નવી દિલ્હીઃ કોરોના વાયરસ (coronavirus) અને લોકડાઉનના (lockdown) કારણે લાંબા સમયથી ટ્રેનોનું પરિચાલન કાલથી એટલે કે મંગળવારથી શરૂ થઈ રહ્યું છે. આ સંબંધે ગૃહમંત્રાલયે સોમવારે જણાવ્યું હતું કે, જે રેલવે યાત્રીઓ (Railway passengers) જેમની પાસે કન્ફોર્મ ઈટિકિટ છે તેમનેકર્ફ્યૂ પાસ બનાવવાની કોઈ જરૂર નથી. મંગળવારથી ફરીથી ટ્રેન સેવા શરૂ થવા જઈ રહી છે ત્યારે દિલ્હીથી 15 ટ્રેનો ચાલશે. કન્ફોર્મ ટિકિટ વાળા યાત્રીઓ યાત્રા કરી શકશે. અને આ માટે તેમને કર્ફ્યૂ પાસ બનાવવાની જરૂર નથી.
ગૃહમંત્રાલયે રેલવેમાં સફર કરનાર યાત્રીઓના આવાગમન સંબંધી દિશા-નિર્દેશ રજૂ કર્યા છે. જે અનુસાર માત્ર કન્ફોર્મ ઈ-ટિકિટવાળા રેલવે મુસાફરોની રેલવે સ્ટેશનમાં પ્રવેશ કરી શકશે. તેમની સ્ક્રીનિંગ કરવામાં આવશે. જેમને લક્ષણો નહીં હોય તેવા યાત્રીઓને યાત્રા કરી શકશે. આ ઉપરાંત સોશિયલ ડિસ્ટેસિંગ અને માસ્ક લગાવવું ફરજિયાત હશે.
આ પણ વાંચોઃ-સુરક્ષા માટે અનોખી પહેલ! મોરબી જિલ્લા પોલીસે બનાવ્યું હેન્ડ વોશ વાહન, પોલીસકર્મીઓના હેન્ડવોશ કરાવશે
છેલ્લા દિવસોમાં પાટા ઉપર બનેલી દુર્ઘટના ફરીથી ન થાય તે માટે ગૃહમંત્રાલય તરફથી એ કહેવામાં આવ્યું છે કે રાજ્યોને એ સુનિશ્વિત કરવા માટે કહેવાયું છે કે પ્રવાસી મજૂર રેલવે પાટાનો ઉપોયગ ન કરે. આ સાથે તેમના ભોજન અને આશ્રયની વ્યવસ્થા ત્યાં સુધી કરો જ્યાં સુધી તેમની ટ્રેન અને બસોની વ્યવસ્થા થાય.
આ પણ વાંચોઃ-અમદાવાદીઓ માટે રાહતના સમાચાર! 15 મે બાદ ઓનલાઇન ખરીદી કરી શકાશે, માર્ગદર્શિકા જાહેર
ગૃહમંત્રાલયે કહ્યું છે કે પ્રવાસી શ્રમિકોને ઝડપથી આવાગમનની સુવિધા સુનિશ્વિત કરી શકાય. આ સંબંધમાં ગૃહમંત્રાલય અને રેલવે મંત્રાલયએ આજે રાજ્યના નોડલ અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સ કરીને શ્રમિક સ્પેશિયલ ટ્રેનોના સંચાલનની સમીક્ષા કરી હતી. આગામી કેટલાક સપ્તાહ સુધી 100થી વધારે શ્રમિક સ્પેશિયલ ટ્રેનો ચાલશે.
આ પણ વાંચોઃ-લોકડાઉનનો ભંગ અને સોશિયલ ડિસ્ટેન્સિંગની ઐસી તૈસી! અમદાવાદમાં 16 લોકો જુગાર રમતા ઝડપાયા
ગૃહમંત્રાલયે કોરોના વાયરસના કારણે વિદેશમાં ફસાયેલા ભારતીયોને લાવવા માટે સરકાર તરફથી વંદે ભારત મિશન અંતર્ગત વિદેશમાં ફસાયેલા 4000 ભારતીયોને વિશેષ વિમાન થકી સ્વદેશમાં લાવવામાં આવ્યા છે. આ સાથે પ્રવાસી શ્રમિકો માટે પણ ચલાવવામાં આવેલી ટ્રેન થકી 5 લાખ યાત્રી પોતાના ગૃહ રાજ્ય પહોંચી ચૂક્યા છે.