જલ્દી 11 આંકડાનો થઈ જશે તમારો મોબાઇલ નંબર, જાણો કારણ

News18 Gujarati
Updated: September 21, 2019, 4:23 PM IST
જલ્દી 11 આંકડાનો થઈ જશે તમારો મોબાઇલ નંબર, જાણો કારણ
જલ્દી 11 આંકડાનો થઈ જશે તમારો મોબાઇલ નંબર, જાણો કારણ

TRAI એ દેશમાં મોબાઇલ ફોન નંબરને 10ના બદલે 11 આંકડાના કરવા પર લોકો પાસેથી સલાહ માંગી

  • Share this:
ટેલિકૉમ રેગ્યુલેટરી ઑથોરિટી ઓફ ઇન્ડિયા (TRAI)એ દેશમાં મોબાઇલ ફોન નંબરને 10ના બદલે 11 આંકડાના કરવા પર લોકો પાસેથી સલાહ માંગી છે. વધી રહેલી વસ્તીની સાથે ટેલિકોમ કનેક્શનની માંગણીને જોતા આ વિકલ્પ અપનાવવાની ભલામણ છે. ટ્રાઇએ આ વિશે એક ડિસ્કશન પત્ર જાહેર કર્યો છે. જેનું ટાઇટલ છે‘એકીકૃત અંક યોજનાનો વિકાસ’.આ યોજના મોબાઈલ અને લેન્ડલાઇન બંને પ્રકારની લાઇનો માટે છે. તમને જણાવી રહ્યા છીએ કે 11 આંકડાનો મોબાઇલ નંબર લાવવાનું કારણ શું છે.

- ટ્રાઇએ ડિસ્કશન પત્રમાં કહ્યું છે કે જો એ માનીને ચાલીએ કે ભારતમાં 2050 સુધીમાં દરેક વ્યક્તિ પાસે એવરેજ બે મોબાઈલ કનેક્શન હોય તો આ દેશમાં એક્ટિવ મોબાઇલ ફોનની સંખ્યા 3.28 અબજ સુધી પહોંચી જશે. હાલના સમયમાં દેશમાં 1.2 અબજ ફોન કનેક્શન છે.

આ પણ વાંચો - આ સરકારી સ્કીમમાં રુ. 200ના રોકાણથી બનાવી શકો છો 32 લાખ રુપિયા

- ટ્રાઇનો અંદાજો છે કે આંકડાને 70 ટકા ઉપયોગ માનીને ચાલીએ તો તે સમયે દેશમાં મોબાઇલ ફોન માટે 4.68 અબજ નંબરની જરુર પડશે. સરકારે મશીનો વચ્ચે પારસ્પરિક ઇન્ટરનેટ સંપર્ક/ઇન્ટરનેટ ઓફ ધ થિંગ્સ માટે 13 આંકડાવાળી નંબર શ્રૃંખલા પહેલા શરુ કરી દેવાઇ છે.

- 9, 8 અને 7 આંડકાથી શરુ થનાર 10 ડિજિટના મોબાઇલ નંબર 2.1 બિલિયન કનેક્શન જ આપી શકાય છે. જેથી આવનાર સમય માટે 11 ડિજિટ વાળા મોબાઇલ નંબરની જરુર પડશે.

- ભારતમાં આ પહેલા 1993 અને 2003માં નંબરિંગ પ્લાન્સની સમીક્ષા થઈ ચુકી છે. 2003ના નંબરિંગ પ્લાને 750 મિલિયન ફોન કનેક્શન માટે સ્થાન બનાવ્યું હતું. જેમાં 450 મિલિયન સેલ્યુલર અને 300 મિલિયન બેસિક અને લેન્ડલાઇન ફોન હતા.
First published: September 21, 2019, 4:19 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading