Home /News /business /Traffic Rules: વાહનોમાં આ ફેરફાર કરશો તો થઇ જશે ખિસ્સા ખાલી, ભરવો પડશે રૂ.25,000 સુધીનો દંડ
Traffic Rules: વાહનોમાં આ ફેરફાર કરશો તો થઇ જશે ખિસ્સા ખાલી, ભરવો પડશે રૂ.25,000 સુધીનો દંડ
નિયમોનો હેતુ રસ્તાઓ પર અકસ્માતોની સંખ્યા ઘટાડવા અને મુસાફરીને સુરક્ષિત બનાવવાનો છે.
Traffic Rules: માર્ગ અકસ્માત ઘટાડવા માટે ટ્રાફિક નિયમો બનાવવામાં આવ્યા છે. કેટલાક લોકો જાણી જોઈને અથવા અજાણતા આ ટ્રાફિક નિયમો તોડે છે. તેન લીધે ઘણીવાર ભરવો પડે છે મોટી રકમનો દંડ.
Traffic Rules: નવા વર્ષ 2023 ની શરૂઆત સાથે દેશભરમાં ઘણા નવા ટ્રાફિક નિયમો પણ અમલમાં આવ્યા છે. આ ટ્રાફિક નિયમો રોડ અકસ્માત ઘટાડવા માટે બનાવવામાં આવ્યા છે. ઘણા લોકો આ નિયમોથી વાકેફ નથી, જ્યારે ઘણા લોકો જાણીજોઈને આ નિયમોની અવગણના કરે છે. તો આવા લોકોને કહો કે હવે નિયમોની અવગણના કરવી તમને મોંઘી પડી શકે છે. તમારે ₹25,000 હજારનો દંડ પણ ભરવો પડી શકે છે.
સૌપ્રથમ તો જાણી લો કે ટ્રાફિકના નિયમો આપણા બધાની સુરક્ષા માટે બનાવવામાં આવ્યા છે. નિયમોનો હેતુ રસ્તાઓ પર અકસ્માતોની સંખ્યા ઘટાડવા અને મુસાફરીને સુરક્ષિત બનાવવાનો છે. પરંતુ કેટલાક લોકો જાણતાં અથવા અજાણતાં આ ટ્રાફિક નિયમોનો ભંગ કરે છે. જેથી તેઓ પોતાની સાથે સાથે અન્ય લોકોની સુરક્ષાને પણ જોખમમાં મૂકે છે. અહીં તમને એવા 3 નિયમો જણાવવામાં આવી રહ્યા છે, જેને તોડવા પર તમારે ભારે દંડ ભરવો પડી શકે છે.
1 જાન્યુઆરીથી દેશમાં હાઈ સિક્યોરિટી નંબર પ્લેટ લગાવવી જરૂરી બનાવી દેવામાં આવી છે. હવે લોકો 2019 કરતાં જૂના વાહનો પર પણ ફેન્સી નંબર પ્લેટ નહીં લગાવી શકે. જો આ નિયમનું પાલન નથી કરતા તો તમારે 10,000 રૂપિયા સુધીનો દંડ ભરવો પડી શકે છે. આ નિયમ ટુ-વ્હીલર હોય કે ફોર-વ્હીલર, તેના પર RTO દ્વારા પ્રમાણિત ઉચ્ચ સુરક્ષા નંબર પ્લેટ લગાવવી જરૂરી છે.
બુલેટના શોખીનો કેટલીકવાર તેમની બાઇકને વધુ સ્ટાઇલિશ અથવા વધુ સારું દેખાડવા માટે તેમાં ફેરફાર કરે છે. જેના માટે ઘણીવાર તેમાં અન્ય અથવા વધારાનું સાઇલેન્સર ફિટ કરાવવામાં આવે છે. તમને જણાવી દઈએ કે મોટર વ્હીકલ એક્ટ મુજબ આવું કરવું ગેરકાયદેસર છે. જો તમારું બાઈક પકડાશે તો તમને ભારે ભરખમ દંડ થશે. આ દંડ 25,000 રૂપિયા સુધી પણ જઈ શકે છે.
વાહનમાં ફેરફાર કરવા બદલ દંડ
મોટર વ્હીકલ એક્ટમાં કોઈપણ પ્રકારના વાહનની ડિઝાઈનમાં ફેરફાર કરવો એ પણ ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન માનવામાં આવે છે. ટ્રાફિક પોલીસ હવે આવા બાઇક અને કારને પકડીને દંડ કરી રહી છે. મોડિફિકેશન એટલે કંપની દ્વારા બનાવેલી ડિઝાઇનમાં ફેરફાર કરવો. જો તમે આવું કરો છો તો તમને ભારે દંડ થઈ શકે છે. આ સિવાય વાહન પણ જપ્ત કરી શકાય છે.
Published by:Darshit Gangadia
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર