Home /News /business /ખોટા વ્યક્તિને ભૂલથી Gpay, PhonePe કે Paytm થઈ ગયું છે? આ રીતે રુપિયા પાછા મેળવો
ખોટા વ્યક્તિને ભૂલથી Gpay, PhonePe કે Paytm થઈ ગયું છે? આ રીતે રુપિયા પાછા મેળવો
ભૂલથી અન્યને રૂપિયા મોકલી દીધા પછી NPCI માં ફરિયાદ કરો.
Wrong UPI Transaction: છેલ્લા કેટલાક વર્ષોમાં દેશમાં ડિજિટલ પેમેન્ટ્સમાં ઘણો વધારો થયો છે. ડિજિટલ પેમેન્ટમાં વધારો થવાથી, તમારા પૈસા ડિજિટલી અથવા અજાણતા કોઈ ખોટા વ્યક્તિને ચૂકવવાના કિસ્સાઓ બન્યા છે. જેમાં લોકોએ ખોટો UPI ID દાખલ કર્યો છે અને પૈસા ખોટા વ્યક્તિને ગયા છે. આવી સ્થિતિમાં ઘણી વખત લોકોને તેમની ભૂલને કારણે ભોગવવું પડે છે. પણ અહીં અમે તમને તેનું સમાધાન જણાવી રહ્યા છીએ.
Wrong UPI Transaction: દેશમાં ડિજિટલ પમેન્ટમાં ઘણો ઝડપથી વધારો થયો છે. જેને લઈને ઓનલાઇન ફ્રોડ અથવા અજાણતા કોઈ અન્ય વ્યક્તિના ખાતામાં રૂપિયા જમા થઇ જવાના કિસ્સાઓ પણ વધ્યા છે. મોટા ભાગે એવું જોવા મળ્યું છે કે વ્યક્તિએ ભૂલથી અન્ય UPI આઈડી દાખલ કર્યું હોય છે જેને લીધે બીજા કોઈ વ્યક્તિને રૂપિયા ચાલ્યા જાય છે. જેથી પોતાની ભૂલને લઈને વ્યક્તિએ નુકસાની ભોગવવી પડતી હોય છે. જો આવું થાય તો તમને એ રૂપિયા પરત મળી શકે છે.
સૌવ પ્રથમ NPCI માં ફરિયાદ કરો
આરબીઆઇ મુજબ ઘણીવાર લોકો ભૂલથી જયારે બીજા વ્યક્તિને રૂપિયા ટ્રાન્સફર કરી દે છે ત્યારે તેમને સૌવ પ્રથમ તેની ફરિયાદ નોંધાવાની રહેશે. ઉદાહરણ તરીકે જો તેમણે Google pay, Phone pe અથવા અન્ય કોઈ પણ UPI પ્લેટફોર્મનો ઉપયોગ કર્યો હોય અને જો આ પ્રકારની કોઈ પણ ભૂલ થઇ હોય તો સૌવ પ્રથમ NPCI પોર્ટલ પર ફરિયાદ નોંધાવાની રહેશે.
NPCI ની વેબસાઈટ અનુસાર તમે UPI સંબંધિત ફરિયાદ નોંધાવી શકો છો. જે ફરિયાદ તમે ફંડ ટ્રાન્સફર અને સામેની વ્યક્તિ(વેપારી)ના સંદર્ભમાં, એમ બંને રીતે નોંધાવી શકો છો.
- સૌવ પ્રથમ npci.org.in પર જઈને 'ડિસ્પ્યુટ રિડ્રેસલ મિકેનિઝમ' ટેબ પર ક્લિક કરીને ફરિયાદ નોંધાવી શકે છે.
- તેની નીચે 'Complaint' નો ભાગ હશે જેમાં યુપીઆઈ આઈડી, રકમ, તારીખ, ઈમેલ, મોબાઈલ નંબર સહિતની જરૂરી માહિતી ભરવાની રહેશે.
- આ સિવાય બેન્ક સ્ટેટમેન્ટ પણ અપલોડ કરવાનું રહેશે.
- આ સિવાય 'incorrectly transfer to another account' નો ઓપ્શન સિલેક્ટ કરવાનો રહેશે.
અહીં પણ અરજી કરી શકાય
વ્યક્તિએ સૌવ પ્રથમ ફરિયાદ ત્યાં કરવી જોઈએ કે જે માધ્યમથી રૂપિયા કપાયા છે. જેમ કે 'પેટીએમ' થી રૂપિયા ટ્રાન્સફર કરવામાં ભૂલ થઇ હોય તો તેમાં પહેલા ફરિયાદ નોંધાવો. જો ત્યાંથી કોઈ રિપ્લાયનો આવે તો તમારે બેન્કનો સંપર્ક કરવો જોઈએ કે જેમાંથી રૂપિયા કપાયા છે. જો ત્યાંથી પણ કોઈ જવાબ મળતો નથી તો ત્યાર પછી Banking Ombudsman માં સંપર્ક કરો. જે તમે ડિજિટલ માધ્યમથી અરજી કરી શકશો.
Published by:Darshit Gangadia
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર