ટૂંક સમયમાં જ ટ્રેનની મુસાફરી મોંઘી બની શકે છે, આ છે કારણો

News18 Gujarati
Updated: October 22, 2020, 4:05 PM IST
ટૂંક સમયમાં જ ટ્રેનની મુસાફરી મોંઘી બની શકે છે, આ છે કારણો
પ્રતિકાત્મક તસવીર

એક તરફ ટ્રેનનું ખાનગીકરણ અને બીજી તરફ ભારતીય રેલ્વેની કોવિડ અને લોકડાઉન સમયમાં થયેલી ઓછી કમાણી આવનારા સમયમાં ટ્રેનના સફરને મોંઘું કરી કરશે, વિગતવાર વાંચો.

  • Share this:
સામાન્ય લોકો માટે જીવદોરી ગણાતી ભારતીય રેલ્વે આવનારા સમયમાં ખર્ચાળ મુસાફરી સાબિત થઇ શકે છે. કારણ કે ભારતીય રેલ્વે (IR) દ્વારા હાલમાં જ લેવામાં આવેલા નીતિગત નિર્ણયો ટ્રેનનું ભાડું વધારી શકે છે. ઉદાહરણ આપીએ તો ટ્રેનનું ખાનગીકરણ જે થયું છે તે જોઇ લો. ટ્રેનના ખાનગીકરણ પછી ઓપરેટર આ ટ્રેન ભાડું તેમની રીતે નક્કી કરવા સ્વંત્રત છે. વળી આવી ટ્રેનોમાં સેવા પણ સારી હશે. અને આજ કારણે ભાડું પણ વધુ હોવાની આશંકા છે. મની કંટ્રોલમાં છપાયેલી એક ખબર મુજબ આવનારા સમયમાં ભારતીય રેલ્વેનું ભાડું વધી શકે છે.

આ પાછળ અનેક કારણો જવાબદાર છે. વળી હાલમાં જ તહેવારોની સીઝનના ઉપલક્ષમાં સ્પેશ્યલ ટ્રેન દોડવવામાં આવી છે. ભારતીય રેલ્વે આ માટે સામાન્ય ભાવ કરતા 30 ટકા વધુ ભાવ લઇ રહી છે. તમને જણાવી દઇએ કે ભારતીય રેલ્વે હંમેશાથી ભાડા મામલે મોટી સબસીડી સરકાર દ્વારા આપવામાં આવી છે. આ કારણે તે પ્રત્યેક યાત્રી પર થઇ રહે નુક્શાન સાથે પણ પરિવહન ચાલુ રાખે છે.

હાલ તહેવારોના સમયમાં ટ્રેનના ભાડા વધતા વિરોધ પક્ષે પણ વિરોધ દર્શાવ્યો હતો. કોંગ્રેસ સ્પોકપર્સન ગૌરવ વલ્લભે ટ્વિટ કરીને આ પર કહ્યું હતું કે મોદી સરકાર સામાન્ય લોકોના તહેવારની મજા ભાડી વધારીને બગાડી રહી છે. જો કે આ પર ભારતીય રેલ્વેના પ્રવક્તાએ જણાવ્યું કે આ જાણકારી ખરેખરમાં ગેરમાર્ગે દોરી રહી છે અને હકીકતમાં આવું નથી તેમણે કહ્યું કે આવી ખાસ ટ્રેન તહેવાર અને ઉનાળાના સમયમાં ચલાવવામાં આવે છે.

2015 પોલીસ મુજબ સેકન્ડ ક્લાસના બેઝિક ફેરના દસ ટકા જ વધારવામાં આવે છે. સાથે જ તેમણે કહ્યું કે તેમ છતાં હાલ ભારતીય રેલ્વે મહત્વની નાણાંકીય ભીડ ભોગવી રહી છે.

વધુ વાંચો : Neha Kakkar Wedding : નેહા કક્કડનો પરિવાર લગ્નની તૈયારીમાં જોડાયો, દિલ્હી જવાની તસવીરો થઇ વાયરલ

ઉલ્લેખનીય છે કે કોરોનાની અસરના કારણે દેશભરમાં જેમ રીતે બધી વસ્તુઓના પેડા રોકાઇ ગયા તેમ લોકડાઉન સમયે ટ્રેનોના પૈડા પણ રોકાઇ ગયા હતા. તે પછી શ્રમિક ટ્રેનો ચાલી અને હાલ પણ જે ટ્રેનો ચાલી રહી છે તેમાં સંક્રમણના કારણે ઓછી ભીડ જોવા મળી છે. રેલ્વે અધિકારી એ જણાવ્યા મુજબ સપ્ટેમ્બરથી જ માંડ થોડી કમાણી થવાની શરૂ થઇ છે.

IR ડેટા મુજબ ભારતીય રેલ્વેએ ગત એપ્રિલથી 20 ઓક્ટોબર વચ્ચે માત્ર 2,245,03 કરોડ રૂપિયાની કમાણી કરી છે. જે જોતા આવનારા સમયમાં ટ્રેનના ભાડામાં વધારો થઇ શકે છે.
Published by: Chaitali Shukla
First published: October 22, 2020, 4:03 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading