આ એપથી TRAIN ટિકિટ બૂક કરવા પર નહીં લાગે એક્સ્ટ્રા ચાર્જ

આ સેવા તાજેતરમાં બહાર લાવવામાં આવી છે, જેનાથી Android અને iOS બન્ને યૂઝર્સ ટ્રેન ટિકિટ બૂક કરી શકે છે.

News18 Gujarati
Updated: May 28, 2019, 10:00 AM IST
આ એપથી TRAIN ટિકિટ બૂક કરવા પર નહીં લાગે એક્સ્ટ્રા ચાર્જ
આવી રીતે કરો ટ્રેન ટિકિટ બુક
News18 Gujarati
Updated: May 28, 2019, 10:00 AM IST
જો તમે રજાઓ ક્યાંક જવાનો પ્લાન બનાવી રહ્યા છો, તો યોગ્ય સમયે ટિકિટો બૂક કરવી એ સૌથી મહત્વપૂર્ણ છે. કારણ કે આપણી મોટાભાગની યોજના ટિકિટ ન મળવાને કારણે રદ થઇ જાય છે આ એક એવી એપ્લિકેશન છે જેનાથી તમે થોડી મિનિટોમાં જ ટિકિટ બૂક કરી શકો. આ એપ્લિકેશનને Google પે નામ આપવામાં આવ્યું છે. આનાથી તમે બિલની ચૂકવણી, પૈસા ટ્રાન્સફર સાથે ટિકિટ પણ બૂક કરી શકો છો. ભારતીય રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કૉર્પોરેશન (આઈઆરસીટીસી) દ્વારા સંચાલિત આ સેવા તાજેતરમાં બહાર આવી છે. ગૂગલની આપેથી એન્ડ્રોઇડ અને આઇઓએસ બંને યૂઝર્સ ટ્રેન ટિકિટ બૂક કરી શકે છે.

આ પણ વાંચો : ટ્રેન મુસાફરોને મળશે ‘Talk Back’ બટન, મુશ્કેલીમાં લાગશે કામ

ગૂગલ પે થી આવી રીતે કરો ટ્રેન ટિકિટ બુક

- એપ સ્ટોરમાંથી Google Pay એપ ડાઉનલોડ કરો અને વ્યવસાય વિભાગમાં જઇને ટ્રેન પર ટેપ કરો.
ત્યાબાદ બૂક ટ્રેન ટિકિટના વિકલ્પ પર ક્લિક કરો.

ત્યારબાદ તમારે ડેસ્ટિનેશન અને સફરની તારીખ અને તમારે જે ટિકિટ જોઈએ તે દાખલ કરવી પડશે.
Loading...

બાદમાં તમને નીચે ત્યા જનારી ટ્રેન જોવા મળશે ત્યા તમારે સીટ એવેલેબિલિટી પણ ચેક કરી શકો છો.
ત્યાર બાદ જે ટ્રેનમાં ટિકિટ ખાલી છે તે સિલેક્ટ કર્યા બાદ આગળ તપાસ કરો.

- આ કર્યા પછી, તમારે તમારે આઈઆરસીટીસી યુઝર આઈડી અને પાસવર્ડ દાખલ કરવો પડશે પછી પેસેન્જરનું નામ આપવું પડશે. આ તમામ ફીડ કર્યા પછી આગળ ટેપ કરો.
- ત્યારબાદ ચુકવણી પદ્ધતિ પસંદ કરો અને આગળ વધો અને ટેપ કરો અને પછી યુપીઆઈ PIN દાખલ કરો.
- આ કર્યા પછી તમારે આઈઆરસીટીસી પાસવર્ડ અને કૅપ્ચા દાખલ કરવો પડશે અને પછી સબમિટ કરો બટન પર ક્લિક કરો.
- આ કર્યા પછી તમારી ટિકિટ બૂક તઇ જશે અને તમારી માહિતી તમારી સ્ક્રીન પર મળી આવશે.
First published: May 28, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...