દિવાળીમાં રેલવે 321 સ્પેશિયલ ટ્રેન દોડાવશે, મળી શકે છે કન્ફર્મ ટિકિટ

પ્રતિકાત્મક તસવીર

દિવાળીના તહેવારોમાં પરિવહનના તમામ મધ્યમો ઉપર મુસફરોનો ભારે ધસારો રહેશે. સસ્તી મુસાફરીમાં ટ્રન મારફતે થતી હોય છે અને તહેવારો દરમિયાન ટ્રેનમાં કન્ફર્મ ટિકિટ મળવી મુશ્કેલ બની જાય છે.

  • Share this:
    દિવાળીના તહેવારોમાં પરિવહનના તમામ મધ્યમો ઉપર મુસફરોનો ભારે ધસારો રહેશે. સસ્તી મુસાફરીમાં ટ્રન મારફતે થતી હોય છે અને તહેવારો દરમિયાન ટ્રેનમાં કન્ફર્મ ટિકિટ મળવી મુશ્કેલ બની જાય છે. ત્યારે ભારતીય રેલવે દ્વારા દિવાળીના તહેવારોમાં સ્પેશિયલ ટ્રેન દોડાવવાનો નિર્ણય કર્યો છે. દિવાળીથી લઇને છઠના પ્રસંદ સુધી રેલવેએ ટ્રેન અંગે ખાસ પ્લાનિંગ કર્યું છે. આ પ્રસંગે ભારતીય રેલવે 321 ખાસ ટ્રેન ચલાવશે. જો હજુ પણ આપની ટિકિટ બુક ન થઈ હોય તો કન્ફર્મ ટિકિટ મળી શકે છે.

    (1) 04043/04044 ગયા-આનંદ વિહાર-ગયા સ્પેશિયલ
    આ ટ્રેન 4 નવેમ્બરથી 18 નવેમ્બર સુધી ચાલશે. જે 04443 ગયાથી દરેક રવિવાર રાતે 11:20 કલાકે રવાના થઈ બીજાના દિવસે સાંજે 5:45 કલાકે આનંદ વિહાર પહોંચશે. તેમજ 04944 દરેક રવિવારે 00:10 કલાકે આનંદ વિહારથી રવાના થઈ રાતે 8:20 કલાકે ગયા પહોંચાડશે.

    (2) 04421/04422 પટના-આનંદ વિહાર-પટના સ્પેશિયલ
    આ ટ્રેન 20 ઑક્ટોબરથી ચાલી રહી છે, જે 17 નવેમ્બર સુધી ચાલશે. 04421 દર શનિવારે સાંજે 7:35 કલાકે ચાલશે અને બીજા દિવસે 2:10 કલાકે આનંદ વિહાર પહોંચશે અને આનંદવિહારથી દરરોજ શનિવારે 00:10 કલાકે ચાલશે અને બીજા દિવસે બપોરે 4:20 કલાકે પટના પહોંચશે.

    (3) 04401/04402 આનંદ વિહાર-કટરા-આનંદ વિહાર સ્પેશિયલ
    આ ટ્રેન 15 ઑકટોબરથી શરૂ થઈ 16 નવેમ્બર સુધી ચાલશે. 04401 આનંદ વિહારથી દરેક મંગળવાર અને ગુરૂવારે રાતે 11:00 કલાકે રવાના થઈ આગળના દિવસે બપોરે 2:30 કલાકે કટરા પહોંચશે તેમજ 04402 દરેક બુધવારે અને શુક્રવારે કટરાથી રાતે 11:30 કલાકે રવાના થઈ આગળના દિવસે 14:20 કલાકે આનંદ વિહાર પહોંચાડશે.

    (4) 04023/04024 દરભંગા-દિલ્હી-દરભંગા એ.સી. સ્પેશિયલ
    આ ટ્રેન 5 નવેમ્બરથી 16 નવેમ્બર સુધી ચાલશે. 04023 દરેક મંગળવાર અને શુક્રવારે દરભંગાથી 12:00 વાગ્યે રવાના થશે અને બીજા દિવસે 12:40 વાગ્યે દિલ્હી પહોંચશે અને 04024 દરેક સોમવાર તથા ગુરૂવારે સવારે 11:15 કલાકે રવાના થઈ બીજા દિવસે 09:30 કલાકે દિલ્હી પહોંચશે.

    (5) 04403/04404 બરૌની-નવી દિલ્હી-બરૌની સ્પેશિયલ
    આ ટ્રેન 17 ઑક્ટોબરથી ચાલી રહી છે જે 17 મી નવેમ્બર સુધી ચાલશે. 04403 બરૌનીથી દર બુધવાર અને શનિવારે રાતે 9: 35 કલાકે રવાના થઈ બીજા દિવસે 10:10 કલાકે નવી દિલ્હી પહોંચશે તેમજ 04404 દરેક મંગળવાર અને ગુરૂવારે નવી દિલ્હીથી સાંજે 7:25 કલાકે રવાના થઈ સાંજે 7:45 કલાકે બરૌની પહોંચશે.
    Published by:ankit patel
    First published: