નવી દિલ્હી : સડક, પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે દેશભરના રાષ્ટ્રીય માર્ગો પર 1 ડિસેમ્બર, 2019થી તમામ પ્રાઈવેટ વાહનો અને પબ્લીક વાહનો - ફોર વ્હીલર આ તમામ માટે ફાસ્ટેગ બનાવી દીધુ હતું. હવે પરિવહન મંત્રાલયે ડિસેમ્બર 2017થી પહેલા વેચવામાં આવેલા જુના વાહનોમાં FASTag ફરજીયાત કરવાની અધિસુચના જાહેર કરી છે, જે જાન્યુઆરી 2021થી પ્રભાવી થશે.
સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયની નવી ગાઈડલાઈન અનુસાર, આગામી વર્ષ જાન્યુઆરીથી તે તમામ ગાડીઓમાં પણ FASTag લગાવવાનું ફરજિયાત થશે, જે ગાડીનું રજિસ્ટ્રેશન એક ડિસેમ્બર 2017થી પહેલા થયું હતું. આ સિવાય, મંત્રાલયે એપ્રિલ 2021થી થર્ડ ઈન્સ્યોરન્સને પ્રભાવી બનાવવા માટે FASTagને ફરજિયાત બનાવવાનો પણ પ્રસ્તાવ આપ્યો છે. આ સંબંધમાં સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે નોટિફિકેશન પણ જાહેર કર્યું છે.
એક નિવેદનમાં મંત્રાલયે કહ્યું કે, કેન્દ્રીય મોટર વાહન નિયમ 1989 અનુસાર, 2017થી FASTagને નવા ફોર વ્હીલર વાહનોના રજિસ્ટ્રેશન માટે ફરજિયાત કરી દેવામાં આવ્યું હતું. અને વાહન નિર્માતા અથવા તેમના ડીલરો દ્વારા આ કાર્યવાહી કરવામાં આવશે. હવે 1 ડિસેમ્બર, 2017 પહેલા વેચવામાં આવેલા જુના વાહનો એટલે કે, M અને N શ્રેણીના મોટર વાહનો (ફોર વ્હીલર)માં FASTag ફરજિયાત કરવાનો પ્રસ્તાવ CMVR, 1989માં સંશોધનના માધ્યમથી કરવામાં આવ્યો છે. આ પ્રસ્તાવ જાન્યુઆરી 2021થી લાગુ થશે.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર