો લે વેચ કતી બદલામાં લોકોને લાખો-કરોડો રૂપિયા ચૂકવતી હોવાનો ડોળ કરે છે. તેઓ કહે છે કે, તમે કોઇ પણ જાળમાં ફસાઇને કોઇ ખાતું ખોલાવો નહીં, તેમના આપેલા ફોન નંબર પર સીધો સંપર્ક કરો અને જૂની નોટો આપીને બદલામાં લાખો-કરોડો રૂપિયા કમાઇ લો.
રજિસ્ટ્રેશના નામે પૈસા ખંખેરી બેંક ડિટેઇલ લઈ લેવાય છે
વેબસાઈટ પર આપેલા નંબરો પર સંપર્ક કરવામાં આવે તો વોટ્સએપ પર કોલ કરવાનું કહેવામાં આવે છે. ચલણ બદલવા માટે સૌથી પહેલા વ્યક્તિ પાસે રજિસ્ટ્રેશન કરાવવાની શરત રાખવામાં આવે છે. આ માટે લોકો પાસેથી બધી જ બેંક ડિટેલ્સ લેવાય છે. IFSC કોડ અને એકાઉન્ટ નંબર પણ લેવામાં આવે છે. એટલું જ નહીં, કેટલીક વેબસાઈટ પર લોકોને મેમ્બરશીપ માટે 10 હજાર રૂપિયા જમા કરાવવાનું પણ કહેવામાં આવે છે. રજિસ્ટ્રેશન વગર નોટ બદલવાનો ઇનકાર કરી દેવાય છે.
આ બાબતે પંજાબ કેસરીના અહેવાલ મુજબ આવી વેબસાઈટ વોટ્સએપના માધ્યમથી જ ડિટેઇલ શેર કરવાનો આગ્રહ રાખે છે. પહેલા બેંકની જાણકારી માંગવામાં આવે છે. ત્યારબાદ રૂ. 3થી 10 હજાર જેટલી રકમની માંગણી કરવામાં આવે છે. આ રકમ ચૂકવ્યા બાદ તરત જ મેમ્બરશીપ આપવાનો દાવો કરવામાં આવે છે. તે મેમ્બરશીપ નંબર દ્વારા જ જૂની નોટો બદલવામાં આવતી હોવાનું કહેવાય છે.
મુંબઈ, કાનપુર અને ઇલ્હાબાદથી વાત કરતા હોવાનો દાવો
આવી વેબસાઈટની છેતરપીંડીની જાળ વ્યાપક હોવાનું ફલિત થાય છે. તેઓને ફોન પર ક્યાં સ્થળેથી બોલી રહ્યા હોવાનું પૂછવામાં આવે તો તેઓ મુંબઈ, કાનપુર અને ઇલ્હાબાદ જેવા શહેરોનું નામ આપે છે. જો વ્યક્તિ રૂબરૂમાં પૈસા આપવાનું કહે તો ફોન કાપી નાખવામાં આવે છે અને ત્યારબાદ સંપર્ક થઈ શકતો નથી.
લાલચ માણસને અંધળો કરી દે છે. જેથી લાખો કરોડો રૂપિયાની લાલચમાં આવશો નહીં અને બેંક સહિતની વ્યક્તિગત જાણકારી કોઈ સાથે શેર કરશો નહીં. તેઓ બેંક એકાઉન્ટ પણ ખાલી કરી શકે છે. આવી કોઈપણ મેમ્બરશીપના લોભમાં આવીને પોતાની મહેનતની કમાણી ગુમાવશો નહીં.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર