Home /News /business /TRAI Order to Telecom Compnies: TRAIએ ટેલિકોમ કંપનીઓને 30 દિવસના વેલિડિટી પ્લાન આપવા માટે ઓર્ડર

TRAI Order to Telecom Compnies: TRAIએ ટેલિકોમ કંપનીઓને 30 દિવસના વેલિડિટી પ્લાન આપવા માટે ઓર્ડર

ફાઇલ તસવીર

TRAI Order to Telecom Compnies: ટેલિકોમ કંપનીઓએ 30 દિવસ સુધીની વેલિડિટીવાળો ઓછામાં ઓછો એક ટેરિફ પ્લાન અને દરેક મહિને એક જ તારીખે રિચાર્જ કરી શકાય તેવો પ્લાન લાવવા માટે જણાવ્યું છે. જો રિન્યુઅલની તિથિ એક જ મહિનામાં ઉપલબ્ધ ના હોય તો તે મહિનાની છેલ્લી અંતિમ તારીખ હશે.

વધુ જુઓ ...
અમદાવાદઃ ટેલિકોમ રેગ્યુલેટર TRAIએ તમામ સર્વિસ પ્રોવાઇડર્સને ઓછામાં ઓછો એક પ્લાન વાઉચર, સ્પેશિયલ ટેરિફ વાઉચર અને કોમ્બિનેશન વાઉચર સબસ્ક્રાઇબર્સને આપવા માટે ઓર્ડર આપ્યો છે. તેની મુદ્દત 30 દિવસ અથવા તો મહિનો પૂરી થતા જ રિન્યૂ કરી શકાય તેવો પ્લાન હોવો જોઈએ.

ગ્રાહકોને મુશ્કેલી પડતી હોવાથી નિર્ણય લીધો


TRAI તરફથી એક પ્રેસનોટ જાહેર કરવામાં આવી છે. તેમાં જણાવવામાં આવ્યું છે કે, જો તે મહિનામાં રિન્યૂ કરવાની તારીખ ના હોય તો તે મહિનાની છેલ્લી તારીખ પ્લાનની છેલ્લી તારીખ હોવી જોઈએ. પ્રત્યેક ટેલિકોમ સર્વિસ પ્રોવાઇડરે ઓછામાં ઓછો એક પ્લાન વાઉચર, સ્પેશિયલ ટેરિફ વાઉચર અથવા કોમ્બો વાઉચર આપવું પડશે. જેની વેલિડિટી 30 દિવસ હશે. TRAIએ 30 દિવસનો ટેરિફ પ્લાન અથવા માસિક રિચાર્જ પ્લાન ન હોવાને કારણે ઉપયોગકર્તાઓને પડતી મુશ્કેલીને ધ્યાને રાખીને આદેશ આપ્યો છે. ટેલિકોમ કંપનીઓ 28 દિવસની વેલિડિટીનો પ્લાન આપી રહી છે. તેમાં કસ્ટમર્સને મુશ્કેલીઓ થઈ રહી છે.

આ પણ વાંચોઃ BSNLના દમદાર પ્લાન! 3 મહિના સુધી દરરોજ 5GB ફ્રી ડેટા

30 દિવસની વેલિડિટીનો એક ટેરિફ પ્લાન લાવવો પડશે


આ કારણે TRAIએ ટેલિકોમ કંપનીઓને 30 દિવસની વેલિડિટીવાળો ઓછામાં ઓછો એક ટેરિફ પ્લાન અને પ્રત્યેક મહિને એક જ તારીખે રિચાર્જ કરાવી શકાય તેવો પ્લાન લાવવા માટે કહ્યું છે. જો રિન્યુઅલની તિથિ એક જ મહિનામાં ઉપલબ્ધ ન હોય તો રિન્યુઅલની તારીખ તે મહિનાની છેલ્લી તારીખ રહેશે.

જિયો માર્કેટમાં આવ્યા બાદ સ્પર્ધા વધી


લગભગ 6 વર્ષ પહેલાં ટેલિકોમ માર્કેટમાં રિલાયન્સ જિયોએ બિઝનેસ શરૂ કર્યા બાદ ટેરિફ ઘટાડવાની સ્પર્ધા શરૂ થઈ હતી. આ કારણોસર કેટલીક ટેલિકોમ કંપનીઓની નાણાકીય સ્થિતિ ઘણી નબળી પડી ગઈ હતી. ત્યારબાદ આ ઇન્ડસ્ટ્રીમાં મર્જર અને એક્ઝિજિશન પણ થયા હતા. આ સિવાય AGRની રકમનો બોજ પણ કંપનીઓ પર આવ્યો હતો. તેનાથી વોડાફોન આઇડિયાનું દીવાળું ફૂંકાઈ ગયું હતું.

આ પણ વાંચોઃ BSNLના બ્રોડબેન્ડ પ્લાનમાં 100 Mbps સ્પીડ સાથે મળે છે OTT લાભ

ઇક્વિટી મળવાને કારણે કંપની ચાલી


સરકાર તરફથી રકમ ચૂકવવા માટે મોરાટોરિયમ અને ઇન્ટરેસ્ટ આપવા માટે ઇક્વિટી આપવાની રજૂઆતને કારણે કંપની ચાલુ રહી હતી. વોડાફોન આઇડિયાનો સ્ટોક પ્રાઇઝ 10 રૂપિયા અથવા તેથી વધારે ગયા પછી કંપનીમાં હિસ્સેદારી લેશે. કંપનીના આ પ્રાઇઝ પર સરકારને હિસ્સેદારીની રજૂઆત કરી હતી. જેને ફાઇનાન્સ મિનિસ્ટ્રી તરફથી જુલાઈમાં મંજૂરી આપવામાં આવી હતી. ટેલિકોમ કંપનીઓને આ પહેલાં સ્પેક્ટ્રમના પેમેન્ટ પર ચાર વર્ષના મોરાટોરિયમ પર અને એડજસ્ટેડ ગ્રોસ રેવન્યૂની રકમ ચૂકવવા માટે લીધેલા વ્યાજને બદલે ઇક્વિટી આપવાની રજૂઆત કરવામાં આવી હતી.
First published:

Tags: Data Plans, Telecom, TRAI

विज्ञापन