હવે PF માટે નહીં ખાવા પડે ધક્કા, આવ્યો નવો નિયમ

- આ પહેલા 2017-18માં ઈપીએફ પર વ્યાજ દર 8.55 ટકા હતું. જ્યારે આ પહેલા નાણાકીય વર્ષ 2015-16માં વ્યાજ દર 8.80 ટકા હતું.

  • Share this:
    કર્મચારીઓ માટે એક ખુશખબર છે. નોકરી કરતાં કર્મચારીઓ જો કંપની બદલાવે તો તેમના પીએફ એકાઉન્ટમાં રહેલી રકમ માટે દોડધામ કરવી પડતી હતી, જો કે હવે આ દોડધામ કરવી નહીં પડે, કારણ કે આ માટે ટૂંક સમયમાં જ નવો નિયમ આવનાર છે.

    આ નવા નિયમ અંતર્ગત એમ્પ્લોયી પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશનના સભ્યોને (EPFO) આગામી નાણાકીય વર્ષથી ઈપીએફની રકમ સ્થળાંતર કરવાની જરૂર નહીં પડે. આ પ્રક્રિયા પર EPFO વિભાગ કામ કરી રહ્યું છે. શ્રમ મંત્રાલયના એક અધિકારીએ આ અંગેની માહિતી આપી છે. અત્યારે ઈપીએફઓના સભ્યોને યૂનિવર્સલ અકાઉન્ટ નંબર (યુએએન) રાખવા છતાં પણ ઈપીએફ ટ્રાન્સફર કરવા માટે અલગથી અરજી કરવી પડે છે. ઈપીએફઓને દર વર્ષે ઈપીએફ ટ્રાન્સફર કરવા માટે લગભગ 8 લાખ અરજીઓ મળે છે.

    શ્રમ મંત્રાલયના એક અધિકારીએ જણાવ્યું કે ઈપીએફઓ પ્રાયોગિક ધોરણે નોકરી બદલવા પર ઇઈપીએફના સ્વયં સંચાલિત ટ્રાન્સફર પર કામ કરી રહ્યું છે. આગામી વર્ષે કોઈપણ સમયે સભ્યો માટે આ સુવિધા શરૂ થઈ શકે છે. અધિકારીએ વધુમાં કહ્યું કે ઈપીએફઓને કાગળ રહિત સંગઠન બનાવવાના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે કાર્યકારી વ્યવસ્થાના અભ્યાસ માટે સી-ડેકને કાર્ય આપ્યું છે. અત્યારે 80 ટકા કામ ઓનલાઈન થઈ રહ્યાં છે. લક્ષ્યને પ્રાપ્ત કરવાની દિશામાં નોકરી બદલવા પર ઈપીએફનું સ્વયં સંચાલિત ટ્રાન્સફર મહત્વપૂર્ણ છે.

    UAN નંબરમાં ફેરફાર

    અધિકારીએ જણાવ્યું કે નોકરી બદલવા પર ઈપીએફનું સેલ્ફ ટ્રાન્સફર થવા પર કર્મચારીઓને ઘણો લાભ થશે. લોકોનો UAN નંબર બેન્ક ખાતાની જેમ થઈ જશે. તેનાથી જો કર્મચારી જગ્યા બદલે છે તો ઈપીએફમાં તેનું યોગદાન યૂએએન દ્વારા મેળવી શકશે.
    Published by:Sanjay Vaghela
    First published: