નવી દિલ્હીઃ ટીવી બ્રોડકાસ્ટરો (TV Broadcasters)માં હાલમાં ચિંતાનો માહોલ છે. TRAIના એક આદેશે તેમને મુશ્કેલીમાં મૂકી દીધા છે. TRAIએ તેમને નવા ટેરિફ ઓર્ડર (NTO 2.0)ના તાત્કાલિક અમલ કરવાના નિર્દેશ આપ્યા છે. બ્રોડકાસ્ટરોને આશંકા છે કે અચાનક લેવામાં આવેલા આ પગલાથી મોટી સંખ્યામાં સંકટગ્રસ્ત ચેનલ બંધ (TV Channels may shut down) થઈ જશે. સૂચના પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકર (Prakash Javdekar)એ મે મહિનામાં આઈબીએફ (IBF)ના સભ્યોની સાથે બેઠક કરી હતી. તેમાં તેઓએ વિશ્વાસ આપ્યો હતો કે એનટીઓ 2.0ને હાલ જાહેર નહીં કરવામાં આવે. તેમ છતાંય આવા નિર્દેશ બહાર પાડવામાં આવ્યા છે.
બ્રોડકાસ્ટરોનું કહેવું છે કે NTO 2.0થી તેમની ચેનલના ભાવ નક્કી કરવાની ક્ષમતા પર અસર પડશે. TRAIએ દરેક ચેનલની MRPને મહત્તમ 12 રૂપિયા નક્કી કરી દીધી છે. તેના કારણે ચેનલ બકેટ પર ડિસ્કાઉન્ટની સીમા પણ 33 ટકા નિર્ધારિત કરી દેવામાં આવી છે.
સ્ટાર અને ડિઝની ઇન્ડિયાના ચેરમેન ઉદય શંકર અને ઝી એન્ટરટેનમેન્ટના એમડી તથા સીઈઓ પુનીત ગોયન્કાએ ઈટીને અલગ-અલગ જણાવ્યું કે, NTO 2.0ના અમલામાં આવવાથી કેટલાક વર્ષોમાં 100-150 ચેનબલ બંધ થઈ શકે છે. તેઓએ કહ્યું કે નવા ટેરિફ ઓર્ડર હેઠળ જે ચેનલની પહોંચ વધુ નથી, તેને મોનેટાઇઝ નહીં કરી શકાય. તેને પોર્ટફોલિયો બેનિફિટ કે બકેટ એડવાન્ટેજ મળી શકે છે. પહેલાથી જ આવી એક ડઝન ચેનલ છે જે આગામી થોડાક વર્ષોમાં બંધ થવાના આરે છે. TRAIના તાજેતરના પગલાથી 100થી વધુ ચેનલ બંધ થઈ જશે, કારણ કે તેને ચલાવવી આર્થિક રીતે ફાયદારૂપ નહીં રહે.
આ પણ વાંચો, બોલેરોએ JCBથી ‘બચાવ્યો’ બાઇક સવારનો જીવ, આનંદ મહિન્દ્રાએ Video શૅર કરી કહ્યું-એવું લાગ્યું કે
શંકરે કહ્યું કે, પહોંચ વગર ચેનલ વિજ્ઞાપન નહીં મેળવી શકે. એવામાં ચેનલોની પાસે ઊભા રહેવા માટે સબ્સક્રિપ્શન રેવન્યૂ એકમાત્ર રસ્તો બચે છે. NTOના કારણે તે વધુ કપરું થતું જઈ રહ્યું છે. એવામાં મને લાગે છે કે અમે ઘણી ચેનલો ગુમાવી દઈશું. તેની અસર માત્ર અંગ્રેજી ચેનલો પર જ નહીં પરંતુ ક્ષેત્રીય ચેનલો ઉપર પણ પડશે.
જો નિયમ લાગુ થશે તો ઓછામાં ઓછી 100-150 ચેનલ બંધ થઈ જશે
ગોયન્કાએ કહ્યું કે, જો નિયમ લાગુ રહે છે તો ઓછામાં ઓછી 100-150 ચેનલ બંધ થઈ જશે. તેમને કોઈ ચલાવવાનું પસંદ નહીં કરે. TRAIએ પહેલી જાન્યુઆરીએ નવા ટેરિફ ઓર્ડર નોટિફાય કર્યા હતા. તેને ટૉપ ટેલિવિઝન બ્રોડકાસ્ટર, ઇન્ડિયન બ્રોડકાસ્ટિંગ ફાઉન્ડેશન (IBF) અને ફિલ્મ એનડ ટીવી પ્રોડ્યૂસર્સ ગિલ્ડ ઓફ ઈન્ડિયાએ બોમ્બે હાઈકોર્ટમાં પડકાર્યો છે.
આ પણ વાંચો, લાઇટ બિલ જોઈ ભડક્યો હરભજન સિંહ, કહ્યું- આખા મોહલ્લાનું આપી દીધું કે શું?
કોર્ટે મામલાની સુનાવણી પૂરી કરીને ચુકાદાને સુનિશ્ચિત કરી દીધો હતો. કોર્ટે બ્રોડકાસ્ટરોને કોઈ અંતરિક રાહત નથી આપી. 24 જુલાઈએ TRAIએ બ્રોડકાસ્ટરોને પોતાના રેફરન્સ ઇન્ટરકનેક્ટ ઓફર (RIO)ને બદલવા માટે કહ્યું છે. તેને તેમના NTO 2.0ની જેમ કરવાનું છે. સાથોસાથ 10 ઓગસ્ટ સુધી તેને પોતાની વેબસાઇટ પર પબ્લિક કરી દેવાનું છે.