SBI, HDFC, ICICI ગ્રાહકો માટે ખાસ સમાચાર! પહેલી એપ્રિલથી બંધ થઈ શકે છે SMS સેવા

ફાઇલ તસવીર.

જો તમારું ખાતું સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયા(SBI), આઈસીઆઈસીઆઈ (ICICI) બેંક કે પછી એચડીએફસી (HDFC) બેંકમાં છે તો આ સમાચાર તમારા માટે ખાસ છે.

  • Share this:
    નવી દિલ્હી: ભારતીય દૂરસંચાર નિયામક પ્રાધિકરણે (Telecom Regulatory Authority of India) શુક્રવારે ભૂલ કરતી 40 એવી 'ડિફૉલ્ટર' શાખાઓની યાદી જાહેર કરી છે, જેમણે વારંવાર યાદ અપાવવા છતાં બલ્ક SMS અંગે લાગુ કરવામાં આવેલા નિયમોનું સંપૂર્ણ રીતે પાલન નથી કર્યું. આ યાદીમાં દેશની સૌથી મોટી સરકારી બેંક SBI અને ખાનગી બેંક ICICI શામેલ છે. આ બંને ઉપરાંત ખાનગી બેંક HDFC, કોટક મહિન્દ્રા અને LIC પણ શામેલ છે. આ લોકોને અનેક વખત વોર્નિંગ આપવામાં આવી ચૂકી છે.

    નિયમ પાલન માટે 31 માર્ચ સુધી ડેડલાઇન

    આ અંગે ટ્રાઇએ કડક વલણ અપનાવતા સૂચના આપી છે કે ડિફૉલ્ટ જાહેર કરવામાં આવેલી આ શાખાઓએ 31મી માર્ચ, 2021 સુધી આ નિયમોનું પાલન કરવું પડશે. આવું નહીં કરવા પર એપ્રિલ, 2021થી તેમની ગ્રાહકો સાથેની સંચાર સેવા બાધિત થઈ શકે છે.

    આ પણ વાંચો: દેશમાં 24 કલાકમાં જ કોરોનાના કેસમાં મોટો ઊછાળો, 62 હજાર નવા કેસ, 291 લોકોનાં મોત

    ટ્રાઇએ એક નિવેદનમાં કહ્યુ છે કે, પ્રમુખ શાખાઓ અને ટેલી માર્કેટિંગ કંપનીઓને નિયમો અંગે જરૂરી કાર્યવાહી કરવા માટે પહેલા જ પૂરતો સમય આપી ચૂક્યા છીએ. ગ્રાહકોને નિયમ પ્રમાણેના લાભથી વંચિત ન રાખી શકાય. આથી નક્કી કરવામાં આવ્યું છે કે જો તેઓ એપ્રિલથી આ નિયમોનું પાલન નહીં કરે તે તેમની સેવા રોકી દેવામાં આવશે.

    આ નિયમોનું પાલન કરવું પડશે

    નિયમ પ્રમાણે વેપારી હેતું માટે સંદેશ મોકલતી શાખાઓએ મેસેજ હેડર અને ટેમ્પલેટની દૂરસંચાર ઑપરેટર પાસે નોંધણી કરાવવી પડશે. આવું કરવાથી બેંકો કે અન્ય કોઈ કંપની જ્યારે એસએમએસ મોકલશે ત્યારે એસએમએસ અને ઓટીપીની તપાસ બ્લૉકચેન પ્લેટફોર્મ પર નોંધાયેલા ટેમ્પલેટથી કરી શકાશે. આ પ્રક્રિયાને એસએમએસ સ્ક્રબિંગ કહેવામાં આવે છે.

    આ પણ વાંચો: મહારાષ્ટ્ર: પુણેની ફેશન સ્ટ્રીટ માર્કટમાં ભીષણ આગ, 500 દુકાન બળીને ખાખ


    છેતરપિંડી કરતા SMSને રોકવા માટે આવું જરૂરી

    બ્લૉકચેન પ્રોધોગિકી આધારિત સંદેશ વ્યવસ્થા દ્વારા ટ્રાઇ છેતરપિંડીવાળા એસએમએસ પર અંકુશ મૂકવા માંગે છે. ટ્રાઇ તરફથી દૂરસંચાર સેવા પુરી પાડતા લોકો તરફથી જમા કરવામાં આવેલા સ્ક્રબિંગ ડેટાનું પૃથ્થકરણ પૂર્ણ કરવામાં આવ્યું છે. જે બાદમાં ટેલી માર્કેટિંગ કંપનીઓ અને એગ્રીગેટર સાથે 25મી માર્ચ, 2021ના રોજ એક બેઠક પણ થઈ હતી.
    Published by:Vinod Zankhaliya
    First published: