હવે થોડા જ કલાકોમાં તમે તમારો મોબાઇલ નંબર કરાવી શકશો પોર્ટ!

ટ્રાઇએ હાલમાં એમએનપીની ફી 79% ઘટાડીને રૂ. 4 કરી દીધી છે. પહેલા આ માટે ગ્રાહકોએ રૂ. 19 ચુકવવા પડતા હતા.

ટ્રાઇએ હાલમાં એમએનપીની ફી 79% ઘટાડીને રૂ. 4 કરી દીધી છે. પહેલા આ માટે ગ્રાહકોએ રૂ. 19 ચુકવવા પડતા હતા.

 • Share this:
  ટેલિકોમ રેગ્યુલેટર (ટ્રાઇ) મોબાઇલ નંબર પોર્ટેબિલિટી (એમએનપી) સિસ્ટમને વધારે સારી બનાવવાની તૈયારી કરી રહી છે. હવે ગ્રાહકોને એક મોબાઇલ નંબરને બીજી મોબાઇલ કંપનીમાં પોર્ટ કરાવવું વધારે સરળ બની જશે. હવે આ કામ થોડા જ કલાકોમાં થઈ જશે. હાલમાં નંબર પોર્ટ કરાવવા માટે ભારતમાં સાત દિવસ સુધીનો સમય લાગે છે.

  ટ્રાઇ ચેરમેન આસ.એસ. શર્માનું કહેવું છે કે ટ્રાઇ આ મહિનાની અંતિમ તારીખ સુધી આ મુદ્દે એક કન્સલ્ટેશન પેપર જાહેર કરશે. આ પહેલનો ઉદેશ્ય મોબાઇલ નંબર પોર્ટેબિલિટી માટે લાગતા સમયને ઓછો કરવાનો છે. આ અંગે અમે કામ કરી રહ્યા છીએ અને મહિનાના અંત સુધીમાં પેપર જાહેર કરવામાં આવશે.

  શું છે MNP?

  એમએનપી એક એવી સિસ્ટમ છે જેનાથી કોઇ એક ટેલિકોમ કંપનીનો ગ્રાહક પોતાના વર્તમાન નંબરને બદલ્યા વગર બીજી કોઈ ટેલિકોમ કંપનીની સેવા લઈ શકે છે.

  થોડી જ કલાકમાં થઈ જશે તમારો નંબર પોર્ટ

  ટ્રાઇ નંબર પોર્ટ કરવાની પ્રક્રિયાને વધારે ઝડપી બનાવવા માટે ટેલિકોમ ઇન્ડસ્ટ્રીઝની સલાહ લેશે. ટ્રાઇના એક અધિકારીના જણાવ્યા પ્રમાણે હાલમાં ભારતમાં નંબર પોર્ટ કરવા માટે 7 દિવસ જેટલો સમય લાગે છે. જ્યારે બીજા દેશોમાં નંબર પોર્ટ કરવાની પ્રક્રિયામાં ફક્ત થોડા જ કલાકો લાગે છે. ટ્રાઇ પણ ઈચ્છી રહી છે કે ભારતમાં વિદેશની ઝડપે નંબર પોર્ટ કરવાની સુવિધા ઉભી થાય. ટ્રાઇ એ વાત અંગે પણ વિચારી રહી છે કે પોર્ટેબિલિટી દરમિયાન નંબર કોડને લઇને ઉભી થતી સમસ્યાનું પણ સમાધાન લાવવામાં આવે.

  MNP માટે હવે રૂ. 4 ફી

  નોંધનીય છે કે ટ્રાઇએ હાલમાં એમએનપીની ફી 79% ઘટાડીને રૂ. 4 કરી દીધી છે. પહેલા આ માટે ગ્રાહકોએ રૂ. 19 ચુકવવા પડતા હતા.

  કેવી રીતે કરી શકાય છે MNP?

  એમએનપી કરાવવા માટે તમારે તમારા વર્તમાન મોબાઇલ સેવા કંપનીને એક એસએમએસ મોકલવાનો હોય છે. આ સંદેશ મોકલ્યા બાદ કંપની દ્વારા તમને એક ખાસ કોડ આપવામાં આવે છે. તમે જે કંપનીની સેવા લેવા ઈચ્છતા હોવ તેના સ્ટોરમાં જઈને તમારે આ નંબર સબમિટ કરવાનો રહે છે. બાદમાં નવી કંપની દ્વારા તમને નવું સિમકાર્ડ આપવામાં આવે છે. આ સમગ્ર પ્રોસેસ દરમિયાન સાત દિવસ સુધીનો સમય લાગી શકે છે. આ દરમિયાન તમને તમારી વર્તમાન કંપની દ્વારા પોર્ટ નહીં કરવામાં માટે સમજાવવામાં આવી શકે છે, તેમજ તમને વધારે સારા પ્લાન્સ પણ ઓફર કરવામાં આવી શકે છે.
  Published by:Vinod Zankhaliya
  First published: